કેરળ: દીકરાએ મજાક ઉડાવી તો ગુસ્સામાં માએ કરી હત્યા, શબ બાળી નાખ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોલ્લમ (કેરળ): કેરળમાં 15 જાન્યુઆરીના રોજ એટલે કે સોમવારે એક માએ પોતાના 14 વર્ષના દીકરાની ગળું દબાવીને હત્યા કરી દીધી અને ત્યારબાદ તેના શબને આગ લગાવી દીધી. તે પછી મહિલાએ દીકરાના શબને ઘરની પાછળ ફેંકી દીધું. આ મામલો રાજધાની તિરૂવનંતપુરમથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલા કોલ્લમનો છે. મહિલાનો દીકરો જીતુ બે દિવસથી ગાયબ હતો. પોલીસને જીતુનું શબ બળેલી હાલતમાં કેળના વૃક્ષોની વચ્ચેથી મળી આવ્યું. 

 

મહિલાએ પોતે જ નોંધાવી દીકરાના ગાયબ થયાની ફરિયાદ

 

- આરોપી મહિલાનું નામ જયામોલ છે. જયામોલે પોલીસને જણાવ્યું કે જ્યારે તેના દીકરા જીતુએ કોઇ વાતે તેને ચિડવી હતી. એટલે ગુસ્સામાં આવીને તેણે તેની હત્યા કરી નાખી. 

- તેના પછીના દિવસે જયા પોતાના પતિ સાથે પોલીસ સ્ટેશન ગઇ અને દીકરાના ગાયબ થવાનો રિપોર્ટ નોંધાવ્યો. જોકે પોલીસને મામલાની તપાસ દરમિયાન મહિલાના નિવેદનમાં ઘણા વિરોધાભાસ લાગ્યા. 

- પોલીસે જ્યારે જયાને પૂછ્યું કે તારો હાથ કેવી રીતે દાઝ્યો, તો તેના વિશે પણ તે પોલીસને કંઇ જણાવી શકી નહીં.  
- બુધવારે પોલીસે જ્યારે ઘરની તલાશી લીધી તો ત્યાંથી 200 મીટરના અંતરે પોલીસને જીતુનું બળેલું શબ મળ્યું. ઘણીવાર સુધી પૂછપરછ કર્યા પછી 43 વર્ષીય મહિલાએ પોતાનો ગુનો કબૂલી લીધો.

- કોલ્લમ પોલીસ કમિશ્નર ડૉ. એ શ્રીનિવાસે જણાવ્યું કે જયાની ધરપકડ કરી લેવામાં આવી છે. જયાએ પોતાના 14 વર્ષના દીકરા જીતુની હત્યા કર્યા બાદ તેના શબને ઘરથી થોડેક દૂર જઇને ફેંકી દીધું. 

 

માનસિક રૂપે અસ્થિર ન હતી જયામોલ

 

- જયાએ જણાવ્યું હતું કે કોઇ વાતે દીકરાએ તેની મજાક ઉડાવી એટલે ગુસ્સામાં તેણે દીકરાની હત્યા કરી. જોકે, કોઇના ઉશ્કેરાઇ જવાની પ્રકૃતિ અંગે તાત્કાલિક જાણ થઇ શકતી નથી પરંતુ જયાના પતિએ જણાવ્યું કે તે માનસિક રૂપે અસ્થિર ન હતી. 

- કમિશ્નર શ્રીનિવાસે જણાવ્યું કે જયાએ કબૂલ કર્યું છે કે તે પોતાના દીકરાના શબને ખેંચીને કમ્પાઉન્ડ સુધી લઇ અને ત્યાં તેણે આગ લગાવી. તે પછી તેણે શબને દીવાલની પેલે પાર ફેંકી દીધું. 

અન્ય સમાચારો પણ છે...