મોદી રાજમાં ન આતંકવાદ અટક્યો, ન સીમા પર ગોળીબાર- વધી જવાનોની શહીદી

આતંકવાદ કે કાશ્મીર મુદ્દે કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યા નથી. બદલામાં શહીદોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

divyabhaskar.com | Updated - May 25, 2018, 12:22 PM
કાશ્મીરમાં બુરહાન વાણીની ગેં
કાશ્મીરમાં બુરહાન વાણીની ગેં

નેશનસ ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારને ચાર વર્ષ પૂરા થવા આવી રહ્યા છે ત્યારે હવે તેમની સરકારના લેખા-જોખા થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2014 દરમિયાન જે અંદાજમાં આતંકવાદને હટાવવા સખત પગલાં લેવાનો વાયદો કર્યો હતો. તે સમયે લોકોને લાગ્યું હતું કે, મોદી દેશના વડાપ્રધાન બનશે તો આતંકવાદની ઘટના ઓછી થશે. ખાસ કરીને જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન સીમાપારથી આતંકવાદ ફેલાવાની હિંમત નહીં કરે. સીમા પર રોજ શહીદ થતા જવાનોની સંખ્યામાં પણ ઘટાડો થશે. પરંતુ મોદી સરકારને ચાર વર્ષ પૂરા થવા આવ્યા છે તેમ છતાં આતંકવાદ કે કાશ્મીર મુદ્દે કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યા નથી. બદલામાં શહીદોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે.

સીમા પર જવાનોની શહીદી વધી


- એવું નથી કે આતંકવાદ મુદ્દા પર છેલ્લા ચાર વર્ષમાં આપણી સેનાએ કોઈ કાર્યવાહી નથી કરી. ભારતીય સેનાએ આતંકવાદનો મુકાબલો કર્યો છે અને જડબાતોડ જવાબ પણ આપ્યો છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં. પરંતુ અંતે સવાલ ઊભો થાય છે કે, આ બધુ કઈ કિંમતે થઈ રહ્યું છે. આંકડાકિય માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદીની સરકારના આ ચાર વર્ષોમાં ઘણાં આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે પરંતુ હકીકત એ પણ છે કે, સીમા પર તહેનાત ભારતીય જવાનોની શહીદીની સંખ્યા પણ આ ચાર વર્ષ દરમિયાન ઘણી વધી ગઈ છે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા હતા મોદી, પોતે પણ ન અટકાવી શક્યા આતંકવાદ


- લોકસભા ચૂંટણી 2014ના પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદીએ તે સમયની સરકાર પર પ્રહાર કરતા કહ્યું હતું કે, એક તરફ પાકિસ્તાન ભારતમાં આતંકી હુમલા કરી રહ્યા છે અને બીજી બાજુ કોંગ્રેસની સરકાર પાકિસ્તાનને પ્રેમ ભરેલી ચિઠ્ઠીઓ મોકલી રહ્યા છે. મોદીએ ત્યારે એવુ પણ કહ્યું હતું કે, પાકિસ્તાન જે ભાષામાં સમજે તે ભાષામાં સરકારે તેમને જવાબ આપવો જોઈએ.
- તે સાથે જ મોદીએ એવું પણ કહ્યું હતું કે, દેશની સીમા, દેશની સેના, સીઆરપીએફ બળ, તમામ સુરક્ષા બળ, સેટેલાઈટ, મોબાઈલ નેટવર્ક, બેન્કિંગ નેટવર્ક દરેક કેન્દ્ર સરકારના નિયંત્રણમાં છે. તો પછી આતંકવાદને અટકાવતા કોણ રોકી શકે? પરંતુ કેન્દ્ર સરકાર અને PMની ગાદી સંભાળ્યા પછી નરેન્દ્ર મોદી પણ આતંકવાદ ઉપર લગામ લગાવી શક્યા હોય તેવું લાગતું નથી. બદલામાં પાકિસ્તાનના જમ્મુ-કાશ્મીર પર હુમલા વધી ગયા છે અને જમ્મુ-કાશ્મીરમાં અસ્થિરના માહોલ ઊભો થયો છે.

આગળની સ્લાઈડમાં વાંચો: આતંકવાદને નાથવામાં મનમોહન કરતા કમજોર રહ્યા મોદી

X
કાશ્મીરમાં બુરહાન વાણીની ગેંકાશ્મીરમાં બુરહાન વાણીની ગેં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App