ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» મોનસૂન મહારાષ્ટ્ર અને ગોવા તરફ આગળ વધી રહ્યું છે | Serval died in Karnataka flood Monsoon

  મહારાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, થાણેમાં વૃક્ષો રસ્તા પર, 13 રાજ્યોમાં એલર્ટ

  Divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 08:51 PM IST

  હવામાન વિભાગે 13 રાજ્યોમાં આંધી તોફાનની સાથે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
  • કેરળના અરબ સાગરના તટો પર એકઠાં થયેલાં મોનસૂની વાદળો પર લાઈફ ગાડર્સ નજર રાખી રહ્યાં છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   કેરળના અરબ સાગરના તટો પર એકઠાં થયેલાં મોનસૂની વાદળો પર લાઈફ ગાડર્સ નજર રાખી રહ્યાં છે

   બેંગલુરુ/નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ચોમાસુ પહોંચી ગયું અને રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. થાણેમાં વાવાઝોડાના કારણે વૃક્ષો ઉખડીને રસ્તા વચ્ચે પડ્યા છે. મુંબઇની હવામાન કચેરીએ વીજળીના ચમકારા સાથે વરસાદ, વાવાઝોડાની ચેતવણી આપી છે.

   13 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની એલર્ટ

   હવામાનની આગાહી કરતી એજન્સીઓ અનુસાર, 6થી 10 જૂન વચ્ચે પશ્ચિમી ઘાટ, કોંકણ, ગોવા અને મુંબઇમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદથી પૂરનું પણ જોખમ જણાય છે. તેથી લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે સોમવારે 13 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની એલર્ટ જાહેર કરી છે. મુંબઇમાં શનિવારે આંધી-તોફાન અને વીજળી પડવાની ઘટનામાં 3 લોકોના મોત થયા હતા.

   આ રાજ્યોમાં એલર્ટ

   હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી સોમવારે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રના વિદર્ભ-કોંકણ, ગોવા, તામિલનાડુ, તેલાંગાના, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશમાં આંધી તોફાન સાથે વરસાદ થઈ શકે છે.

   અહીં ભારે વરસાદ પડી શકે છે

   આંદામાન નિકોબાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાના, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને કેરળ.

   કર્ણાટકમાં વરસાદના કહરથી 5નાં મોત

   દક્ષિણ ભારતમાં મોનસૂન આવવાની સાથે જ અનેક વિસ્તારોમાં તેજ વરસાદ થઈ રહ્યો છે. તો ઉત્તર ભારતમાં અસહ્ય ગરમીની અસર યથાવત છે. કર્ણાટકમાં વરસાદથી છેલ્લાં 24 કલાકમાં ઘટેલી ઘટનાઓને કારણે પાંચ લોકોના મોત નિપજ્યાં છે. મોનસૂન મહારાષ્ટ્ર અને ગોવા તરફ આગળ વધી રહ્યું છે. અહીં છેલ્લાં બે દિવસથી વરસાદ નોંધાયો છે. આગામી બે-ત્રણ દિવસમાં મોનસૂન ત્રિપુરા, મેઘાલયના કેટલાંક ભાગો, પશ્ચિમી બંગાળ અને સિક્કિમ પહોંચી જશે.

   કર્ણાટકના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

   - દક્ષિણના મોટા ભાગના વિસ્તારોમાં રવિવારે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડ્યો. કર્ણાટકના અનેક વિસ્તારોમાં 7 સેમી વરસાદ થવાથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. નદી-નાળાના જળસ્તરમાં વધારો થયો છે. તો ખેતરમાં પાકને પણ નુકસાન થયું છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ-પશ્ચિમ મોનસૂન દક્ષિણના લગભગ તમામ રાજ્યો, બંગાળની ખાડી, આસામ અને અરૂણાચલ પ્રદેશ પહોંચી ગયું છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • 29 મેનાં રોજ મેંગલોરમાં ભારે વરસાદને કારણે આવેલાં પૂરમાં સ્કૂલના બાળકોને ફાયર બ્રિગેડના જવાનો બચાવ્યાં હતા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   29 મેનાં રોજ મેંગલોરમાં ભારે વરસાદને કારણે આવેલાં પૂરમાં સ્કૂલના બાળકોને ફાયર બ્રિગેડના જવાનો બચાવ્યાં હતા

