ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Mohammadia Begum rescued from Pakistan after Sushma Swaraj help

  પાક.માં ફસાયેલી મોહમ્મદી 21 વર્ષે સ્વદેશ પરત, સુષ્માએ કરી હતી મદદ

  Divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 05:11 PM IST

  મોહમ્મદી બેગમના નિકાહ 1996માં ઓમાનમાં રહેતાં મોહમ્મદ યુનિસની સાથે થયા હતા.
  • હું મારા પતિની સાથે 10 વર્ષથી ઓમાનથી પાકિસ્તાન ગઈ હતી. પતિ દરરોજ મને મારતો હતો- મોહમ્મદી બેગમ
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હું મારા પતિની સાથે 10 વર્ષથી ઓમાનથી પાકિસ્તાન ગઈ હતી. પતિ દરરોજ મને મારતો હતો- મોહમ્મદી બેગમ

   નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં પતિના ચંગુલમાં ફંસાયેલી હૈદરાબાદની મોહમ્મદી બેગમ અંતે 21 વર્ષ પછી બુધવારે વતન પરત ફરી છે. પરિવારની ગુહાર પર વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે તેમના માટે ન માત્ર વિઝા જાહેર કર્યાં, પરંતુ જ્યારે તેમને ખબર પડી કે મોહમ્મદી પાસે પૈસા નથી તો તેઓએ તેની ટિકિટની પણ વ્યવસ્થા કરી હતી. મોહમ્મદીને હૈદરાબાદમાં તેના પરિવાર પાસે પહોંચાડવામાં આવી છે. તે પોતાના 3 દીકરા અને 2 દીકરીઓને પાકિસ્તાનમાં જ છોડીને આવી છે.

   1996માં ફોન પર થયાં હતા નિકાહ

   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, હૈદરાબાદના યુકતપુરામાં રહેતી મોહમ્મદી બેગમના નિકાહ 1996માં ઓમાનમાં રહેતાં મોહમ્મદ યુનિસની સાથે થયા હતા. નિકાહનું કબૂલાનામું ફોન પર જ થયું હતું.
   - મોહમ્મદીના પિતા અકબર અને માતા હાઝરા બેગમે જણાવ્યું કે તે સમયે યુનિસે પોતાને ઓમાનનો નાગરિક ગણાવ્યો હતો. નિકાહ પછી મોહમ્મદીને તેના પરિવારે યુનિસની પાસે ઓમાન મોકલી દીધી હતી. ત્યાં પહોંચીને તેને ખ્યાલ આવ્યો કે તે પાકિસ્તાની છે.

   10 વર્ષ પહેલાં પતિ લઈ ગયો હતો પાકિસ્તાન

   - મોહમ્મદીના માતા-પિતાએ જણાવ્યું કે લગભગ 10 વર્ષ પહેલાં યુનિસ તેની પુત્રીને ઓમાનથી પાકિસ્તાન લઈ ગયો હતો.
   - તેમનો આરોપ છે કે યુનિસના નિકાહ પછી મોહમ્મદીને પરિવાર સાથે ફોન પર વાત પણ ન કરવા દીધી તેમજ તેને ભારત પણ ન આવવા દીધી.

   યૂટ્યુબન માધ્યમથી પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું

   - ગત વર્ષે મોહમ્મદીએ યૂટ્યુબ પર વીડિયો અપલોડ કરી પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. તેનું કહેવું હતું તેને દગો આપવામાં આવ્યો છે. પતિ તેને મારતો હતો અને તે ભારત આવવા માગતી હતી.
   - આ વાત વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને જાણ થઈ તો તેઓએ મોહમ્મદી માટે નવેમ્બરમાં 30 દિવસના વિઝા ઈશ્યૂ કરાવ્યાં હતા.

   પૈસા ન હતા તો ટિકિટની પણ વ્યવસ્થા કરી દીધી

   - મોહમ્મદના વિઝા ની તારીખ 16 ડિસેમ્બર સુધીની હતી. પરંતુ પતિ તેને આવવા જ દેતો ન હતો.
   - જે બાદ પરિવારે સુષ્મા સ્વરાજ સમક્ષ ફરી અરજી કરી હતી. તેઓએ જણાવ્યું કે મોહમ્મદીનો પતિ તેને ટિકિટ માટે પૈસા નથી આપતો. સાથે જ વિઝા ની તારીખ પણ ખતમ થવાની છે.
   - જે બાદ સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી વિશ્વાસ અપાવ્યો કે ટિકિટની વ્યવસ્થા પણ કરવામાં આવશે.
   - મીડિયા રિપોર્ટસ મુજબ પાકિસ્તાન સ્થિત ભારતીય દૂતાવાસે ન માત્ર મોહમ્મદીના વિઝા ની તારીખ વધારી, પરંતુ તેના માટે એર ટિકિટની પણ વ્યવસ્થા કરી હતી.

   ભારત આવીને મોહમ્મદીએ શું કહ્યું?

   - મોહમ્મદીએ કહ્યું કે, "હું મારા પતિની સાથે 10 વર્ષથી ઓમાનથી પાકિસ્તાન ગઈ હતી. પતિ દરરોજ મને મારતો હતો. હું ઘણી જ ખુશ છું કે મારા પરિવારની પાસે પરત ફરી છું. મને એવું લાગે છે કે મારા માટે તો આજે જ ઈદ છે."
   - મોહમ્મદીના પરિવારે તે વતન પરત ફરતાં સુષ્મા સ્વરાજનો આભાર માન્યો હતો.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા માટે આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • મોહમ્મદીના પરિવારે તે વતન પરત ફરતાં સુષ્મા સ્વરાજનો આભાર માન્યો હતો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોહમ્મદીના પરિવારે તે વતન પરત ફરતાં સુષ્મા સ્વરાજનો આભાર માન્યો હતો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mohammadia Begum rescued from Pakistan after Sushma Swaraj help
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `