Divya Bhaskar

Home » National News » Latest News » National » પ્રણવ મુખર્જીનો મોર્ફ કરેલો ફોટો વાયરલ થતાં તેમની પુત્રીએ ભાજપ-સંઘ પર આક્ષેપ કર્યાં | Pranab Mukherjee morphed photo in RSS style salute goes viral

પ્રણવ દાનો ફેક ફોટો વાયરલ, દીકરીએ કહ્યું- જેનો ડર હતો તે જ થયું

Divyabhaskar.com | Updated - Jun 08, 2018, 03:17 PM

પ્રણવ મુખર્જીની પુત્રી તેમજ કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે જે વાતનો ડર હતો તે જ થયું.

  • પ્રણવ મુખર્જીનો મોર્ફ કરેલો ફોટો વાયરલ થતાં તેમની પુત્રીએ ભાજપ-સંઘ પર આક્ષેપ કર્યાં | Pranab Mukherjee morphed photo in RSS style salute goes viral
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રણવ દાના ભાષણ બાદ તેમનો ફેક ફોટો વાયરલ થયો હતો જેમાં તેઓ સંઘની પરંપરા મુજબ અભિવાદન કરતાં નજરે પડે છે

    નવી દિલ્હીઃ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુરૂવારે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના કાર્યક્રમમાં સામેલ થયા. જ્યાં પ્રણવ મુખર્જીએ RSSને સ્વયંસેવકોને સંબોધિત કર્યા અને તેઓએ રાષ્ટ્રવાદનો પાઠ ભણાવ્યો. પરંતુ પ્રણવ મુખર્જીના કાર્યક્રમ સામેલ થયાંને થોડા સમય બાદ જ તેમની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ એક તસ્વીર ટ્વીટ કરી કે જે પ્રણવ દાની જ હતી. આ તસ્વીરને ફોટોશોપની મદદથી ટ્રીટ કરાયો હતો. જેમાં પ્રણવ દા સંઘના અન્ય સ્વયંસેવકની જેમ અભિવાદન કરતાં નજરે પડે છે. તેમજ તેઓએ સંઘની ઓળખ સમાન કાળી ટોપી પણ ધારણ કરેલી છે. પરંતુ હકિકતે એવું કંઈજ થયું ન હતું.

    જે વાતનો ડર હતો તે જ થયું- શર્મિષ્ઠા


    - પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી તેમજ કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે જે વાતનો ડર હતો અને જે અંગે તેને પોતાના પિતાને સાવધ રહેવાનું કહ્યું હતું એવું જ થયું.
    - શર્મિષ્ઠાએ આરોપ લગાવ્યો કે, "જે વાતનો ડર હતો, ભાજપ/RSSના ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટે કરી હતી."
    - તેઓએ કહ્યું કે સોશિયલ મીડિયા પર છેડછાડ કરેલી તસ્વીરોમાં એવું નજર આવે છે કે પૂર્વ રાષ્ટ્રપતિ સંઘ નેતાઓ અને કાર્યકર્તાઓની જેમ અભિવાદન કરી રહ્યાં છે.

    રાજીવ ગાંધીની જેમ મોદીને મારવાનું કાવતરું, નક્સલીઓના મેલથી ખુલાસો

    શર્મિષ્ઠાનો વિરોધ


    - પ્રણવ મુખર્જીના RSSના કાર્યક્રમમાં સામેલ હોવા પહેલાં પણ શર્મિષ્ઠા મુખર્જીએ વિરોધ કર્યો હતો.
    - શર્મિષ્ઠાએ ટ્વીટ કરતાં લખ્યું હતું કે, "આશા છે કે આ ઘટના પછી પ્રણવ મુખર્જી તે વાતને માનશે કે બીજેપી કઈ હત સુધી ગંદુ રમી શકે છે."
    - તેઓએ વધુમાં લખ્યું કે, "RSS પણ આ વાત પર વિશ્વાસ નહીં કરે કે તમે તમારા ભાષણમાં તેમના વિચારોને સમર્થન કરશો."
    - તેઓએ કહ્યું હતું કે ભાષણ તો ભુલી જવાશે પરંતુ તસ્વીર બની રહેશે અને તેને ખોટા નિવેદનો સાથે પ્રસારિત કરવામાં આવશે.

    સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • પ્રણવ મુખર્જીનો મોર્ફ કરેલો ફોટો વાયરલ થતાં તેમની પુત્રીએ ભાજપ-સંઘ પર આક્ષેપ કર્યાં | Pranab Mukherjee morphed photo in RSS style salute goes viral
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠાએ ટ્વીટ કરી કહ્યું કે જે વાતનો ડર હતો તે જ થયું
  • પ્રણવ મુખર્જીનો મોર્ફ કરેલો ફોટો વાયરલ થતાં તેમની પુત્રીએ ભાજપ-સંઘ પર આક્ષેપ કર્યાં | Pranab Mukherjee morphed photo in RSS style salute goes viral
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    RSSના કાર્યક્રમમાં હાજર રહેવા અંગે પ્રણવ દાની પુત્રી શર્મિષ્ઠાએ વિરોધ કર્યો હતો
  • પ્રણવ મુખર્જીનો મોર્ફ કરેલો ફોટો વાયરલ થતાં તેમની પુત્રીએ ભાજપ-સંઘ પર આક્ષેપ કર્યાં | Pranab Mukherjee morphed photo in RSS style salute goes viral
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પ્રણવ મુખર્જીની ફેક ફોટો અને રીયલ ફોટો લઈને ટ્વીટ કરી BJP-RSS પર પ્રહાર કર્યા હતા
  • પ્રણવ મુખર્જીનો મોર્ફ કરેલો ફોટો વાયરલ થતાં તેમની પુત્રીએ ભાજપ-સંઘ પર આક્ષેપ કર્યાં | Pranab Mukherjee morphed photo in RSS style salute goes viral
    ગુરૂવારનાં RSSના કાર્યક્રમાં ઉપસ્થિત પ્રણવ દાનો રીયલ ફોટો
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending