ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Mother went to take bath 2 years child fell into Water Tank and died

  2 વર્ષના દીકરાને રમતો મૂકી નહાવા ગઇ મા, પાછી ફરી તો કરી મૂકી ચીસાચીસ

  divyabhaskar.com | Last Modified - Jun 07, 2018, 11:41 AM IST

  હબીબગંજ વિસ્તારમાં ઘરમાં પાણી ભરેલી સ્ટીલની ટાંકીમાં બે વર્ષનું માસૂમ બાળક ડૂબી ગયું
  • પાણીની ટાંકીમાં ડૂબી જતા થયું માસૂમનું મોત.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પાણીની ટાંકીમાં ડૂબી જતા થયું માસૂમનું મોત.

   ભોપાલઃ હબીબગંજ વિસ્તારમાં ઘરમાં પાણી ભરેલી સ્ટીલની ટાંકીમાં બે વર્ષનું માસૂમ બાળક ડૂબી ગયું. હકીકતમાં તેને રમતું મૂકીને માતા નહાવા માટે ગઇ હતી. અડધા કલાકે જ્યારે મા પાછી ફરી તો જોયું કે બાળક ઘરમાં રાખેલી પાણીની ટાંકીમાં ડૂબી ગયું હતું. માએ ચીસાચીસ કરી મૂકી. પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યું.તેના ફેફસામાં વધુ પ્રમાણમાં પાણી ભરાઈ ગયું હતું. પિતા પપ્પૂ રાઠોડ શાકભાજી વેચવાનું કામ કરે છે. તેની બે મોટી દીકરીઓ છે અને બે વર્ષનો દીકરો દીપક હતો.

   15થી 20 લીટર પાણની ટાંકીમાં ડૂબેલો મળ્યો માસૂમ

   - મંગળવારે સવારે પપ્પૂ રાઠોડ કામ પર જતા રહ્યા. સવારે લગભગ 8.30 વાગ્યે તેમની પત્ની સ્નાન કરવા બાથરૂમમાં ગઈ, જ્યારે દીપક ઘરમાં રમી રહ્યો હતો.

   - અડધા કલાક બાદ દીપક તેમના ઘરમાં રાખેલી 15થી 20 લીટર પાણીની ક્ષમતાવાળી પાણીથી ભરેલી સ્ટીલની ટાંકીમાં ડૂબેલો મળ્યો.
   - તેઓએ તેને પાણીમાંથી બહાર કાઢ્યો તો તેના શરીરમાં કોઈ હરકત નહોતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો.
   - હોસ્પિટલથી સૂચના મળતા જ હબીબગંજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. એએસઆઈ ગજરાજ સિંહ અનુસાર પરિવાર બાળકનું પોસ્ટમોર્ટમ કરાવવા તૈયાર નહોતા.
   - ખૂબ જ મહેનતથી તેમને પોસ્ટમાર્ટમ માટે તૈયાર કર્યા. પોલીસે પીએમ બાદ શબ પરિવારને સોંપી દીધું.

   રિટાયર્ડ એડીજીની પૌત્રીનું પણ ડૂબવાના કારણે થયું હતું મોત

   - લગભગ ત્રણ વર્ષ પહેલા ગાંધીનગર વિસ્તારમાં એક રિટાયર્ડ એડીજીની એક વર્ષની પૌત્રીનું પાણી ભરેલા ટબમાં ડૂબવાને કારણે મોત થયું હતું.

   - તે રમતા-રમતા ટબમાં ડૂબી ગઈ હતી. ફેફસામાં પાણી ભરવાના કારણે તેનું મોત થયું હતું. તેનું અડધું શરીર પાણીમાં અને અડધું શરીર ટબની બહાર હતું.

   હજી નથી લેવાયા પરિવારના નિવેદન

   - એએસઆઈ ગજરાજ અનુસાર દુર્ઘટના બાદથી પરિવારની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. બાળકના પિતા કંઈ કહેવાની સ્થિતિમાં નહોતા, જ્યારે માતા રડી-રડીને બેહાલ હતી. એવામાં અત્યાર સુધી કોઈનું પણ નિવેદન નથી લઈ શકાયું. આ ઘટના કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં થઈ તેના વિશે હજુ જાણકારી નથી મળી. નિવેદન લીધા બાદ જ સાચું કારણ સામે આવશે.

  • પ્રતીકાત્મક તસવીર
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પ્રતીકાત્મક તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mother went to take bath 2 years child fell into Water Tank and died
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `