Divya Bhaskar

Home » National News » Desh » માએ છ મહિનાના દીકરાની ગળુ દબાવી કરી હત્યા| Mother Killed Her 6 Month Old Baby

માએ છ મહિનાના બાળકનું ગળુ દબાવી કરી હત્યા, ઘણી બાધાઓ પછી જનમ્યો તો દીકરો

Divyabhaskar.com | Updated - Apr 12, 2018, 10:55 AM

દીકારની હત્યા કરનાર માતા 5 વર્ષ સુધી પતિની સાથે મંદિરો જઈ જઈને ખોળો ભરાય તેવી બાધા રાખી હતી

  • માએ છ મહિનાના દીકરાની ગળુ દબાવી કરી હત્યા| Mother Killed Her 6 Month Old Baby
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    માતાએ બાળકની છ મહિના પહેલાં કરી હતી હત્યા

    લાડનૂં: નાગૌર જિલ્લાના લાડનૂં શહેરમાં મંગળવારે એક માતાએ તેના 6 મહિનાના દીકરાનું ગળુ દબાવીને હત્યા કરી દીધી છે. આશ્ચર્યની વાત એ છે કે, દીકરાની હત્યા કરનારી માતા છેલ્લા 5 વર્ષથી પતિ સાથે જૂદા જૂદા મંદિરે જઈને પોતાનો ખોળો ભરાય તેવી બાધા રાખતી હતી. નોંધનીય છે કે, જે પરિવારમાં આ દીકરો જનમ્યો હતો તે પરિવારમાં 27 વર્ષ પછી દીકરાનો જન્મ થયો હતો. પોલીસે માતાની ધરપકડ કરીને કારણ પૂછતા તેણે જણાવ્યું કે, હું દીકરાને એકલા મુકી શકુ એમ નહતી તેથી મે તેની હત્યા કરી દીધી. તપાસમાં એ વાત પણ સામે આવી છે કે આ પરિવારમાં થોડા સમય પહેલાં જ એક ઝઘડો પણ થયો હતો.

    શું છે ઘટના?


    - પોલીસના જણાવ્યા પ્રમાણે શંકર કોલોનીમાં રાજકુમાર શર્માના ઘરે સવારે 9 વાગે આ ઘટના બની હતી. રાજકુમાર જિમ ચલાવતો હતો અને તેથી તે સવારે કામે ગયો હતા. ઘટના બની તે સમયે રાજકુમારની પત્ની નિશા, દીકરો મુદિત અને સસરા એકલા જ હતા ઘરે.
    - નિશાની સાસુ અને જેઠાણી મંદિરે ગયા હતા. સસરા નાગરમલ સવારે દાંતણ કરતા હતા ત્યારે તેમને અચાનક ઘરની અંદરથી મુદિતની ચીસ સંભળાઈ. નાગરમલે બારીમાંથી જોયુ તો વહુ નિશા મુદિતનું ગુ દબાવતી હતી. નાગરમલ અંદર જાય ત્યાં સુધી નિશા મુદિતની હત્યા કરી ચૂકી હતી. નાગરમલ તુરંત બાળકને લઈને હોસ્પિટલ ગયા પરંતુ ત્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી દીધો હતો.

    ઘરમાં 27 વર્ષ પછી થયો હતો દીકરાનો જન્મ


    - નાગરમલના ઘરમાં મુદિતનો દીકરા તરીકે 27 વર્ષ પછી જન્મ થયો હતો. નાગરમલના દીકરા રાજકુમાર શર્માએ 2011માં જૂસરી ગામની નિશા સાથે લગ્ન કર્યા હતા.
    - લગ્નના છ વર્ષ સુધી તેમને કોઈ સંતાન થયા નહતા. નિશા અને રાજકુમારે ઘણા મંદિરો જઈને બાધા-આખડી રાખી હતી. ત્યારે છ મહિના પહેલાં તેમના ઘરે મુદિતનો જન્મ થયો હતો. મુદિતના જન્મથી પરિવાર ખૂબ ખુશ હતો. પરંતુ તેમના પરિવારને તુરંત કોઈકની નજર લાગી ગઈ હતી.
    - પોલીસે મહિલાની ધરપકડ કરી લીધી છે અને પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલી પણ લીધો છે.
    - હાલ પોલીસે મૃત બાળકનું પોસ્ટમોર્ટમ કરાવીને મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો છે.

    શું કહે છે પોલીસ?


    - ઈન્સપેક્ટર ભજનલાલે જણાવ્યું કે, આરોપી મહિલા પૂછપરછ દરમિયાન વાંરવાર એક જ વાત બોલી રહી છે કે, મે તેને મારી નાખ્યો, હું તેને એકલો છોડી શકુ તેમ નહતી.
    - પોલીસ હવે તેના આ નિવેદન પાછળનું રહસ્ય શોધી રહી છે. અંતે તે તેને એકલો છોડવાની વાત કેમ કરી રહી છે. પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પૂરી તપાસ કર્યા પછી જ હત્યાનું રહસ્ય ખુલશે.

    આ બે મુદ્દે પોલીસ કરી રહી છે તપાસ


    - પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે, આરોપી મહિલા માનસિક રીતે બીમાર લાગે છે.
    - પરિવારનો ઝઘડો પણ હત્યાનું કારણ હોઈ શકે છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • માએ છ મહિનાના દીકરાની ગળુ દબાવી કરી હત્યા| Mother Killed Her 6 Month Old Baby
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી લીધી
  • માએ છ મહિનાના દીકરાની ગળુ દબાવી કરી હત્યા| Mother Killed Her 6 Month Old Baby
    પોલીસે બાળકનું પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિવારજનોને પરત કર્યો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending