18 વર્ષની જીન્સ -ટીશર્ટ પહેરેલી પ્રેગ્નેન્ટ છોકરી રસ્તા પર થઈ બેભાન, દીકરાને જનમ આપી કરી ચોંકાવનારી વાત

પોલીસ અને હોસ્પિટલ મેનેજમેન્ટ જોતી રહી અને છોકરી જતી રહી

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 01:36 PM
The police and the hospital management remained watching, and girl left newborn baby

ધાર: રસ્તામાં અંદાજે 9 મહિનાની પ્રેગ્નેન્ટ છોકરી લેબર પેઈનના કારણે ચક્કર ખઈને પડી ગઈ હતી. જીન્સ-ટીશર્ટ પહેરેલી 18 વર્ષની છોકરીને 108 એમ્બ્યુલન્સથી ધામનોદની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. મહિલાને તાત્કાલિક લેબર રૂમમાં દાખલ કરવામાં આવી હતી અને એક કલાકની અંદર જ તેણે એક દીકરાને જનમ આપ્યો હતો. ભાન આવતાં જ તેણે જે વાત કરી તેનાથી બધા શોક્ડ થઈ ગયા હતા. છોકરીએ કહ્યું કે, કોઈને પણ દઈ દો આ છોકરું કે ફેંકી દો. હું તેને મારી સાથે નહીં લઈ જઉં. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ યુવતી તેના ઈરાદા પર મક્કમ હતી. ત્યારપછી જે માને જેલના સળીયા પાછળ નાખી દેવી જોઈએ તે હોસ્પિટલમાં જ નવજાત બાળકને મુકીને જીન્સ-ટીશર્ટ પહેરીને મોઢાં ઉપર સ્કાર્ફ બાંધીને બધાની સામે જ નીકળી ગઈ હતી. ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે નવજાત બાળકને ઘાર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો.

શું છે ઘટના?


આ ઘટના સામુદાયિક સ્વાસ્થય કેન્દ્ર ધામનોદમાં બુધવારે થઈ હતી.ઘટના બપોરે એક વાગે થઈ હતી. નોંધનીય છે કે, સમગ્ર ઘટના પોલીસ અને હોસ્પિટલ મેનેજમેન્ટની સામે થઈ હતી. પરંતુ કોઈ પણ કાયદાની વાત કરવાની હિંમત ન કરી શક્યા. બીજી બાજુ લોકોનું કેહવું છે કે, સામાન્ય રીતે જ્યારે પણ આવું અનાથ બાળક મળે છે ત્યારે પોલીસ અજાણી માની સામે ફરિયાદ દાખલ કરતી હોય છે. પરંતુ આ કેસમાં યુવતી પોલીસની સામે બાળક ત્યજીને જતી રહી અને પોલીસ કશું જ ન કરી શકી.

નિ: સંતાન દંપતિને કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા કર્યા વગર આપી દીધું નવજાત


ધામનોદમાં નિ:સંતાન મેહત્તક પરિવાર એક બાળક ઈચ્છતુ હતું. તેમને આ ઘટનાની જાણ થતાં જ તેઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પોલીસ અને હોસ્પિટલ મેનેજમેન્ટે આ ચુંગાલમાંથી છૂટવા માટે બધાએ ભેગા મળીને તે બાળક કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરીને તે પરિવારને સોંપી દીધું હતું. હાલ બાળકને એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યું છે. નવજાત બાળકીની માતાએ તો એટલે સુધી કહી દીધું હતું કે, આ બાળક કોઈને પણ દઈ દો અથવા ફેંકી દો. હું તેને મારી સાથે તો નહીં જ લઈ જઉં. છોકરીએ કહ્યું હતું કે, હું એક હોસ્ટેલમાં રહું છું અને મારા ઘરે આ વિશે કોઈને ખબર નથી. જો ઘરે કોઈને આ વિશે ખબર પડશે તો તેઓ મને મારી નાખશે.


બાળકને ધાર ટ્રાન્સફર કરવામાં આવ્યું


ધામનોદ બીએમઓ મહેન્દ્રપાલસિંહ ડ્રાઈવરનું કહેવું છે કે, જ્યારે યુવતી અહીં આવી ત્યારે તેની ડિલીવરી થવાની જ હતી. યુવતીએ જિદ કરી હતી કે તે બાળકને નહીં લઈ જાય. તેથી જ અમે પોલીસ બોલાવી હતી અને મહિલા અને બાળ વિકાસ વિભાગના અગ્રણી અધિકારીને પણ આ વિશે જાણ કરી હતી. અનાથ આશ્રમ અંતર્ગત અમે બાળકને ધારમાં ટ્રાન્સફર કરી દીધું છે.

X
The police and the hospital management remained watching, and girl left newborn baby
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App