ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» MP govt gave MOS status to babas for their selfish motive said Swami Swaroopanand

  MP: બાબાઓને મંત્રીનો દરજ્જો આપવાને શંકરાચાર્યએ કહ્યું સ્વાર્થી પગલું

  divyabhaskar.com | Last Modified - Apr 05, 2018, 11:02 AM IST

  મધ્યપ્રદેશ સરકાર દ્વારા બાબાઓને રાજ્યમંત્રીનો દરજ્જો આપવા પર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ સવાલ ઉઠાવ્યા છે
  • સ્વરૂપાનંદે કહ્યું- સરકાર તેવા લોકોને આ પદ સોંપે છે જેઓ સન્માનનીય હોય છે અને જેઓ આધ્યાત્મિક રીતે લોકોની મદદ કરે છે.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સ્વરૂપાનંદે કહ્યું- સરકાર તેવા લોકોને આ પદ સોંપે છે જેઓ સન્માનનીય હોય છે અને જેઓ આધ્યાત્મિક રીતે લોકોની મદદ કરે છે.

   ભોપાલ: મધ્યપ્રદેશ સરકાર દ્વારા બાબાઓને રાજ્યમંત્રીનો દરજ્જો આપવા પર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે આને સરકાર દ્વારા સ્વાર્થી પગલું ગણાવ્યું છે. સ્વરૂપાનંદે કહ્યું- સરકાર તેવા લોકોને આ પદ સોંપે છે જેઓ સન્માનનીય હોય છે અને જેઓ આધ્યાત્મિક રીતે લોકોની મદદ કરે છે. પરંતુ, સરકારે (મધ્યપ્રદેશ) પોતાના સ્વાર્થી કારણોસર તેવા લોકોને પદ સોંપ્યું છે જેમને લોકો ઓળખતા પણ નથી. આવું ન થવું જોઇએ.

   પાંચ સંતોને આપ્યો મંત્રીપદનો દરજ્જો

   ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોમ્પ્યુટર બાબા સહિત પાંચ સંતોને મંત્રીપદનો દરજ્જો આપ્યો છે. કોમ્પ્યુટર બાબાની સાથે ઇંદોરના ભૈયુ મહારાજ, અમરકંટક (નર્મદા ઉદગમ)ના હરિહરાનંદજી, ડિંડોરીના નર્મદાનંદજી અને પંડિત યોગેન્દ્ર મહંતને રાજ્યમંત્રી પદનો દરજ્જો આપવાનો આદેશ રાજ્ય સરકાર તરફથી મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ ફેંસલા પછી સરકાર અને મુખ્યમંત્રીના ફેંસલા પર સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે.

   MP હાઇકોર્ટમાં થઇ હતી જનહિતની અરજી

   રામબહાદુર શર્મા નામના એક વ્યક્તિ તરફથી મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇંદોર બેન્ચમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે તેમણે રાજ્યમંત્રીની બંધારણીયતાને લઇને અરજી કરી છે. સરકારે આ ફેંસલા પર ફરી વિચાર કરવો જોઇએ. એટલું જ નહીં, ફેંસલાના કારણે બાબાઓના વલણમાં પણ અચાનક બદલાવ આવ્યો છે. કાલ સુધી જે પાંચ સંતોએ શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ગયા વર્ષે નર્મદા કિનારે લગાવવામાં આવેલા છોડ અને અન્ય વિકાસકાર્યોની 'પોલ' ખોલવા માટે 'નર્મદા ઘોટાલા રથયાત્રા' શરૂ કરવાનું એલાન કર્યું હતું, હવે મંત્રીપદની હેસિયત મળ્યા પછી તેમણે પોતાની પહેલા કરેલી જાહેરાતને પાછી ખેંચી લીધી છે. હવે આ બધા બાબાઓ જનજાગરણ કરવાની વાત કરી રહ્યા છે.

  • સરકારે (મધ્યપ્રદેશ) પોતાના સ્વાર્થી કારણોસર તેવા લોકોને પદ સોંપ્યું છે જેમને લોકો ઓળખતા પણ નથી. આવું ન થવું જોઇએ.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   સરકારે (મધ્યપ્રદેશ) પોતાના સ્વાર્થી કારણોસર તેવા લોકોને પદ સોંપ્યું છે જેમને લોકો ઓળખતા પણ નથી. આવું ન થવું જોઇએ.

   ભોપાલ: મધ્યપ્રદેશ સરકાર દ્વારા બાબાઓને રાજ્યમંત્રીનો દરજ્જો આપવા પર શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ સવાલ ઉઠાવ્યા છે. તેમણે આને સરકાર દ્વારા સ્વાર્થી પગલું ગણાવ્યું છે. સ્વરૂપાનંદે કહ્યું- સરકાર તેવા લોકોને આ પદ સોંપે છે જેઓ સન્માનનીય હોય છે અને જેઓ આધ્યાત્મિક રીતે લોકોની મદદ કરે છે. પરંતુ, સરકારે (મધ્યપ્રદેશ) પોતાના સ્વાર્થી કારણોસર તેવા લોકોને પદ સોંપ્યું છે જેમને લોકો ઓળખતા પણ નથી. આવું ન થવું જોઇએ.

   પાંચ સંતોને આપ્યો મંત્રીપદનો દરજ્જો

   ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કોમ્પ્યુટર બાબા સહિત પાંચ સંતોને મંત્રીપદનો દરજ્જો આપ્યો છે. કોમ્પ્યુટર બાબાની સાથે ઇંદોરના ભૈયુ મહારાજ, અમરકંટક (નર્મદા ઉદગમ)ના હરિહરાનંદજી, ડિંડોરીના નર્મદાનંદજી અને પંડિત યોગેન્દ્ર મહંતને રાજ્યમંત્રી પદનો દરજ્જો આપવાનો આદેશ રાજ્ય સરકાર તરફથી મંગળવારે જાહેર કરવામાં આવ્યો હતો. આ ફેંસલા પછી સરકાર અને મુખ્યમંત્રીના ફેંસલા પર સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે.

   MP હાઇકોર્ટમાં થઇ હતી જનહિતની અરજી

   રામબહાદુર શર્મા નામના એક વ્યક્તિ તરફથી મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઇંદોર બેન્ચમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે તેમણે રાજ્યમંત્રીની બંધારણીયતાને લઇને અરજી કરી છે. સરકારે આ ફેંસલા પર ફરી વિચાર કરવો જોઇએ. એટલું જ નહીં, ફેંસલાના કારણે બાબાઓના વલણમાં પણ અચાનક બદલાવ આવ્યો છે. કાલ સુધી જે પાંચ સંતોએ શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા ગયા વર્ષે નર્મદા કિનારે લગાવવામાં આવેલા છોડ અને અન્ય વિકાસકાર્યોની 'પોલ' ખોલવા માટે 'નર્મદા ઘોટાલા રથયાત્રા' શરૂ કરવાનું એલાન કર્યું હતું, હવે મંત્રીપદની હેસિયત મળ્યા પછી તેમણે પોતાની પહેલા કરેલી જાહેરાતને પાછી ખેંચી લીધી છે. હવે આ બધા બાબાઓ જનજાગરણ કરવાની વાત કરી રહ્યા છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: MP govt gave MOS status to babas for their selfish motive said Swami Swaroopanand
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top