Home » National News » Latest News » National » 2019ની ચૂંટણી ફ્રેમમાં મોદીની યોજનાઓ અને કામ કેટલાં ફિટ | Modis fourth year, Bhaskar DOne countrys largest survey

ભાસ્કર સર્વેઃ મોદી સરકારના કામકાજને વાચકોએ 10માંથી આપ્યા 8 અંક

Divyabhaskar.com | Updated - May 18, 2018, 03:23 PM

80% લોકોએ કહ્યું - દુષ્કર્મીઓને ફાંસી સારો નિર્ણય, 54% મોંઘવારી વધવા, નોકરીઓ ન મળવાથી નિરાશ

 • 2019ની ચૂંટણી ફ્રેમમાં મોદીની યોજનાઓ અને કામ કેટલાં ફિટ | Modis fourth year, Bhaskar DOne countrys largest survey
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  ભાસ્કર ન્યૂઝ નેટવર્ક: મોદી સરકારનાં ચાર વર્ષના કામકાજ પર દેશના સૌથી મોટા સરવેનાં પરિણામ આવી ગયાં છે. ભાસ્કર સરવેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઊભરીને સામે આવી છે. જોકે, વધતી મોંઘવારી અને ઘટતી નોકરીઓ સામાન્ય લોકોની નારાજગીનું સૌથી મોટું કારણ છે. સરવેમાં ભાગ લેનારા 70 ટકા લોકો મુજબ મોદી હજી પણ લોકપ્રિય છે. તેમાંથી 47 ટકા મુજબ તો તે અત્યારે 2014થી પણ વધુ લોકપ્રિય છે. મોંઘવારી અને ઘટતી નોકરીઓને 54 ટકા લોકોએ સરકારની સૌથી મોટી નિષ્ફળતારૂપે પસંદ કર્યા છે.સરવેમાં 12 વર્ષથી ઓછી વયની બાળકીઓ પર દુષ્કર્મના ગુનેગારોને ફાંસી આપવાના નિર્ણયની 80 ટકા લોકોએ પ્રશંસા કરી.


  54% મોંઘવારી વધવા, નોકરીઓ ન મળવાથી નિરાશ


  સરવેમાં 85 ટકા લોકોનું માનવું છે કે મોદી 2019માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં ફરીથી સરકાર બનાવી લેશે. 53 ટકાનું માનવું છે કે વિપક્ષ એકત્ર પણ થઈ જાય તોપણ મોદીને હરાવી નહીં શકે. આમ, એકંદરે જોઈએ તો મોદીનાં ચાર વર્ષમાં સૌથી મોટું કામ સર્જિકલ સ્ટ્રાઈક રહ્યું. સૌથી વધુ 92 ટકા લોકોએ તેને સારું ગણાવ્યું. ત્યાં એક અન્ય મુખ્ય સવાલના જવાબમાં 52 ટકા લોકોએ કહ્યું - રાહુલ ગાંધી પહેલાંની સરખામણીમાં વધુ પરિપક્વ થયા છે. જોકે તેમાં 22 ટકા લોકો જ એવા છે જે માને છે કે તે મોદીને ટક્કર આપી શકે છે. ટ્રિપલ તલાકનો અંત વડાપ્રધાન મોદી માટે મુસ્લિમ વિશ્વાસનો આધાર બન્યો. 68 ટકા લોકો માને છે કે આ મોટા પગલાં મારફત મોદીએ મુસ્લિમ મહિલાઓનો વિશ્વાસ જીત્યો છે.


  તમારા ભરોસા પર કેટલી ખરી ઉતરી મોદી સરકાર


  સ્વચ્છ ભારત- સૌથી સારી યોજના: 90% લોકો માને છે સ્વચ્છ ભારત સૌથી સારી
  વિદેશમાં શાખ- સૌથી મોટી ઉપલબ્ધિ: 56% લોકો માને છે કે વિશ્વમાં ભારતની શાખ વધી
  વિદેશમાં શાખ વધારવાને 56% પુરુષો, જ્યારે 47% મહિલાઓએ મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ માની.
  ઓવરઓલ રેટિંગ- (8/10): ગત વર્ષે થયેલા ભાસ્કર સરવેમાં મોદી સરકારના કામકાજને દસમાંથી સાત પોઈન્ટ મળ્યા હતા.
  33% લોકોએ મોદી સરકારનાં ચાર વર્ષના કામને 10માંથી 10 પોઇન્ટ આપ્યા. અેટલે કે તેમણે તેને ખૂબ સારું માન્યું. જોકે
  10% લોકો એવા પણ હતા જેમણે મોદીને 10માંથી 1 પોઈન્ટ આપ્યો. એટલે કે તેમણે મોદી સરકારના કામને સૌથી ખરાબ માન્યા.


