ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Desh» માને ન આવી કોઈ શરમ, સગીર દીકરીનો કર્યો સોદો| Mother had done minor deal of body

    માને ન આવી કોઈ શરમ, સગીર દીકરીનો કર્યો સોદો અને....

    divyabhaskar.com | Last Modified - May 09, 2018, 03:06 PM IST

    મનાલીમાં સેક્સ રેકેટનું કૌભાંડ સામે આવ્યું છે, માતાએ જ કર્યો તેની સગીર દીકરીનો સોદો
    • માને ન આવી કોઈ શરમ, સગીર દીકરીનો કર્યો સોદો અને....
      માને ન આવી કોઈ શરમ, સગીર દીકરીનો કર્યો સોદો અને....

      શિમલાઃ પ્રવાસન સ્થળ મનાલીમાં સેક્સ રેકેટનો પર્દાફાશ થયા બાદ અનેક મોટા ખુલાસા થઈ રહ્યા છે. તપાસમાં બહાર આવ્યું કે જે સગીરા સાથે મનાલીમાં દેહવેપારનો ધંધો કરાવવામાં આવતો હતો તેનો સોદો તેની માતાએ જ કર્યો હતો. 16 વર્ષીય સગીરાને એક વર્ષ પહેલા જ તેની માતાએ મનાલીમાં ચલાવી રહેલા સેક્સ રેકેટના મુખિયાને વેચી દીધી હતી અને દર મહિને 40 હજાર રૂપિયાની ડિમાન્ડ કરી હતી.

      એક વર્ષથી સગીરાની માતાએ સેક્સ રેકેટના મુખિયા પાસથી પૈસા વસૂલ્યા. પોલીસે સગીરા સાથે દેહવેપાર કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે જ્યારે હવે સગીરાની માતાની પણ પોલીસ ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી. જ્યાં તેને જ્યૂડિશિયલ રિમાન્ડ પર મોકલી દેવામાં આવી છે. દિલ્હીની રહેવાસી 16 વર્ષીય સગીરા પાસે મનાલીની એક હોટલની પાસેના રૂમમાં દેહવેપારનો આ ધંધો કરાવવામાં આવતો હતો.

      તપાસમાં થયો ખુલાસોઃ માતાએ જ કર્યો હતો સોદો


      પોલીસે જ્યારે મામલાની તપાસ કરી તો અનેક ચોંકાવનારા તથ્ય સામે આવ્યા છે. પોલીસ મુજબ સગીરા દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જાણવા મળ્યું છે કે તેની માતાએ જ એક વર્ષ પહેલા તેને દેહવેપાર કરાવનારા લોકોને એ શરતે વેચી હતી કે તેઓ તેને દર મહિને 40 હજાર રૂપિયા આપશે અને તે શરતની સાથે પોતાની સગીર દીકરીને મનાલીમાં ચલાવી રહેલા દેહવેપારના મુખિયાને સોંપી દીધી હતી. સગીરાના નિવેદન અને તપાસ બાદ સગીરાની માતાને પણ અરેસ્ટ કરી લેવામાં આવી અને તેને જ્યૂડિશિયલ રિમાન્ડ પર મોકલી દેવાઈ છે.


      સગીરાએ ચાઇલ્ડ લાઇનમાં કરી હતી ફરિયાદ


      મળતી જાણકારી મુજબ, સગીરા તરફથી ચાઇલ્ડ લાઇને મનાલી પોલીસ સ્ટેશનમાં 29 એપ્રિલે ફરિયાદ કરી હતી કે સગીરા પાસે મનાલીમાં કેટલાક લોકો દેહવેપાર કરાવી રહ્યા છે. જેની પર મનાલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા એક વ્યક્તિને ઘટનાસ્થળેથી અરેસ્ટ કર્યો હતો અને તેના મુખિયાનો બીજો સાથી ભૂગર્ભમાં જતો રહ્યો હતો પરંતુ પોલીસે તેને પણ થોડાક દિવસોની અંદર જ મનાલીની એક હોટલમાંથી શોધી કાઢ્યો હતો.

      દરેક ગ્રાહકને 2500 રૂપિયામાં આગળ વેચવામાં આવતી હતી


      તપાસમાં એવો ખુલાસો થયો કે સગીરા સાથે શારિરીક સંબંધ બાંધવા માટે દરેક વ્યક્તિને 2500 રૂપિયામાં વેચવામાં આવતી હતી. એવી પણ માહિતી મળી કે આ સગીરાની સાથે વધુ એક યુવતી હતી જે આ ધંધામાં સામેલ હતી. તેની પાસે પણ દેહવેપાર કરાવવામાં આવતું હતું. પરંતુ બીજી યુવતી ક્યાં છે તેની કોઈ માહિતી મળી નથી.

      પોલીસ મામલાની કરી રહી છે ઉંડાણપૂર્વક તપાસ


      મનાલી સેક્સ રેકેટ મામલાની પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને અત્યાર સુધી આ રેકેટ ચલાવનારા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથોસાથ સગીરાની માતાને પણ પોલીસે અરેસ્ટ કરી છે.- શાલિની અગ્નિહોત્રી, એસપી કુલ્લુ

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: માને ન આવી કોઈ શરમ, સગીર દીકરીનો કર્યો સોદો| Mother had done minor deal of body
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top