ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Top 15 Most Polluted Cities Of World | Top Most Polluted Cities Of India

  વિશ્વના 15 સૌથી પ્રદૂષિત શહેરોમાં 14 ભારતના, કાનપુર ટોપ પર

  Divyabhaskar.com | Last Modified - May 02, 2018, 06:18 PM IST

  WHOના રિપોર્ટ મુજબ વાયુ પ્રદૂષણના મામલે ભારતના 14 શહેરોની સ્થિતિ ઘણી જ ખરાબ છે.
  • ઘરેલૂ અને બાહરી પ્રદૂષણને કારણે ભારતમાં દર વર્ષે 2.4 લાખ લોકોના મોત થાય છે, જે વિશ્વમાં કુલ મોતના 34 ટકા છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ઘરેલૂ અને બાહરી પ્રદૂષણને કારણે ભારતમાં દર વર્ષે 2.4 લાખ લોકોના મોત થાય છે, જે વિશ્વમાં કુલ મોતના 34 ટકા છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જીનીવામાં વિશ્વના 15 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતના 14 શહેરો સામેલ છે, જેમાં કાનપુર પહેલા નંબર પર છે. તો સૌથી પ્રદૂષિત શહેરોની યોદીમાં દિલ્હી છઠ્ઠા સ્થાન પર છે.

   સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 14 શહેરો (Top Most Polluted Cities Of India)

   - WHOના રિપોર્ટ મુજબ વાયુ પ્રદૂષણના મામલે ભારતના 14 શહેરોની સ્થિતિ ઘણી જ ખરાબ છે.
   - આ સૂચિમાં ઉત્તરપ્રદેશનું બીજું સૌથી મોટું શહેર કાનપુર પહેલા નંબરે છે. કાનપુર પછી ફરીદાબાદ, વારાણસી, ગયા, પટના, દિલ્હી, લખનઉ, આગ્રા, મુઝફ્ફરપુર, શ્રીનગર, ગુડગાંવ, જયપુર, પટિયાલા અને જોધપુર સામેલ છે.
   - 15મા નંબરે કુવૈતનું અલી સુબહ અલ સલેમ શહેર છે.
   - વાયુ પ્રદૂષણના મામલે દિલ્હી 2015માં ચોથા સ્થાને હતું જે હવે ખસીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.

   આ પગલાંની કરી પ્રશંસા

   - WHOના રિપોર્ટમાં ભારત માટે જે સકારાત્મક ગણાતી વાત છે વડાપ્રધાન મોદીની ઉજ્જવલા યોજનાની વિશેષ ચર્ચા.
   - આ યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે આવતી મહિલાઓને ઘણાં જ ઓછા દરે LPG કનેકશન આપવામાં આવે છે, પરિણામે આ મહિલાઓને ચુલા પર ખાવાનું બનાવવામાંથી રાહત મળી છે.
   - ઉજ્જવલા યોજનાનો ઉલ્લેખ કરતાં કહેવાયું કે વાયુ પ્રદૂષણના હાલના આંકડા ખતરનાક છે, તેમ છતાં વિશ્વના કેટલાંક દેશોમાં સકારાત્મક પ્રગતિ જોઈ શકાય છે.