  જે સવાલ પર સૌથી વધુ લોકોએ જવાબ આપ્યા


  - મોદીની લોકપ્રિયતા?
  સૌથી વધુ 2,80,136 લોકોએ આ સવાલનો જવાબ આપ્યો. સૌથી વધુ રાજસ્થાનમાંથી 75,787 લોકોએ તેનો જવાબ આપ્યો.


  - સરવેમાં ભાગ લેનારા...
  - 18-35 વર્ષના યુવાનોએ સૌથી વધુ સરવેમાં ભાગ લીધો છે. કુલ 61 ટકા આ વયજૂથના છે.
  - તેમાં 65 ટકા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કેટેગરીના છે. 36 ટકા લોકો નોકરિયાત, 23 ટકા વેપારી અને 22 ટકા વિદ્યાર્થી છે.

  આગળ વાંચો: દેશના ભવિષ્ય સાથે જોડાયેલા પાંચ સૌથી મહત્ત્વપૂર્ણ સવાલ

 • 2019ની ચૂંટણી ફ્રેમમાં મોદીની યોજનાઓ અને કામ કેટલાં ફિટ | Modis fourth year, Bhaskar DOne countrys largest survey
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  પંજાબમાં 28% લોકો માને છે કે રાહુલ પરિપક્વ થયા છે, મોદીને ટક્કર આપી શકે છે.

  દેશના ભવિષ્ય સાથે જોડાયેલા પાંચ સૌથી મહત્ત્વપૂર્ણ સવાલ...


  23% લોકો માને છે કે મોદી 2014ની જેમ આજે પણ એટલા જ લોકપ્રિય છે 


  1) શું મોદીની લોકપ્રિયતા 2014ની તુલનાએ વધી છે?
  47% અનુસાર પીએમ મોદી પહેલાંથી વધારે લોકપ્રિય થયા છે.
  23% લોકોએ કહ્યું કે મોદી આજે પણ પહેલાં જેટલા જ લોકપ્રિય. 
  30% લોકોએ કહ્યું કે મોદીની લોકપ્રિયતા 2014ની તુલનાએ ઘટી છે. 

  વિદ્યાર્થી : 51%એ કહ્યું : મોદીની લોકપ્રિયતા પહેલાંથી વધી છે.
  જોકે 2017ના સરવેમાં મોદીને 8માંથી 10 પોઇન્ટ આપનાર 18 થી 25 વર્ષના 65% યુવા હતા. આ સરવેમાં 59% યુવાઓએ મોદીને 8 કે તેનાથી વધારે પોઈન્ટ આપ્યા છે. 


  જ્યાં ભાજપ નથી
  પંજાબમાં જ્યાં કોંગ્રેસની સરકાર છે ત્યાં સર્વાધિક 44% લોકોએ કહ્યું : મોદી પહેલાં જેટલા  લોકપ્રિય નથી. જ્યારે ટીઆરએસ શાસિત તેલંગાણામાં 43% એવા હતા જેમણે કહ્યું: મોદી પહેલાં જેટલા લોકપ્રિય નથી. 


  2) શું રાહુલ હવે મોદીને ટક્કર આપતા દેખાય છે?