   બેંગલુરુ/નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ચોમાસુ પહોંચી ગયું અને રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. થાણેમાં વાવાઝોડાના કારણે વૃક્ષો ઉખડીને રસ્તા વચ્ચે પડ્યા છે. મુંબઇની હવામાન કચેરીએ વીજળીના ચમકારા સાથે વરસાદ, વાવાઝોડાની ચેતવણી આપી છે.

   13 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની એલર્ટ

   હવામાનની આગાહી કરતી એજન્સીઓ અનુસાર, 6થી 10 જૂન વચ્ચે પશ્ચિમી ઘાટ, કોંકણ, ગોવા અને મુંબઇમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. ભારે વરસાદથી પૂરનું પણ જોખમ જણાય છે. તેથી લોકોને ઘરોમાં રહેવાની સલાહ આપવામાં આવી છે. હવામાન વિભાગે સોમવારે 13 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની એલર્ટ જાહેર કરી છે. મુંબઇમાં શનિવારે આંધી-તોફાન અને વીજળી પડવાની ઘટનામાં 3 લોકોના મોત થયા હતા.

   આ રાજ્યોમાં એલર્ટ

   હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી સોમવારે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રના વિદર્ભ-કોંકણ, ગોવા, તામિલનાડુ, તેલાંગાના, કર્ણાટક અને તટીય આંધ્રપ્રદેશમાં આંધી તોફાન સાથે વરસાદ થઈ શકે છે.

   અહીં ભારે વરસાદ પડી શકે છે

   આંદામાન નિકોબાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, તેલંગાના, રાયલસીમા, તટીય આંધ્રપ્રદેશ અને કેરળ.

   કર્ણાટકમાં વરસાદના કહરથી 5નાં મોત

   દક્ષિણ ભારતમાં મોનસૂન આવવાની સાથે જ અનેક વિસ્તારોમાં તેજ વરસાદ થઈ રહ્યો છે. તો ઉત્તર ભારતમાં અસહ્ય ગરમીની અસર યથાવત છે. કર્ણાટકમાં વરસાદથી છેલ્લાં 24 કલાકમાં ઘટેલી ઘટનાઓને કારણે પાંચ લોકોના મોત નિપજ્યાં છે. મોનસૂન મહારાષ્ટ્ર અને ગોવા તરફ આગળ વધી રહ્યું છે. અહીં છેલ્લાં બે દિવસથી વરસાદ નોંધાયો છે. આગામી બે-ત્રણ દિવસમાં મોનસૂન ત્રિપુરા, મેઘાલયના કેટલાંક ભાગો, પશ્ચિમી બંગાળ અને સિક્કિમ પહોંચી જશે.

   કર્ણાટકના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

   - દક્ષિણના મોટા ભાગના વિસ્તારોમાં રવિવારે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ પડ્યો. કર્ણાટકના અનેક વિસ્તારોમાં 7 સેમી વરસાદ થવાથી પૂર જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. નદી-નાળાના જળસ્તરમાં વધારો થયો છે. તો ખેતરમાં પાકને પણ નુકસાન થયું છે. હવામાન વિભાગ મુજબ દક્ષિણ-પશ્ચિમ મોનસૂન દક્ષિણના લગભગ તમામ રાજ્યો, બંગાળની ખાડી, આસામ અને અરૂણાચલ પ્રદેશ પહોંચી ગયું છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મોનસૂન મહારાષ્ટ્ર અને ગોવા તરફ આગળ વધી રહ્યું છે | Serval died in Karnataka flood Monsoon
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `