મોરારિ બાપુ કથામાં મોદીનાં વખાણ કરતા હતા એટલે જીત્યો: કોંગ્રેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: ગુજરાતનાં ચૂંટણી પરિણામોના લગભગ એક મહિના બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે સમીક્ષા બેઠક બોલાવી. ગુજરાતમાં પક્ષના નિરીક્ષક રહેલા ત્રણ રાજ્યોના લગભગ 200 નેતા 15, જીઆરજી રોડ સ્થિત પક્ષના વૉરરૂમમાં પહોંચ્યા. રાહુલે પૂછ્યું કે જીએસટી વિરુદ્ધ વેપારીઓની ભારે નારાજગી છતાં સુરતમાં ભાજપ કેવી રીતે જીત્યોω જવાબમાં નિરીક્ષકોએ કહ્યું કે સુરતમાં મોરારિ બાપુની કથાઓમાં થયેલા મોદીના પ્રચારે ભાજપને જીતાડ્યો. મોરારિ બાપુ દરેક કથામાં મોદીને દેશભક્ત ગણાવતા લોકોને વિશ્વાસ અપાવતા હતા કે જીએસટીના ભાવ એ જ ઘટાડશે.


નિરીક્ષક રહેલા કોંગ્રેસના વિધાનસભ્ય સુખરામ બિશ્નોઈએ કહ્યું કે ભાજપે ચાલાકીથી હાર્દિક પટેલની ભીડવાળી સભાઓના તોડ સ્વરૂપે મોરારિ બાપુની કથાઓ રખાવી. કથાઓએ ભાજપના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી. રાહુલે નિરીક્ષકોને એક-એક કરીને ચૂંટણી સંબંધી અનુભવ પણ પૂછ્યા. બેઠક પહેલાં તેમણે ચિઠ્ઠી મારફત બધા પાસેથી નામ માંગ્યા. કેટલીક ચિઠ્ઠીઓ કાઢીને સવાલ પૂછવા માટે મંચ પરથી નામ બોલવામાં આવ્યાં. બેઠકમાં ગુજરાતના પ્રભારી અશોક ગેહલોત, ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકી પણ હાજર હતા. નિરીક્ષકોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને હરિયાણાના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.


  
- મોરારિ બાપુ કથાઓમાં કહેતા હતા - મોદી દેશભક્ત છે, તે જ જીએસટી દર ઘટાડશે
- ભાજપે હાર્દિક પટેલની ભીડવાળી સભાઓના તોડ રૂપે મોરારિ બાપુની કથાઓ યોજી
- અલ્પેશ-જિજ્ઞેશ મત અપાવી શક્યા નહીં, ચૂંટણી લડાવી ન હોત તો ફાયદો થાત


 નિરીક્ષકોએ કહ્યું કે અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીનું કોંગ્રેસને વધુ માઈલેજ મળ્યું નહીં. ચૂંટણી લડાવવાના બદલે જો હાર્દિકની જેમ તેમની સભાઓ કરાવી હોત તો કોંગ્રેસની સરકાર બની હોત. રાધનપુરમાં નિરીક્ષક રહેલા મહાવીરસિંહ રાજપુરોહિતે કહ્યું કે અલ્પેશના કહેવાથી તેમના સમર્થકોને કોંગ્રેસની 12 ટિકિટ અપાઈ. તેમાંથી મોટા ભાગના હારી ગયા. કોંગ્રેસે જો તેમના ઉમેદવાર ઉતાર્યા હોત તો 12માંથી 10 બેઠકો પાક્કી મળી હોત.

 

સૈન્ય માટે રામકથા યોજાઈ હતી

 

ચૂંટણી સમયે જ મોરારી બાપુની કથા સુરતમાં ચાલતી હતી. ભારતીય લશ્કરના જવાનો માટે વિશેષરૂપે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા દ્વારા મેળવાયેલું દાન સૈનિકોના કલ્યાણ અર્થે વાપરવાનું જાહેર થયું હતું. આ કથા દરમિયાન બાપુએ દેશભક્તિની સાથે આડકતરી રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ વખાણ કર્યા હતા.

 

અન્ય સમાચારો પણ છે...