  48% લોકોએ કહ્યું કે તે જેવા હતા એવા જ છે. મોદી અને તેમનો કોઈ મુકાબલો નથી. 
  30% એ કહ્યું પરિપક્વ થયા, મોદીને ટક્કર નથી આપી શકતા.
  22% રાહુલ પરિપક્વ થયા, મોદીને ટક્કર આપી શકે છે. 
  યુવા :  45થી ઓછી ઉંમરના 47% લોકોએ કહ્યું : રાહુલ ગાંધી જેવા હતા એવા જ છે.
  મહિલા :  ફક્ત 29% ને લાગે છે કે રાહુલ, મોદીને ટક્કર આપી શકે છે. 
  વૃદ્ધ : 55% માને છેકે રાહુલ જેવા હતા એવા જ છે. મોદી સાથે કોઈ મુકાબલો નથી. 
  જ્યાં કોંગ્રેસ : પંજાબમાં 28% લોકો માને છે કે રાહુલ પરિપક્વ થયા છે, મોદીને ટક્કર આપી શકે છે. 
  જ્યાં ભાજપ : ભાજપની સરકારવાળા આસામમાં 77% માને છે કે રાહુલ પરિપક્વ છે તે મોદીને ટક્કર આપી શકે છે. 


  3) શું વિપક્ષ 2019ની ચૂંટણીમાં એકજૂથ થઈને મોદીને હરાવી શકશે?


  53% એ કહ્યું વિપક્ષ જો એકજૂથ થઈ પણ જશે તો જીતી નહીં શકે.
  24% અનુસાર તો વિપક્ષ એકજૂથ નહીં થાય. 
  23% એ કહ્યું વિપક્ષ એકજૂથ બનીને મોદીને હરાવી શકે છે.
  કર્ણાટક : જ્યાં તાજેતરમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો 
  અહીં 30% માને છે કે હરાવવા તો દૂર વિપક્ષ એકજૂથ પણ નહીં થાય. 


  જ્યાં વિપક્ષ એક થઈ શકે છે...
  ઉત્તરપ્રદેશ- જ્યાં મહાગઠબંધનના પ્રયોગથી લોકસભા પેટાચૂંટણીમાં વિપક્ષ સીએમ યોગીની ગોરખપુર જેવી સીટ પર જીત્યો, ત્યાં પણ...48% માને છે કે વિપક્ષ એક પણ થઈ જાય તો 
  મોદીને હરાવી નહીં શકે. 


  દક્ષિણમાં શું સ્થિતિ?
  27% માને છે કે 2019માં વિપક્ષ એક થઈને મોદીને હરાવી શકે છે.
  સર્વાધિક 37% આંધ્રપ્રદેશના લોકો માને છે કે વિપક્ષ એક થઇને મોદીને હરાવી શકે છે. 


  જ્યાં ભાજપની સરકાર
  76% લોકો માને છે કે વિપક્ષ જો એક થઈ જાય તો મોદીને આગામી ચૂંટણીમાં હરાવી શકે છે. 


  4) 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી ફરી સરકાર બનાવશે?


  62% એ કહ્યું- મોદી સરકાર બનાવી લેશે 
  23%એ કહ્યું - ગઠબંધનથી બનાવશે
  15% લોકોએ કહ્યું કે મોદી ફરી સરકાર નહીં બનાવી શકે. 


  ઉત્તર ભારત: 62%એ કહ્યું મોદી ખુદ પોતાના દમ પર સરકાર બનાવી લેશે. 
  પૂર્વ ભારત: 57%એ કહ્યું કે મોદી ખુદ સરકાર બનાવી લેશે. 
  પશ્ચિમ ભારતનાં રાજ્યોમાં 64%એ કહ્યું કે મોદી ગઠબંધન વિના સરકાર બનાવી લેશે. 
  મધ્ય ભારત: 61.5% અનુસાર પોતાના દમ પર મોદીની સરકાર
  દક્ષિણ ભારત: અહીં 57.2%એ કહ્યું કે 2019માં મોદી ખુદ પોતાના જોરે સરકાર બનાવી લેશે. 
  એટલે કે...85% અનુસાર 2019માં મોદી સરકાર બનાવી લેશે. ગત વર્ષે ભાસ્કર સરવેમાં આ સવાલ પર 91% લોકોએ આ જવાબ આપ્યો હતો. 


  5) શું મોદી મુસ્લિમોનો વિશ્વાસ જીતવામાં સફળ થયા છે?


  68% મુજબ સફળ થયા, ત્રણ તલાક ખતમ કરી મહિલાઓનો વિશ્વાસ જીત્યો. 
  21% માને છે કે ના, મોદી સફળ નથી થયા.
  11% ન મુસ્લિમોનો ઉલ્લેખ કરે છે ન ચિંતા.


  જ્યાં મુસ્લિમ વોટર વધારે
  64% લોકો(કાશ્મીર, યુપી, આંધ્ર,તેલંગાણા, બંગાળ અને બિહાર)ને લાગે છે કે મોદીએ ત્રણ તલાક ખતમ કરી મહિલાઓનો વિશ્વાસ જીત્યો છે. 


  ગત સરવેથી તુલના 
  2017માં 50%, 2016માં 52% લોકોએ કહ્યું હતું કે મોદી મુસ્લિમ મહિલાઓના માધ્યમથી દિલ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે. 


  ગુજરાતમાં
  મોદીના ગૃહરાજ્યમાં 73% લોકોને લાગે છે કે તેમણે ત્રણ તલાક ખતમ કરી મુસ્લિમ મહિલાઓનો વિશ્વાસ જીત્યો.


  જોકે આસામમાં
  77% લોકો માને છે કે પીએમ મોદી અત્યાર સુધી મુસ્લિમોનો વિશ્વાસ નથી જીતી શક્યા. 4% લોકો માને છે કે મોદી ન તો તેમનો(મુસ્લિમો)નો ઉલ્લેખ કરે છે ન તો ચિંતા કરે છે.

   

  આગળ વાંચો: જે 3 રાજ્યમાં આ વર્ષે ચૂંટણી થવાની છે તે સરવેમાં શું કહી રહ્યાં છે?

 • 2019ની ચૂંટણી ફ્રેમમાં મોદીની યોજનાઓ અને કામ કેટલાં ફિટ | Modis fourth year, Bhaskar DOne countrys largest survey
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  2019ની ચૂંટણી ફ્રેમમાં મોદીની યોજનાઓ અને કામ કેટલાં ફિટ?

  અને આ 7 સવાલોના જવાબોથી જાણો... મોદી સરકારનાં 4 વર્ષનું કામ દેશને કેટલું પસંદ આવ્યું?


  સરવેમાં મોદી સરકારના ઓવરઓલ કામની ઘણી પ્રશંસા કરાઈ છે. તેમની સૌથી મોટી સફળતારૂપે વિદેશમાં દેશની પ્રતિષ્ઠા વધારવાને 56 ટકા લોકોએ પસંદ કરી. જ્યારે મોંઘવારી ન રોકી શકવી અને બેરોજગારીને 54 ટકા લોકો મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા માને છે.મોદીની 6 મોટી યોજનાઓમાં સૌથી પાછળ મુદ્રા યોજના અને સ્માર્ટ સિટી રહી. સ્વચ્છ ભારત યોજનાને જ્યાં સૌથી વધુ 90 ટકા, જ્યારે મુદ્રા યોજનાને સૌથી ઓછા 58 ટકા લોકોએ પસંદ કર્યા. સ્માર્ટ સિટીની 11 ટકા અને મુદ્રા યોજનાની 21 ટકા લોકો જ ખબર છે. મુદ્રા યોજનાને ન જાણનારા લોકોમાં વેપારીઓની સંખ્યા (16 ટકા) ઘણી વધુ રહી. જ્યારે ઉજ્જવલા યોજનાથી 11 ટકા લોકો અજાણ છે.


  - 7 મોટાં પગલાંમાં સર્જિકલ સ્ટ્રાઈકની સૌથી વધુ 82% એ પ્રશંસા કરી
  - 6 મોટી યોજનાઓમાં મુદ્રા લોન સૌથી પાછળ, માત્ર 58% સાથે
  - સ્વચ્છ ભારત, મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, ઉજ્જવલાની 70% થી વધુ, સ્માર્ટ સિટીની 66%એ પ્રશંસા કરી
  - સ્માર્ટ સિટીની 11% અને મુદ્રા યોજનાની 21% લોકોને ખબર નથી
  - 3 તલાકની નાબૂદી 80% એ સફળ માની, 82% ગૃહિણીઓએ તેને યોગ્ય ગણાવી


