1

Divya Bhaskar

Home » National News » Latest News » National » In Iraqs Mosul city, ISIS killed 39 Indian nationals before three years

ઈરાકમાં મૃત્યુ પામેલા 39 ભારતીયોના મૃતદેહ ભારત લાવવાની કાર્યવાહી પૂર્ણ: વીકે સિંહ

Divyabhaskar.com | Last Modified - Mar 31, 2018, 03:59 PM IST

વિદેશ મંત્રી 1 એપ્રિલે ઈરાકમાં મૃત્યુ પામેલા ભારતીયોના મૃતદેહોને લેવા સી-17 પ્લેનથી જશે

  • In Iraqs Mosul city, ISIS killed 39 Indian nationals before three years
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વી.કે સિંહ 1 એપ્રિલે મૃતદેહો લેવા માટે ઈરાક જશે.

    નવી દિલ્હી: ઈરાકમાં મૃત્યુ પામેલા 39 ભારતીયોના મૃતદેહો પરત લાવવા વિદેશ રાજમંત્રી વી.કે સિંહે શનિવારે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે, મૃતદેહોને ભારત લાવવાની પ્રક્રિયા પૂરી કરી લેવામાં આવી છે. ઈરાકથી મંજૂરી મળે તેની રાહ જોઈ રહ્યા છીએ. મૃતદેહોને તેમના પરિવાર સુધી સન્માન સાથે પહોંચાડવામાં આવશે. નોંધનીય છે કે, વી.કે સિંહ 1 એપ્રિલે મૃતદેહો લેવા માટે ઈરાક જશે.

    પરિવાર સુધી પહોંચાડવામાં આવશે મૃતદેહો


    - એજન્સીના જણાવ્યા પ્રમાણએ વી.કે સિંહે કહ્યું કે, જેટલી જલદી ઈરાકી રાજદૂતથી મંજૂરી મળશે અમે સી-17 પ્લેનથી ઈરાક માટે રવાના થઈશું.
    - તેમના જણાવ્યા પ્રમાણે ઈરાકથી મૃતદેહ પરત લાવીને તેમના પરિવારને સોંપી દેવામાં આવશે. તેમને એરપોર્ટ આવવાની જરૂર નથી.
    - મૃતદેહોને સન્માન સાથે તેમના ઘર સુધી પહોંચાડવામાં આવશે.
    - અમૃતસરથી હિમાચલ પ્રદેશ પહોંચીને 4 મૃતદેહોને તેમના પરિવારને સોંપી દેવામાં આવશે. ત્યારપછી કોલકાતામાં 2 અને બાકીના મૃતદેહોને બિહાર જઈને તેમના પરિવારને સોંપવામાં આવશે.

    ઈરાકના મોસુલમાં મારવામાં આવ્યા હતા 39 ભારતીયો


    - ઈરાકના મોસુલ શહેરમાં આતંકી સંગઠન ISISએ 39 ભારતીયોને મારી દીધા હતા. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ જ મહિને આ વાતને સંસદમાં કહી હતી.
    - આ ભારતીયોને જૂન 2014માં માર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ તેનો ખુલાસો હવે થયો છે. સુષ્માએ કહ્યું છે કે, અમે પૂરતી ખાતરી કરવા માગતા હતા તેથી આ માહિતી મોડી આપવામાં આવી છે.

    કેવી રીતે ખબર પડી?

    - ઈરાકના મોસુલ શહેરમાંથી ગયા વર્ષે આઈએસઆઈએસનો સફાયો થઈ ગયો હતો. તેનું એલાન થયાના બીજા જ દિવસે વિદેશ રાજ્ય મંત્રી વીકે સિંહ મોસુલ ગયા. તેઓએ ત્યાં ભારતીયોની શોધખોળનો પ્રયાસ કર્યો. ત્યાં કોઈ સફળતા ન મળી.
    - ત્યારબાદ એક શખ્સે વીકે સિંહને જણાવ્યું કે બદૂશ શહેરમાં એક ટીલામાં ઘણી બધી લાશો દફન છે. ત્યારબાદ ભારતના રાજદૂત અને વીકે સિંહએ બદૂશમાં શોધખોળ હાથ ધરી. સિંહ અને તેમના અધિકારી બદૂશના એક ખંડેર જેવા મકાનમાં રોકાયા. તેઓ ત્યાં જમન પર સૂઈ જતા હતા.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય સંબંધિત તસવીરો

  • In Iraqs Mosul city, ISIS killed 39 Indian nationals before three years
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    સુષ્મા સ્વરાજે આ મહિને સંસદમાં કર્યો હતો ખુલાસો
  • In Iraqs Mosul city, ISIS killed 39 Indian nationals before three years
    આ ભારતીયોને જૂન 2014માં માર્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending