• Home
  • National News
  • Desh
  • જોર્ડનમાં ફસાયા 12થી વધુ પંજાબીઓ| More than 12 Punjabi stuck in Jordan

જોર્ડનમાં ફસાયા 12થી વધુ પંજાબી, સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરી માગી મદદ

જોર્ડનમાં ફસાયેલા પંજાબીઓના વીઝા અને પાસપોર્ટ ટ્રાવેલ એજન્સીએ છીનવી લીધા છે તેથી તેઓ પરત નથી આવી શકતા

divyabhaskar.com | Updated - Apr 09, 2018, 09:56 AM
જોર્ડનમાં ફસાયા 12 પંજાબીઓ
જોર્ડનમાં ફસાયા 12 પંજાબીઓ

ઈરાકમાં 39 ભારતીયોના મોત બાદ કેન્દ્ર અને પંજાબ સરકાર ભલે ટ્રાવેલ એજન્ટોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી રહી હોય પરંતુ વિદેશ જનારા યુવકોને ફસાવવાના પ્રસંગો હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યા.

અજનાલા/અમૃતસરઃ ઈરાકમાં 39 ભારતીયોના મોત બાદ કેન્દ્ર અને પંજાબ સરકાર ભલે ટ્રાવેલ એજન્ટોની વિરુદ્ધ કાર્યવાહી કરવાની વાત કરી રહી હોય પરંતુ વિદેશ જનારા યુવકોને ફસાવવાના પ્રસંગો હજુ અટકવાનું નામ નથી લઈ રહ્યા. નકલી ટ્રાવેલ એજન્ટોના કારણે જોર્ડનમાં ડઝનબંધથી વધુ પંજાબી યુવક ફસાયેલા છે. એજન્ટોએ તેમના વિઝા અને પાસપોર્ટ છીનવી લીધા છે જેના કારણે તે પરત નથી આવી શકતા. કસ્બા રાજાસાંસીના ડિમ્પલ કુમાર સોશિયલ મીડિયા દ્વારા વીડિયો અને ઓડિયો મૂકી કેન્દ્રીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની મુક્તિ માટે અરજ કરી છે.

ચોરની જેમ રહે છે, કામ ન મળ્યું તો ભૂખ્યા ઊંઘે છે


સોશિયલ મીડિયા પર ડિમ્પલે વીડિયો પોસ્ટ કર્યો. જેમાં તેણે જણાવ્યું કે જોર્ડન જવા માટે એજન્ટોએ 1.5 લાખ રૂપિયા લીધા હતા. ત્યાં પહોંચતા જ વિઝા-પાસપોર્ટ છીનવી લીધા. કામ પણ ન અપાવ્યું. ચોરી-ચોરી રહેવું પડે છે. કામ મળી ગયું તો કરી લીધું નહીં તો ભૂખ્યા ઊંઘવું પડે છે. થોડા દિવસો પહેલા મોકલનારાઓએ દસ્તાવેજ લેવા માટે 40 હજાર રૂપિયા માંગ્યા હતા અને કોઈક રીતે એકત્ર કર્યા પરંતુ પછી તેઓ ફરી ગયા. તેના જેવા ડઝનબંધ લોકો અહીં ફસાયેલા છે. તમામના દસ્તાવેજ ટ્રાવેલ એજન્ટોએ પોતાના કબજામાં લઈ લીધા છે. તે લોકો સંતાઈને કામ કરે છે. હંમેશા પકડાઈ જવાનો ડર હોય છે. અનેકવાર ત્યાંના અસામાજિક તત્વો પણ તેમને ધમકાવે છે.

2013માં અદલીવાલના એજન્ટે જોર્ડન મોકલ્યા


પાનનું ખોખું ચલાવનારા ડિમ્પલના પિતા બાબૂલાલે જણાવ્યું કે તેમના બે દીકરા અને એક દીકરી છે. દીકરીના લગ્ન થઈ ગયા છે અને ડિમ્પલ મોટો છે. 2013માં ગામ અદલીવાલના એજન્ટ દ્વારા બે વર્ષના વિઝા પર જોર્ડન ગયો હતો. પહેલા દીકરાના સમાચાર મળતા રહેતા હતા પરંતુ થોડાક દિવસોથી કોઈ જાણકારી નથી મળી. જ્યારે મોકલનારાઓનો સંપર્ક કરીએ છીએ તો તે કંઈ જ સાંભળતા જ નથી.

ડર છે..ઈરાક જવો હાલ ન થાય અમારા દીકરાઓનો પણ ન થાય


ડિમ્પલની માતા ઉષા રાનીએ જણાવ્યું કે દીકરાને ઘરની આર્થિક સ્થિતિ સુધારવા માટે લાખો રૂપિયા ખર્ચ કર્યા અને એજન્ટ દ્વારા મોકલ્યો પરંતુ એજન્ટોએ તેના તમામ દસ્તાવેજ લઈ લીધા છે, જેના કારણે તે પરત નથી આવી શકતો. તે લોકોને ડર છે કે તેમના દીકરાની હાલત પણ ઈરાકમાં ફસાયેલા લોકોની જેમ ન થઈ જાય.

આગળની સ્લાઈડમાં જુઓ સંબંધિત તસવીરો

આ પહેલાં મોસુલમાં 39 ભારતીયો ફસાયા હતા અને ISISએ તેમની હત્યા કરી દીધી હતી
આ પહેલાં મોસુલમાં 39 ભારતીયો ફસાયા હતા અને ISISએ તેમની હત્યા કરી દીધી હતી
કેન્દ્રીય નેતા વી.કે સિંહ મોસુલથી 38 ભારતીયોના મૃતદેહ પરત લાવ્યા હતા.
કેન્દ્રીય નેતા વી.કે સિંહ મોસુલથી 38 ભારતીયોના મૃતદેહ પરત લાવ્યા હતા.
X
જોર્ડનમાં ફસાયા 12 પંજાબીઓજોર્ડનમાં ફસાયા 12 પંજાબીઓ
આ પહેલાં મોસુલમાં 39 ભારતીયો ફસાયા હતા અને ISISએ તેમની હત્યા કરી દીધી હતીઆ પહેલાં મોસુલમાં 39 ભારતીયો ફસાયા હતા અને ISISએ તેમની હત્યા કરી દીધી હતી
કેન્દ્રીય નેતા વી.કે સિંહ મોસુલથી 38 ભારતીયોના મૃતદેહ પરત લાવ્યા હતા.કેન્દ્રીય નેતા વી.કે સિંહ મોસુલથી 38 ભારતીયોના મૃતદેહ પરત લાવ્યા હતા.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App