  મોદી સરકારનાં આ ચાર વર્ષના સૌથી મોટાં 7 પગલાંમાં સૌથી વધુ 82 ટકા લોકોએ સર્જિકલ સ્ટ્રાઈકને પસંદ કર્યું. 2017ના સરવેમાં પણ સૌથી વધુ 83 ટકા લોકોએ સર્જિકલ સ્ટ્રાઈક પર આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યાં બીજા નંબર પર 12 વર્ષથી ઓછી વયની બાળકીઓ પર દુષ્કર્મ કરનારાને ફાંસીની જોગવાઈને પસંદ કરાઈ છે. 80 ટકા લોકોએ તેની પ્રશંસા કરી. ત્રીજા નંબર પર 3 તલાક ખતમ કરવાનો નિર્ણય રહ્યો.નોટબંધી અને જીએસટીનો વિરોધ હવે પહેલાં કરતાં ઓછો થઈ ગયો છે. 2017ના સરવેમાં 52 ટકા લોકોએ નોટબંધીના અમલ પર નારાજગી વ્યક્ત કરી હતી અને 57 ટકાએ જીએસટીને સારો માન્યો હતો. આ સરવેમાં 64 ટકા લોકોએ નોટબંધીને સફળ ગણાવી અને 70 ટકાએ જીએસટીને સફળ માની.


  6) સૌથી વધુ 28 ટકા લોકોએ કહ્યું વેપારીઓ અને ઉદ્યોગપતિઓને મોદી સરકાર પર વિશ્વાસ ઓછો.
  7) સૌથી વધુ 32 ટકાએ કહ્યું મોદી સરકારે સામાન્ય માણસનો વિશ્વાસ જીત્યો.


  8) મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ તમે કઈ માનો છો?


  17% માને છે - ભ્રષ્ટાચાર રોકવો સૌથી મોટી સિદ્ધિ.
  56% લોકો માને છે - વિદેશોમાં દેશની પ્રતિષ્ઠા વધારવી સૌથી મોટી સિદ્ધિ.
  27% માને છે - સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ મોદી સરકારની સૌથી મોટી સિદ્ધિ છે.
  17% મોદી મંત્રીમંડળમાં ભ્રષ્ટાચારનો કેસ સામે નહીં આવવો સૌથી મોટી સિદ્ધિ છે.

  યુવાન: 26થી 35 વર્ષના 54% વિદેશોમાં શાખમાં વધારાને મોટી સિદ્ધિ માને છે.
  મહિલા: 44% વિદેશોમાં પ્રતિષ્ઠા વધારવા, સ્વચ્છતાને 42% સિદ્ધિ માને છે.
  વેપારી: 57% વેપારી વિદેશોમાં પ્રતિષ્ઠા વધારવાને જ મોટી સિદ્ધિ માને છે.
  સૌથી વધારે: 55% ગ્રેજ્યુએટ વિદેશોમાં પ્રતિષ્ઠાને સિદ્ધિ માને છે 
  સૌથી ઓછુ: 16% ગ્રેજ્યુએટ ભ્રષ્ટાચાર રોકવાને સિદ્ધિ માને છે.

   

  9) મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા કઈ છે?

   

  નંબર-1 પર મોંઘવારી-રોજગાર, નંબર 2 પર સાંપ્રદાયિક્તા
  54%એ કહ્યું : ન મોંઘવારી ઘટી, ન રોજગાર વધ્યા. આ સૌથી મોટી નિષ્ફળતા છે.
  20%એ કહ્યું: ખેડૂતોની આત્મહત્યાઓ ન રોકી શકવી મોટી નિષ્ફળતા.
  26%એ માન્યું - સાંપ્રદાયિક્તા, જાતિવાદ વધવા નિષ્ફળતા.
  યુવાન: 56% માટે (26-35 વર્ષ) મોંઘવારી, રોજગાર ન વધવા નિષ્ફળતા.
  મહિલા: 59% મોંઘવારી વધવા, રોજગાર ઘટવાને નિષ્ફળતા માને છે.
  વેપારી: 55% વેપારી મોંઘવારી, રોજગાર ન મળવાને નિષ્ફળતા માને છે. 26% માટે સાંપ્રદાયિક્તા વધવી નિષ્ફળતા છે.
  સૌથી વધારે: 46-55 વર્ષના 56 %એ મોંઘવારી-બેરોજગારીને નિષ્ફળતા માની.
  સૌથી ઓછુ: 66 વર્ષથી ઉપરના 50%એ મોંઘવારી, બેરોજગારીને નિષ્ફળતા માની.


