CWGમાં સૌથી સફળ ભારતીય એથલીટ મણિકા બત્રા, 4 કેટેગરીમાં ગોલ્ડ

ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ રવિવારે ખતમ થઇ ગયા, આ ઇવેન્ટમાં ભારત તરફથી 217 ખેલાડીઓએ ભાગ લીધો

divyabhaskar.com | Updated - Apr 15, 2018, 04:13 PM
મણિકા પહેલા મોડેલિંગ પણ કરી ચૂકી છે. તે દિલ્હીની રહેવાસી છે.
મણિકા પહેલા મોડેલિંગ પણ કરી ચૂકી છે. તે દિલ્હીની રહેવાસી છે.

CWGમાં સૌથી સફળ ભારતીય એથલીટ મણિકા બત્રા, 4 કેટેગરીમાં ગોલ્ડ.

નવી દિલ્હી: ગોલ્ડકોસ્ટ કોમનવેલ્થ ગેમ્સ રવિવારે ખતમ થઇ ગયા. આ ઇવેન્ટમાં ભારત તરફથી 217 ખેલાડીઓએ ભાગ લીધો. તેમાં દિલ્હીની 22 વર્ષીય મણિકા સૌથી સફળ એથલીટ રહી. તેમણે ટેબલ ટેનિસ ઇવેન્ટમાં ચાર મેડલ પોતાને નામ કર્યા. આ સાથે જ તે ટેબલ ટેનિસના ઇતિહાસમાં 4 મેડલ જીતનારી પહેલી મહિલા ખેલાડી પણ બની ગઇ. તેમણે આ મેડલ સિંગલ્સ, વુમન્સ ટીમ, વુમન ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સમાં જીત્યા. ઉલ્લેખનીય છે કે આ વખતે ભારતે 26 ગોલ્ડ, 20 સિલ્વર અને 20 બ્રોન્ઝ સહિત 66 મેડલ પોતાને નામે કર્યા છે.

કોમનવેલ્થમાં મણિકાનો દેખાવ

- મણિકાએ સિંગાપુરની વર્લ્ડ નંબર-4 ફેંગ તેનવે (વુમન્સ ટીમ) અને પૂર્વ વર્લ્ડ નંબર-9 મેંગયુ યૂ (સિંગલ્સ)ને હરાવીને ગોલ્ડ મેડલ મેળવવામાં સફળ રહી. આ બંનેની જોડીથી જ ડબલ્સના ફાઇનલમાં તેમને હારનો સામનો કરવો પડ્યો.

મોડલિંગ છોડીને ટેબલ ટેનિસને પસંદ કર્યું

- દિલ્હીના નારાયણ વિહારમાં રહેતી મણિકાને જીએસ એન્ડ મેરી કોલેજમાં ભણતી હતી ત્યારે મોડેલિંગની ઓફર મળી હતી. તે આ દિશામાં પણ પોતાનું કરિયર બનાવી શકતી હતી. પરંતુ તેણે ટેબલ ટેનિસને પસંદ કર્યું અને તેમાં મહેનત ચાલુ રાખી. મણિકાએ જણાવ્યું કે તે ચાર વર્ષની ઉંમરથી ટેબલ ટેનિસ રમી રહી છે.

- તેમણે કહ્યું, "નસીબદાર છું કે મારી રમતને કારણે જ મને કોમનવેલ્થમાં ગેમ્સમાં લીડ કરવાનો મોકો મળ્યો અને લીડર હોવાનો રોલ હું બહુ સારી રીતે નિભાવી શકી છું. સિંગાપુરની બંને ટોપ રેન્કની પ્લેયરને હરાવવાનો અનુભવ સુખદ રહ્યો. પરંતુ ડબલ્સમાં તેમનાથી જ હાર મળી જેનાથી થોડી નિરાશા થઇ."
- મણિકાની માતા સુષ્મા બત્રાએ કહ્યું કે મને ખુશી છે કે તેણે દેશનું નામ રોશન કરવા માટે યોગ્ય રસ્તો પસંદ કર્યો.

ગોલ્ડ કોસ્ટ જતા પહેલા જર્મનીમાં લીધી હતી ટ્રેનિંગ

- મણિકાએ જણાવ્યું કે ગોલ્ડ કોસ્ટમાં મેડલ જીતવા માટે જર્મનીમાં એક મહિનાની સ્પેશિયલ ટ્રેઇનિંગ હાંસલ કરી. ત્યાં ગેમમાં ઝડપી સર્વિસ, સ્મેશ અને બોલ કંટ્રોલને વધુ સારો કરવાનો અભ્યાસ કર્યો. આ ટ્રેનિંગનો ફાયદો જ તેમને આ વખતે કોમનવેલ્થમાં મળ્યો છે.

આગળની સ્લાઇડમાં વાંચો, મણિકાની સિદ્ધિઓ

મણિકાએ બ્રાંજ મેડલ મેચમાં સાથિયાન ગણશેખરણની સાથે મળીને ભારતના જ શરત અંચત કમલ અમને મૌમા દાસને હરાવ્યા.
મણિકાએ બ્રાંજ મેડલ મેચમાં સાથિયાન ગણશેખરણની સાથે મળીને ભારતના જ શરત અંચત કમલ અમને મૌમા દાસને હરાવ્યા.

મણિકાની સિદ્ધિઓ

 

- મણિકાએ 2011માં ચિલી ઓપનમાં અંડર-21 આયુ વર્ગમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો. 2014 કોમનવેલ્થ ગેમ્સ અને એશિયલ ગેમ્સ ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી. કોમનવેલ્થ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં 3 મેડલ જીત્યા. 2016 સાઉથ એશિયન ગેમ્સમાં 3 ગોલ્ડ દેશને અપાવ્યા. વુમન ડબલ્સ, મિક્સ્ડ ડબલ્સ અને ટીમમાં ગોલ્ડ હાંસલ કર્યો. 

- તે રિયો ઓલિમ્પિકમાં કોટા મેળવી શકી, પરંતુ ઓલિમ્પિકના પહેલા રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડ્યો.
- મણિકા વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચનારી ભારતની પહેલી મહિલા ખેલાડી બની. આ સમયે તે ભારતની નંબર વન પ્લેયર છે. 

X
મણિકા પહેલા મોડેલિંગ પણ કરી ચૂકી છે. તે દિલ્હીની રહેવાસી છે.મણિકા પહેલા મોડેલિંગ પણ કરી ચૂકી છે. તે દિલ્હીની રહેવાસી છે.
મણિકાએ બ્રાંજ મેડલ મેચમાં સાથિયાન ગણશેખરણની સાથે મળીને ભારતના જ શરત અંચત કમલ અમને મૌમા દાસને હરાવ્યા.મણિકાએ બ્રાંજ મેડલ મેચમાં સાથિયાન ગણશેખરણની સાથે મળીને ભારતના જ શરત અંચત કમલ અમને મૌમા દાસને હરાવ્યા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App