તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખુલાસો: પીડિતાની જણાવેલી એક-એક વાત નીકળી સાચી, છોકરીઓના રૂમની પાસે જ રહેતો હતો હેવાનનો રૂમ, જ્યારે મન થાય ત્યારે કરતો ગંદું કામ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રૂમની પાસે પહોંચતા જ આરોપીને યાદ આવી ગઈ તમામ કરતૂતો - Divya Bhaskar
રૂમની પાસે પહોંચતા જ આરોપીને યાદ આવી ગઈ તમામ કરતૂતો

હોશંગાબાદ (મધ્યપ્રદેશ): માલાખેડીના સાંઈ વિકલાંગ આશ્રમમાં દિવ્યાંગ વિદ્યાર્થિનીઓ અને અન્ય બાળકો સાથે જબરદસ્તી કરનારા આરોપી અવસ્થીના ગુનાના પડળો એક પછી એક ખુલી રહ્યા છે. શુક્રવારે પણ ઘણા ખુલાસાઓ થયા. શુક્રવારે પોલીસ એમપી અવસ્થીને લઈને સાંઈ વિકલાંગ આશ્રમ ગઈ હતી. અહીંયા ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવ્યું. એટલે કે જે પીડિતાએ જણાવ્યું તે પ્રમાણે જ અવસ્થીએ પણ આશ્રમમાં સંપૂર્ણ વ્યવસ્થાની જાણકારી આપી. તેમાં પીડિતાના રૂમની પાસે જ અવસ્થીનો પણ રૂમ હતો. જ્યારે તે ભોપાલથી આવતો તો ત્યાં રોકાતો હતો. આ સાથે જ પીડિતા ઉપરાંત અન્ય બાળકોના નામ પણ રજિસ્ટરમાંથી મળ્યા છે. 

 

રૂમની પાસે પહોંચતા જ આરોપીને યાદ આવી ગઈ તમામ કરતૂતો

 

- એસપી અરવિંદ સક્સેનાએ જણાવ્યું કે દિવ્યાંગ વિદ્યાર્થિની સાથે રેપ કરનાર આરોપી એમપી અવસ્થીના બે દિવસના રિમાંડ પૂરા થઈ ગયા છે. રિમાંડ પૂરા થતા પહેલા શુક્રવારે પોલીસ તેને લઈને માલાખેડી ગઈ. અહીંયા પહોંચતા જ અવસ્થીને પોતાની કરતૂતો યાદ આવી ગઈ. તેણે તે બધું જણાવ્યું જે પોલીસ જાણવા માંગતી હતી. 

- અવસ્થીએ જણાવ્યું કે તે બાળકોના રૂમની પાસેના જ રૂમમાં રહેતો હતો. તેણે આશ્રમની તિજોરીમાં રાખેલા દસ્તાવેજો, ફાઈલો પણ પોલીસને આપી છે. 
- આશ્રમમાંથી મળેલા દસ્તાવેજ અને રજિસ્ટરમાં દિવ્યાંગ વિદ્યાર્થિની સહિત અન્ય ફરિયાદીઓના નામ પણ છે. આ એ ફરિયાદીઓ છે જેમણે અવસ્થી પર જબરદસ્તી કરવાનો આરોપ લગાવ્યો છે. 
- આશ્રમમાં પૂછપરછ થવા પર અને રજિસ્ટ જપ્ત થયા પછી પોલીસે તેને જેલ મોકલી દીધો છે. હવે અહીંયાથી તેને મુખ્ય જેલ ભોપાલ મોકલવામાં આવશે. 

 

હજુ બીજા બાળકોના કેસમાં ધરપકડ બાકી

 

પોલીસ સ્ટેશનના ટીઆઇ ટી સપ્રેએ જણાવ્યું કે એમપી અવસ્થી પર જબરદસ્તી કરવાના બે મામલા છે. તેમાંથી એક મામલે ધરપકડ થઈ ચૂકી છે. હજુ બીજા મામલામાં ધરપકડ થવાની બાકી છે. તેને જેલમાંથી કાઢીને ધરપકડ કરવામાં આવશે. ત્યારબાદ તે મામલે વધુ પૂછપરછ થશે. પૂછપરછમાં બીજા સેંકડો ખુલાસાઓ પણ થશે. નિયમ પ્રમાણે ધરપકડ પછી અવસ્થીને એકવાર ફરી રિમાંડ પર લેવામાં આવશે, તેમાં પૂછપરછ થશે. 

 

પોલીસને મળ્યા પુરાવા: રજિસ્ટર, દસ્તાવેજો ખોલશે વધુ રહસ્યો

 

માલાખેડીના સાંઈ વિકલાંગ આશ્રમમાં જબરદસ્તી કરનાર આરોપી એમપી અવસ્થીને પોલીસે બે દિવસના રિમાંડ પર લીધો હતો. આ દરમિયાન તે કહેતો રહ્યો કે તેણે કોઇ અપરાધ નથી કર્યો. મને જબરદસ્તી ફસાવવામાં આવ્યો છે. જોકે પોલીસે પોતાનું કામ કર્યું અને તેના વિરુદ્ધ મજબૂત પુરાવાઓ ભેગા કરી લીધા છે. ટીઆઇ ટી સપ્રેએ જણાવ્યું કે બે બાળકો સાથે થયેલા રેપ મામલે હજુ પહેલા મામલાની તપાસ ચાલી રહી છે. અમને સાંઈ આશ્રમમાંથી ઘણા પુરાવા મળ્યા છે.

 

મીડિયા સાથે વાત કરવાથી બચતો રહ્યો અવસ્થી

 

મીડિયા અવસ્થી સાથે વાત કરવા માંગી પરંતુ તે મોં સંતાડતો રહ્યો. એક દિવસ પહેલા પણ પોલીસ તેને જિલ્લા હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરાવવા માટે લઇને પહોંચી હતી. અહીંયા પણ તેણે મીડિયા સાથે કોઇ વાત કરી ન હતી. અવસ્થી મીડિયાથી પહેલા પણ બચતો રહ્યો. ગુરૂવારે અવસ્થી ગુસ્સે થઈને બોલ્યો- હવે કોઇની સાથે વાત નથી કરવી. 

 

બંધ થઈ ચૂક્યો છે આશ્રમ

 

- માલાખેડી આશ્રમ 2017થી બંધ થઈ ચૂક્યો છે. ફેબ્રુઆરી 2017માં દિવ્યાંગ વિદ્યાર્થિનીએ મારપીટ અને અશ્લીલ હરકતો કરી હોવાની ફરિયાદ કરી હતી. જોકે પોલીસ તપાસ તો નહોતી થઈ પરંતુ સામાજિક ન્યાય વિભાગ અને પ્રશાસને પહેલા તો ગ્રાન્ટ બંધ કરી દીધી હતી અને ત્યારબાદ આશ્રમ બંધ કરી દીધો હતો. આ આશ્રમ અવસ્થીના મકાનમાં ચાલી રહ્યો હતો. હવે તે આ મકાન વેચવા માંગે છે.  

- પોલીસ કેંદ્રીય જેલમાં બંધ આરોપી એમપી અવસ્થીને ભોપાલ જેલ મોકલશે. સૌથી પહેલા ભોપાલમાં જ એફઆઇઆપ નોંધાઈ છે.