ભોપાલ: મધ્યપ્રદેશના અશોકનગર જિલ્લાની મુંગાવલી અને શિવપુરી જિલ્લાની કોલારસ વિધાનસભા સીટ પર થયેલી પેટાચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. બીજા રાઉન્ડની ગણતરી બાદ મુંગાવલીમાં કોંગ્રેસના બૃજેન્દ્ર સિંહ યાદવ અને કોલારસમાં કોંગ્રેસના મહેન્દ્ર સિંહ યાદવ આગળ ચાલી રહ્યા છે. આ ચૂંટણીને ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની સેમીફાઇનલ માનવામાં આવે છે. બંને સીટ પર 24 ફેબ્રુઆરીએ વોટિંગ થયું હતું. કોલારસમાં 70.40% અને મુંગાવલીમાં 77.05% મતદાન થયું હતું.
શા માટે થઇ આ સીટ પર ચૂંટણી?
1) મુંગાવલી સીટ
- 2013માં આ સીટ પર કોંગ્રેસના મહેન્દ્ર સિંહ કાલુખેડા જીત્યા હતા. સપ્ટેમ્બર 2017માં તેમનું અવસાન થવાથી આ સીટ ખાલી થઇ ગઇ હતી. કોંગ્રેસે બૃજેન્દ્ર સિંહ યાદવ અને બીજેપીએ બાઈસાહેબ યાદવને પોતાના ઉમેદવાર બનાવ્યા.
- મુંગાવલીના મતદારોએ 1985થી ક્યારેય સતત બે વાર કોઇ એક પાર્ટીને મોકો આપ્યો નથી. 1985થી 2013ની વચ્ચે અહીંયા સાત વાર ચૂંટણી થઇ. તેમાં ચાર વાર કોંગ્રેસ તો ત્રણવાર બીજેપી ઉમેદવારને જીત મળી.
2) કોલારસ સીટ
- કોલારસ કોંગ્રેસની પરંપરાગત સીટ છે. પાર્ટીના ધારાસભ્ય રામસિંહ યાદવના અવસાનથી આ સીટ ખાલી થઇ હતી. કોંગ્રેસે રામસિંહના દીકરા મહેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા. જ્યારે બીજેપીએ દેવેન્દ્ર કુમારને પોતાના ઉમેદવાર બનાવ્યા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.