ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Vote counting for MP Mungaoli Kolaras Assembly seat bypoll today

    MP વિધાનસભા પેટાચૂંટણી પરિણામઃ મુંગાવલી, કોલારસમાં કોંગ્રેસ આગળ

    divyabhaskar.com | Last Modified - Feb 28, 2018, 11:10 AM IST

    આને ડિસેમ્બરમાં થનારી વિધાનસભા ચૂંટણીનું સેમીફાઇનલ માનવામાં આવી રહ્યું છે
    • બંને વિધાનસભા સીટોના વોટ્સની ગણતરી સવારે આઠ વાગે શરૂ થઇ. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      બંને વિધાનસભા સીટોના વોટ્સની ગણતરી સવારે આઠ વાગે શરૂ થઇ. (ફાઇલ)

      ભોપાલ: મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાની મુંગાવલી અને શિવપુરી જિલ્લાની કોલારસ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. બીજા રાઉન્ડની ગણતરી બાદ મુંગાવલીમાં કોંગ્રેસના બૃજેન્દ્ર સિંહ યાદવ અને કોલારસમાં કોંગ્રેસના મહેન્દ્ર સિંહ યાદવ આગળ ચાલી રહ્યા છે. આ ચૂંટણીને ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સેમીફાઇનલ માનવામાં આવે છે. બંને સીટ પર 24 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. કોલારસમાં 70.40% અને મુંગાવલીમાં 77.05% મતદાન થયું હતું.

      શા માટે થઇ આ સીટ પર ચૂંટણી?

      1) મુંગાવલી સીટ

      - 2013માં આ સીટ પર કોંગ્રેસના મહેન્દ્ર સિંહ કાલુખેડા જીત્યા હતા. સપ્ટેમ્બર 2017માં તેમનું અવસાન થવાથી આ સીટ ખાલી થઇ ગઇ હતી. કોંગ્રેસે બૃજેન્દ્ર સિંહ યાદવ અને બીજેપીએ બાઈસાહેબ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા.

      - મુંગાવલીના મતદારોએ 1985થી ક્યારેય સતત બે વાર કોઇ એક પાર્ટીને મોકો આપ્યો નથી. 1985થી 2013ની વચ્ચે અહીંયા સાત વાર ચૂંટણી થઇ. તેમાં ચાર વાર કોંગ્રેસ તો ત્રણવાર બીજેપી ઉમેદવારને જીત મળી.

      2) કોલારસ સીટ

      - કોલારસ કોંગ્રેસની પરંપરાગત સીટ છે. પાર્ટીના ધારાસભ્ય રામસિંહ યાદવના અવસાનથી આ સીટ ખાલી થઇ હતી. કોંગ્રેસે રામસિંહના દીકરા મહેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા. જ્યારે બીજેપીએ દેવેન્દ્ર કુમારને પોતાના ઉમેદવાર બનાવ્યા.

    • બંને સીટ માટે 24 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. (ફાઇલ)
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      બંને સીટ માટે 24 ફેબ્રુઆરીના રોજ મતદાન થયું હતું. (ફાઇલ)

      ભોપાલ: મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાની મુંગાવલી અને શિવપુરી જિલ્લાની કોલારસ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. બીજા રાઉન્ડની ગણતરી બાદ મુંગાવલીમાં કોંગ્રેસના બૃજેન્દ્ર સિંહ યાદવ અને કોલારસમાં કોંગ્રેસના મહેન્દ્ર સિંહ યાદવ આગળ ચાલી રહ્યા છે. આ ચૂંટણીને ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સેમીફાઇનલ માનવામાં આવે છે. બંને સીટ પર 24 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. કોલારસમાં 70.40% અને મુંગાવલીમાં 77.05% મતદાન થયું હતું.

      શા માટે થઇ આ સીટ પર ચૂંટણી?

      1) મુંગાવલી સીટ

      - 2013માં આ સીટ પર કોંગ્રેસના મહેન્દ્ર સિંહ કાલુખેડા જીત્યા હતા. સપ્ટેમ્બર 2017માં તેમનું અવસાન થવાથી આ સીટ ખાલી થઇ ગઇ હતી. કોંગ્રેસે બૃજેન્દ્ર સિંહ યાદવ અને બીજેપીએ બાઈસાહેબ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા.

      - મુંગાવલીના મતદારોએ 1985થી ક્યારેય સતત બે વાર કોઇ એક પાર્ટીને મોકો આપ્યો નથી. 1985થી 2013ની વચ્ચે અહીંયા સાત વાર ચૂંટણી થઇ. તેમાં ચાર વાર કોંગ્રેસ તો ત્રણવાર બીજેપી ઉમેદવારને જીત મળી.

      2) કોલારસ સીટ

      - કોલારસ કોંગ્રેસની પરંપરાગત સીટ છે. પાર્ટીના ધારાસભ્ય રામસિંહ યાદવના અવસાનથી આ સીટ ખાલી થઇ હતી. કોંગ્રેસે રામસિંહના દીકરા મહેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા. જ્યારે બીજેપીએ દેવેન્દ્ર કુમારને પોતાના ઉમેદવાર બનાવ્યા.

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Vote counting for MP Mungaoli Kolaras Assembly seat bypoll today
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    Top
    `