  10) મોદી સરકારની આ યોજનાઓને તમે કેવી માનો છો?

   

  * 90% લોકોએ કહ્યું- સ્વચ્છ ભારત સૌથી સારી યોજના

   

  1. સ્વચ્છ ભારત
  90% એ જણાવ્યું- ઘણી સારી. સૌથી વધુ મિઝોરમમાં 96% લોકોએ વખાણી.
  08%એ કહ્યું- આ બહુ જ ખરાબ યોજના છે.
  02% એ કહ્યું- ખબર જ નથી.

   

  2. મેક ઇન ઇન્ડિયા

  74% એ કહ્યું- ઘણી સારી છે. મણિપુરના 91% લોકોએ આને સારી ગણાવી.
  17% એ બહુ ખરાબ અસમમાં 76% એ ખરાબ ગણાવી.
  09% એ કહ્યું- ખબર જ નથી.

   

  3. ડિજિટલ ઇન્ડિયા
  76% એ કહ્યું- ઘણી સારી છે. મણિપુરના 92% લોકોએ તેને સારી ગણાવી.
  18% એ કહ્યું- સાવ ખરાબ. અસમમાં 76%અે ખરાબ કહી.
  06% એ કહ્યું- ખબર જ નથી.

   

  4. ઉજ્જવલા
  77% એ કહ્યું- ઘણી સારી છે. અાસામ અને મણિપુરમાં 92% લોકોએ તેને સારી ગણાવી.
  12% એ કહ્યું- ઘણી ખરાબ. નાગાલેન્ડમાં 35% એ ખરાબ.
  11% એ કહ્યું- ખબર જ નથી

   

  5. સ્માર્ટ સિટી
  66% એ કહ્યું- ઘણી સારી છે. મણિપુરમાં 92% લોકોએ તેને સારી ગણાવી. 
  23% એ કહ્યું- ઘણી ખરાબ. પંજાબમાં 36%એ ખરાબ ગણાવી
  11% ને ખબર નથી.

   

  6. મુદ્રા લોન
  58% એ કહ્યું- બહુ જ સારી છે. મણિપુરમાં 91% લોકોએ તેને સારી ગણાવી.
  21% એ કહ્યું- બહુ ખરાબ. નાગાલેન્ડમાં 41% એ ખરાબ.
  21% એ કહ્યું- બહુ ખરાબ. 


  સવાલ- 11) મોદી સરકારનાં આ 4 વર્ષના સૌથી મોટા 7 નિર્ણયને તમે કેવી રીતે જુઓ છો?

   

  1. નોટબંધી
  64% લોકોએ તેને સફળ ગણી. 
  36% એ તેને નિષ્ફળ ગણાવી.

   

  2. જીએસટી
  70% લોકોએ તેને સફળ માન્યો.
  30% એ નિષ્ફળ માની.

   

  3. 12 વર્ષથી નાની બાળકીઓના દુષ્કર્મીને ફાંસી

  20%એ નિષ્ફળ ગણાવી છે.
  80% લોકોએ તેને સફળ ગણાવી છે.
  સૌથી વધુ: 84% વેપારીઓ એ નિર્ણયને વખાણ્યો. ગૃહિણીઓ બીજા ક્રમે 79%.
  સૌથી ઓછા: 72% ખેડૂત. પુરુષોના 81% સમર્થન સામે મહિલાઓનું 69%.

   

  4. ત્રણ તલાક નાબૂદી
  80%  લોકોએ માન્યું- સફળ છે.
  20% એ કહ્યું- નિષ્ફળ છે.

   

  5. સર્જિકલ સ્ટ્રાઇક
  82% લોકોએ માન્યું- સફળ છે.
  18% લોકોએ કહ્યું- નિષ્ફળ છે.

