• Home
  • National News
  • Desh
  • માએ દીકરા દીકરીને ચાલતી ટ્રેન સામે ફેંક્યા| Mother Throws Son Daughter Ahead Of Moving Train

માએ દીકરા-દીકરીને ચાલતી ટ્રેનની સામે ફેંક્યા- દીકરાનું મોત

માએ દીકરા-દીકરીને ચાલતી ટ્રેન સામે ફેંક્યા| Mother Throws Son-Daughter Ahead Of Moving Train
દીકરી હોસ્પિટલમાં જીવણ-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે
દીકરી હોસ્પિટલમાં જીવણ-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે
દીકરાનું ઘટના સ્થળે જ મોત
દીકરાનું ઘટના સ્થળે જ મોત
આરોપી માતા
આરોપી માતા

ઘરના ઝઘડાથી કંટાળેલી મહિલાએ તેમના નિર્દોષ દીકરા અને દીકરીને ચાલતી ટ્રેનની સામે ફેંકીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં 5 વર્ષના દીકરા પ્રિયાંશુનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. દીકરીની હાલત ગંભીર

divyabhaskar.com

Jun 16, 2018, 12:47 PM IST

ગયા: ઘરના ઝઘડાથી કંટાળેલી મહિલાએ તેના નિર્દોષ દીકરા અને દીકરીને ચાલતી ટ્રેનની સામે ફેંકીને મારવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનામાં 5 વર્ષના દીકરા પ્રિયાંશુનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. જ્યારે 4 વર્ષની દીકરી પ્રિયા હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

શું છે ઘટના?

- ઘટના ગયાના મુગલસરાય ખેલખંડના ગુરારુ રેલવે સ્ટેશન નજીક આવેલા શંકર બિગહા ગામની છે. આવી હરકત કરનારી મહિલા સાવિત્રી દેવી મલપા ગામમાં રહેતા સેવક રાજકુમારની પત્ની છે.
- સાવિત્રીના લગ્ન 2010માં થયા હતા. મહિલાએ જણાવ્યું કે, તે મથુરાબિગહા નજીક રાજાબિગહા ગામમાં રહેતી હતી. લગ્ન પછીથી જ તેને ઘરમાં સસરા દ્વારા પરેશાન કરવામાં આવતી હતી. ઘરના રોજના ઝઘડાથી કંટાળીને તેણે આ પગલું લીધું હોવાનું જાણવા મળ્યું છે.
- સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મહિલા ટ્રેકના કિનારે બેસીને ટ્રેનની રાહ જોતી હતી. બંને બાળકોએ જ્યારે ઘરે જવાની જીદ કરી ત્યારે તેમને કેળા ખવડાવીને શાંત કરી દીધા હતા. ટ્રેન જ્યારે 11.05 ગુરારુ સ્ટેશન પર આવી ત્યારે મહિલા બાળકોને ટ્રેનની આગળ ફેંકીને ભાગવા લાગી હતી.
- સ્થાનિક લોકોએ તેની આ હરકત જોઈ લીધી અને તેને પકડીને મારવાનું શરૂ કર્યું હતું. ઘટનાથી ગુસ્સે થયેલી ભીડે મહિલાને ઘસડીને સ્થાનિક પોલીસને સોંપી દીધી હતી. ત્યારપછી મહિલાને રેલવે પોલીસ સ્ટેશન ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો: સુસાઇડના દિવસે ભૈયુજી મહારાજ તણાવમાં નહોતા, CCTV ફુટેજથી થયો ખુલાસો

રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

- મહિલા વિરુદ્ધ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ગઈ છે. રેલવે પોલીસ ઈન્સપેક્ટર પરશુરામ સિંહે જણાવ્યું કે, મહિલાની ધરપકડ કરીને ફરિયાદ નોંધી લેવામાં આવી છે. આગામી કાર્યવાહી કરવામાં આવી રહી છે. તપાસ કરતા જ ખબર પડશે કે મામલો ઘરેલુ ઝઘડાનો છે કે બીજો કોઈ.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

X
માએ દીકરા-દીકરીને ચાલતી ટ્રેન સામે ફેંક્યા| Mother Throws Son-Daughter Ahead Of Moving Train
દીકરી હોસ્પિટલમાં જીવણ-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છેદીકરી હોસ્પિટલમાં જીવણ-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે
દીકરાનું ઘટના સ્થળે જ મોતદીકરાનું ઘટના સ્થળે જ મોત
આરોપી માતાઆરોપી માતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી