ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» આનંદીબેન PM મોદી માટે વોટ માગીને ફસાયા| MP Governor Anandiben Patel is stuck in controversy

  આનંદીબેન ભૂલ્યા પદની મર્યાદા, નેતાઓને આપી વોટ મેળવવાની ટિપ્સ

  divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 04:44 PM IST

  આ વાયરલ વીડિયોમાં આનંદી બેન પટેલ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને રાજ્યમાં ચૂંટણી હોવાથી મહેનત કરવાનું કહી રહ્યા છે
  • મધ્ય પ્રદેશના રાજ્યપાલ ભાજપના એક નેતા સાથે વાત કરતા હતા તે સમયની તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મધ્ય પ્રદેશના રાજ્યપાલ ભાજપના એક નેતા સાથે વાત કરતા હતા તે સમયની તસવીર

   સતના: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ એક વીડિયોના કારણે વિવાદમાં આવી ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. તેમાં રાજ્યપાલ આડકતરી રીતે ભાજપનો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે. નોંધનીય છે કે, રાજ્યપાલ એ સંવૈધાનિક પદ છે અને તે પદ પરની વ્યક્તિએ નિષ્પક્ષ રહેવાનું હોય છે. પરંતુ આ વીડિયોમાં આનંદીબેન ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને રાજ્યમાં ચૂંટણી આવતી હોવાથી વધારે મહેનત કરવાનું કહી રહ્યા છે.

   આનંદીબેન કાર્યકર્તાઓને શીખવી રહ્યા છે કે, કેવી રીતે વોટ મળશે

   - વીડિયોમાં રાજ્યપાલ ભાજપના નેતાઓને શીખવાડી રહ્યા છે કે, ભાજપના પક્ષમાં લોકો પાસેથી કેવી રીતે વોટ મેળવી શકાશે. તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે, તમને વોટ ત્યારે જ મળશે જ્યારે તમે જરૂરિયાતમંદ અને કુપોષિત બાળકોનું ધ્યાન રાખશો. અધિકારીઓને વોટ નથી જોઈતા પરંતુ તમારે અને મારે તો વોટ જોઈએ છેને.

   વીડિયોમાં શું કહે છે આનંદી બેન

   વીડિયોમાં આનંદીબેન કહી રહ્યા છે કે, 16 કરોડ રૂપિયા પડ્યા છે. આજે મે આખા જિલ્લાની તપાસ કરી લીધી છે. હવે તે કોઈ મુશ્કેલ કામ તો નથી, અભિયાન શરૂ કરો. ત્યારે ભાજપની એક નેતા કહી રહી છે કે, જી હા અમે બાળકો દત્તક લીધા છે. જિલ્લા પ્રશાસન અધ્યક્ષે પણ લીધા છે. ત્યારે રાજ્પાલ કહે છે કે, બધા બાળકોને ભેગા કરો, અભિયાન ચલાવો. એ રીતે મોટ નહીં... આ રીતે વોટ મળશે. તેમના ઘરે જાઓ, બાળકોને માથે હાથ ફેરવશો ત્યારે વોટ મળશે. નહીં તો પાર્ટીને વોટ નહીં મળે. દત્તક લીધેલા બાળકોને જોઈતી હોય તે તમામ વસ્તુઓ આપો, ખર્ચ તો સરકાર કરવાની છે. આ રીતે કરશો તો જ નરેન્દ્ર મોદીનું 2022નું સપનું પુરૂ થશે, નહીં તો નહીં થાય. દવાઓ આપી દીધી, ગોળી ખાઈ લીધી, નથી ખાધી કોને ખબર. માએ જોયું ન જોયું કોને ખબર.. પૈસા તો સરકાર આપે છે. દરેક બાળકને મહિને રૂ. 500 આપવામાં આવે છે. તેનો યોગ્ય ઉપયોગ થાય છે કે નહીં તે પણ જોવું જોઈએને.

   કોંગ્રેસે કર્યો વિરોધ

   નોંધનીય છે કે, આ વીડિયો એ સમયે આવ્યો છે જ્યારે રાષ્ટ્રપતિ કોવિંદ ભાજપ શાસિત રાજ્યની મુલાકાત લેવા આવવાના હતા. બીજી બાજુ વિપક્ષે આ વીડિયો સામે ખૂબ આકરા પ્રહાર કર્યા છે. રિપોર્ટ પ્રમાણે કોંગ્રેસ રાષ્ટ્રપતિ ભવનને સંવૈધાનિક પદનો ખોટો ઉપયોગ થતો હોવા વિશે એક પત્ર લખશે. નોંધનીય છે કે, મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

  • આનંદીબેન પીએમ મોદી માટે વોટ માગીને વિવાદમાં ફસાયા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આનંદીબેન પીએમ મોદી માટે વોટ માગીને વિવાદમાં ફસાયા

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: આનંદીબેન PM મોદી માટે વોટ માગીને ફસાયા| MP Governor Anandiben Patel is stuck in controversy
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top