   

  6. ગરીબો માટે 5 લાખ સુધીનો મેડિક્લેમ
  69% લોકોએ માન્યું- સફળ છે.
  31% લોકોએ કહ્યું- નિષ્ફળ છે.
  સૌથી વધુ  82% ગૃહિણીઓ આને સારો નિર્ણય માને છે.
  સૌથી વધુ  66 વર્ષથી ઉપરના 73% લોકોએ સારો નિર્ણય કહ્યો.

   

  7. દરેક સેવા માટે આધારને ફરજિયાત બનાવવું
  73% લોકોએ કહ્યું- સફળ છે.
  27% લોકોએ કહ્યું- નિષ્ફળ છે.
  સૌથી વધુ: 76% ગૃહિણીઓ એ સફળ નિર્ણય કહ્યો. પુરુષોના 73% સામે 70% મહિલાઓએ નિર્ણય સફળ ગણાવ્યો.

   

  12) તમે મોદી સરકારના કાર્યકાળને 1 થી 10માંથી કેટલા પોઇન્ટ આપશો?

   

  (8/10): 10 પોઇન્ટ આપનારામાં સૌથી વધુ 57% દીવ-દમણના. બીજા નંબરે 47% જમ્મુ-કાશ્મીરના.

  33% એવા કે જેમણે મોદીને 10/10 પોઇન્ટ આપ્યા.
  14% એવા કે જેમણે મોદીને 9/10 પોઇન્ટ આપ્યા.
  13% એવા કે જેમણે મોદીને 8/10 પોઇન્ટ આપ્યા.
  08% એવા કે જેમણે મોદીને 7/10 પોઇન્ટ આપ્યા.
  05% એવા કે જેમણે મોદીને 6/10 પોઇન્ટ આપ્યા.
  05% એવા કે જેમણે મોદીને 5/10 પોઇન્ટ આપ્યા.


  વેપારી: દેશના સરેરાશ 33%થી વધુ 35%એ પૂરા પોઇન્ટ આપ્યા.
  યુવાનો: 18થી25 વર્ષના 34% યુવાનોએ 10માંથી 10 પોઇન્ટ આપ્યા.
  ગૃહિણી: સૌથી વધુ 36% ગૃહિણીઓએ મોદી સરકારને પૂરા પોઇન્ટ આપ્યા પણ કુલ સરેરાશમાં પુરુષોથી 2% ઓછા.


  વૃદ્ધો: 66 વર્ષથી ઉપરના વૃદ્ધો સરકારની સાથે
  66 વર્ષથી ઉપરના મોટા ભાગના વૃદ્ધો મોદીની પડખે ઊભા રહેલા જણાયા. મોદીની લોકપ્રિયતા અને ફરી સરકાર બનાવવા મુદ્દે 50%થી વધુ લોકોએ સાથ આપ્યો. રાહુલની પરિપક્વતા અને મોદીને ટક્કર આપવાના સવાલ પર 58%એ કહ્યું- રાહુલ પહેલાં જેવા જ છે, મોદી સાથે તુલના ન કરી શકાય. 44%એ કહ્યું- જો વિપક્ષ એક થઇ જાય તોપણ મોદીને ન હરાવી શકે. 66% વૃદ્ધો કહે છે કે ત્રણ તલાક નાબૂદીનો નિર્ણય યોગ્ય છે.


  વેપારી: મુદ્દાઓ અંગે સાથે પણ પોતાને અસર કરતા નિર્ણયોથી નારાજ
  સરવેમાં વેપારીઓ થોડા નારાજ જણાયા. ઘણા મુદ્દાઓ પર મોદીને સરેરાશ 60%થી વધુ સમર્થન મળ્યું પણ વેપારીઓનું સમર્થન 50%થી ઓછું રહ્યું. જોકે, ત્રણ તલાકની નાબૂદી, મોદી ફરી સરકાર બનાવી શકે છે... જેવા અમુક સવાલો મુદ્દે 60%થી વધુ વેપારીઓ પણ મોદી સરકારના નિર્ણયોનું સમર્થન કરે છે પણ ઓવરઓલ વધુ નારાજ થયેલા વર્ગ તરીકે વેપારીઓ જ સામે આવ્યા.


