Home » National News » Desh » Mother threw newborn girl collector appealed to take her back in Muzaffarnagar UP

માએ કારમાંથી ફેંકી બાળકી, કલેક્ટરે નામ આપ્યું 'સુનૈના', માતાને અપનાવી લેવા કરી અપીલ

Divyabhaskar.com | Updated - Jun 10, 2018, 09:55 AM

કાર સવાર માતા નવજાત બાળકીને ઘરથી આગળ સીડી પર છોડીને ચાલી ગઈ હતી, આ શરમજનક ઘટના CCTVમાં કેપ્ચર થઈ છે

 • Mother threw newborn girl collector appealed to take her back in Muzaffarnagar UP
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  કલેક્ટરે બાળકીનું નામ સુનૈના રાખ્યું છે.

  મુઝફ્ફરનગર, (યુપી): 6 મેના રોજ બીનવારસી મળી આવેલી દીકરીનું નામ કલેક્ટરે 'સુનૈના' રાખ્યું છે. કલેક્ટરે બેટી પઢાઓ-બેટી બચાઓ કેમ્પેન પણ સુનૈનાને સમર્પિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કાર સવાર માતા નવજાત બાળકીને ઘરથી આગળ સીડી પર છોડીને ચાલી ગઈ હતી. આ શરમજનક ઘટના CCTVમાં કેપ્ચર થઈ છે. પોલીસ કારના રજિસ્ટ્રેશન નંબરના આધારે પરિવાર સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

  CCTV ફુટેજથી થયો ખુલાસો- કાર હરિયાણાના પાણીપતની

  - SSP સિટી ઓમવી સિંહે જણાવ્યું કે CCTVના આધારે પોલીસની તપાસમાં કારની માહિતી મળી ગઈ છે.

  - કાર HR 06 M 5005 પાણીપત (હરિયાણા)ના ગામ ચાપોલીના કોઈ અધિકારી રાવલના નામે રજિસ્ટર્ડ છે.
  - પોલીસે જ્યારે કાર માલિકના મોબાઇલ નંબર સંપર્ક કર્યો તો તેણે કાર પોતાની માતા દ્વારા શામલી કાંધલા લઈ જવાની વાત કહી. ત્યારબાદ તેણે ફોન સ્વિચ ઓફ કરી દીધો.


  કલેક્ટરે બાળકીની માતાને કરી માર્મિક અપીલ

  - પોલીસની ધીમી તપાસની નિંદા થઈ રહી છે. જોકે, પોલીસનો દાવો છે કે, તે ટૂંક સમયમાં સંબંધિત પરિવાર સુધી પહોંચી જશે.
  - બીજી તરફ, હોસ્પિટલમાં દાખલ બાળકીની સ્થિતિ હવે સુધારા પર છે. ડોક્ટર અમિત ગર્ગ મુજબ, બાળકી હવે દૂધ પી રહી છે.
  - કલેક્ટર પોતે હોસ્પિટલમાં બાળકીને જોવા પહોંચ્યા. આસ્થા સંસ્થાના પદાધિકારી પણ બાળકીના ખબર-અંતર લેવા આવ્યા. કલેક્ટરે બાળકીનું નામ સુનૈના રાખ્યું છે. તેઓએ બેટી પઢાઓ-બેટી બચાઓ કેમ્પેન સુનૈનાને સમર્પિત કર્યું છે.
  - કલેક્ટરે પોતાનો મોબાઇલ નંબર-9452577194 જાહેર કરતા બાળકીની માતાને માર્મિક અપીલ કરી છે. તેઓએ મીડિયા દ્વારા કહ્યું કે, માતાને કોઈ પણ પરેશાની હોય, તે જણાવે. તે સામે આવે અને આ બાળકીનો સ્વીકાર કરે.

  શું છે સમગ્ર મામલો?

  - કોટ વિસ્તારમાં મુસ્તફા ગલીમાં બુધવારે કારમાં આવેલી એક મહિલાએ કાચ ખોલીને બાળકીને એક દરવાજાની સીડીઓ પર રાખીને ચાલી ગઈ હતી. આ દરમિયાન મહિલાએ મોં ઢાંકેલું હતું. માનવામાં આવી રહ્યું છે કે મહિલા બાળકીની માતા હશે. જ્યારે બાળકીના રોવાનો અવાજ લોકોએ સાંભળ્યો તો તેઓ બહાર આવ્યા. મોહલ્લામાં રહેતા લોકોએ તાત્કાલિક પોલીસને જાણકારી આપી. જ્યાં સુધી પોલીસ ઘટનાસ્થળે ન પહોંચી, લોકો બાળકીને પ્રેમપૂર્વક તેડીને રમાડતા રહ્યા.

  - મોહલ્લામાં રહેતા મોહમ્મદ સુજાદલાહીએ જણાવ્યું કે બાળકી ખૂબ જ રડી રહી હતી. અમે લોકોએ તાત્કાલિક પોલીસને બોલાવી.
  - આ ઘટનાનો CCTV સામે આવ્યો હતો. જેમાં સ્પષ્ટ જણાતું હતું કે સેન્ટ્રો કાર એક ઘરની સામે ઊભી રહી. કાચ ખોલી એક મહિલા કપડામાં વીંટાળેલી 2-3 દિવસની બાળકીને બહાર સીડીઓ પર મૂકે છે. ત્યારબાદ કાર જતી રહે છે.
  - ચીફ મેડિકલ ઓફિસર પી એમ મિશ્રાએ જણાવ્યું કે, બાળકી હોસ્પિટલની નર્સરીમાં રાખવામાં આવી છે. બાળકીને દત્તક લેવા અનેક લોકોએ ઈચ્છા વ્યક્ત કરી છે. આ સંબંધમાં તેમને કાયદાકિય પ્રક્રિયા પૂરી કરવા જણાવવામાં આવ્યું છે.

  આગળની સ્લાઇડ્સમાં જુઓ અન્ય તસવીરો

  આ પણ વાંચો:

  નવજાત બાળકીને કારમાંથી ફેંકીને જતી રહી મા, CCTVમાં કેપ્ચર થઈ શર્મનાક ઘટના

 • Mother threw newborn girl collector appealed to take her back in Muzaffarnagar UP
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  6મેના રોજ લાવારિસ મળી હતી બાળકી
 • Mother threw newborn girl collector appealed to take her back in Muzaffarnagar UP
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  બાળકીની હાલતમાં હવે સુધાર છે.
 • Mother threw newborn girl collector appealed to take her back in Muzaffarnagar UP
  મહોલ્લાવાળાઓએ પોલીસ સુધી પહોંચાડી હતી બાળકી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