   2012થી બદલાઈ તસવીર

   - 2010ના રિપોર્ટ મુજબ દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર હતું. જે બાદ પેશાવર અને રાવલપિંડીનો નંબર હતો.
   - તે સમયે દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના અન્ય શહેરોમાં માત્ર આગ્રા જ સામલે હતું.
   - 2011ના રિપોર્ટમાં પણ દિલ્હી અને આગ્રા પ્રદૂષિત શહેરોની સૂચિમાં સામેલ હતા અને ઉલાનબટાર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતુ.
   - 2012માં સ્થિતિ બદલવાની શરૂ થઈ ગઈ અને વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં એકલા ભારતના 14 શહેરો સામેલ હતા.
   - 2013, 2014 અને 2015માં પણ વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 4થી સાત શહેરો સામેલ હતા. પરંતુ હાલમાં જાહેર થયેલાં 2016ના આંકડામાં વિશ્વના 15 સૌથી પ્રદૂષિત શહેરોમાં 14 ભારતના છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • પીએમ 10 સ્તર પર 2016માં વિશ્વના 20 શહેરોમાં ભારતના 13 શહેર સૌથી વધુ પ્રદૂષિત છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   પીએમ 10 સ્તર પર 2016માં વિશ્વના 20 શહેરોમાં ભારતના 13 શહેર સૌથી વધુ પ્રદૂષિત છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા જીનીવામાં વિશ્વના 15 સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં ભારતના 14 શહેરો સામેલ છે, જેમાં કાનપુર પહેલા નંબર પર છે. તો સૌથી પ્રદૂષિત શહેરોની યોદીમાં દિલ્હી છઠ્ઠા સ્થાન પર છે.

   સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 14 શહેરો (Top Most Polluted Cities Of India)

   - WHOના રિપોર્ટ મુજબ વાયુ પ્રદૂષણના મામલે ભારતના 14 શહેરોની સ્થિતિ ઘણી જ ખરાબ છે.
   - આ સૂચિમાં ઉત્તરપ્રદેશનું બીજું સૌથી મોટું શહેર કાનપુર પહેલા નંબરે છે. કાનપુર પછી ફરીદાબાદ, વારાણસી, ગયા, પટના, દિલ્હી, લખનઉ, આગ્રા, મુઝફ્ફરપુર, શ્રીનગર, ગુડગાંવ, જયપુર, પટિયાલા અને જોધપુર સામેલ છે.
   - 15મા નંબરે કુવૈતનું અલી સુબહ અલ સલેમ શહેર છે.
   - વાયુ પ્રદૂષણના મામલે દિલ્હી 2015માં ચોથા સ્થાને હતું જે હવે ખસીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.

   આ પગલાંની કરી પ્રશંસા

   - WHOના રિપોર્ટમાં ભારત માટે જે સકારાત્મક ગણાતી વાત છે વડાપ્રધાન મોદીની ઉજ્જવલા યોજનાની વિશેષ ચર્ચા.
   - આ યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે આવતી મહિલાઓને ઘણાં જ ઓછા દરે LPG કનેકશન આપવામાં આવે છે, પરિણામે આ મહિલાઓને ચુલા પર ખાવાનું બનાવવામાંથી રાહત મળી છે.
   - ઉજ્જવલા યોજનાનો ઉલ્લેખ કરતાં કહેવાયું કે વાયુ પ્રદૂષણના હાલના આંકડા ખતરનાક છે, તેમ છતાં વિશ્વના કેટલાંક દેશોમાં સકારાત્મક પ્રગતિ જોઈ શકાય છે.

   2012થી બદલાઈ તસવીર

   - 2010ના રિપોર્ટ મુજબ દિલ્હી દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર હતું. જે બાદ પેશાવર અને રાવલપિંડીનો નંબર હતો.
   - તે સમયે દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના અન્ય શહેરોમાં માત્ર આગ્રા જ સામલે હતું.
   - 2011ના રિપોર્ટમાં પણ દિલ્હી અને આગ્રા પ્રદૂષિત શહેરોની સૂચિમાં સામેલ હતા અને ઉલાનબટાર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતુ.
   - 2012માં સ્થિતિ બદલવાની શરૂ થઈ ગઈ અને વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં એકલા ભારતના 14 શહેરો સામેલ હતા.
   - 2013, 2014 અને 2015માં પણ વિશ્વના 20 સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના 4થી સાત શહેરો સામેલ હતા. પરંતુ હાલમાં જાહેર થયેલાં 2016ના આંકડામાં વિશ્વના 15 સૌથી પ્રદૂષિત શહેરોમાં 14 ભારતના છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Top 15 Most Polluted Cities Of World | Top Most Polluted Cities Of India
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top