  ગૃહિણી: ગૃહિણીઓ અને મહિલાઓના અભિપ્રાય પણ જુદા-જુદા
  12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓના દુષ્કર્મીઓને ફાંસને 79% ગૃહિણીઓએ યોગ્ય નિર્ણય ગણાવ્યો. ત્રણ તલાકની નાબૂદીને 66%એ સારી ગણાવી. મોદીના ફરી સરકાર બનાવવા, લોકપ્રિયતા, રાહુલ પરિપક્વ બન્યા અને ટક્કર આપવા જેવા સવાલ પર ગૃહિણીઓએ મોદીનું એકતરફી સમર્થન નથી કર્યું. આ મુદ્દાઓ અંગે મહિલાઓનો અભિપ્રાય ગૃહિણીઓથી અલગ જોવા મળ્યો.

   

  વિદ્યાર્થી: મોદી સરકારનાં કામથી 18થી 25 વર્ષના યુવાનો સૌથી ખુશ

  18થી 25 વર્ષના યુવાનોએ મોટા ભાગના સવાલોમાં મોદી સરકારનું સૌથી વધુ સમર્થન કર્યું. મોદીની ફરી સરકાર, વિપક્ષ હરાવી શકે છે કે નહીં? જેવા સવાલો પર સરેરાશ 60%થી વધુ યુવાનો મોદીની પડખે જણાયા. 64% માને છે કે મોદી ફરી સરકાર બનાવી શકે છે. તેમની લોકપ્રિયતા વધી હોવાનું માનનારાઓમાં સૌથી વધુ 53% આવા જ યુવાનો છે. 54% માને છે કે વિપક્ષ એક થાય તો પણ મોદીને હરાવી નહીં શકે.

   

  આગળ વાંચો: રાહુલ ગાંધી પરિપક્વ થયા અને મોદીને ટક્કર આપી શકે છે, એવું માનનારામાં મહિલાઓ વધારે

 • 2019ની ચૂંટણી ફ્રેમમાં મોદીની યોજનાઓ અને કામ કેટલાં ફિટ | Modis fourth year, Bhaskar DOne countrys largest survey
  રાહુલ ગાંધી પરિપક્વ થયા અને મોદીને ટક્કર આપી શકે છે, એવું માનનારામાં મહિલાઓ વધારે
   
  રાહુલ ગાંધી પરિપક્વ થયા અને મોદીને ટક્કર આપી શકે છે, એવું માનનારામાં મહિલાઓ વધારે
   
  રાહુલ ગાંધી પરિપક્વ થયા છે અને તે મોદીને ટક્કર આપી શકે છે... આવું માનનારા દેશમાં જ્યાં 22.10% લોકો છે ત્યાં મહિલાઓમાં આ આંકડો 26.57 % છે. બીજી બાજુ તે જેવા હતા એવા જ છે અને મોદીને ટક્કર નથી આપી શકતા, એવું દેશમાં 48.04 % લોકો વિચારે છે. જોકે દેશના સરેરાશથી પણ વધુ બિઝનેસમેનોનાં પરિણામ ચોંકાવે છે. 53.66% બિઝનેસમેન માને છે કે રાહુલ જેવા હતા એવા જ છે. 
   
  ભાસ્કરના મોદી સરવેમાં મહિલાઓ, વૃદ્ધો, બિઝનેસમેનો, અને પ્રોફેશનલોએ મહત્વપૂર્ણ અભિપ્રાય આપ્યા છે. દેશમાં મોદીની લોકપ્રિયતા 2014ની તુલનાએ વધી છેω તેના જવાબમાં 30.06% લોકો માને છે કે મોદીની લોકપ્રિયતા ઘટી છે. જ્યારે ગૃહિણીઓ અને બિઝનેસમેનવર્ગ થોડોક વધારે મોદી સાથે દેખાયો. દેશની સરેરાશ તુલનાએ ફક્ત 25.19% ગૃહિણીઓ અને 26.78% બિઝનેસમેનો માને છે કે મોદીની લોકપ્રિયતા પહેલાની તુલનાએ ઘટી છે. 
   
  સરવેમાં ભાગ લેનારા 46.61% લોકો અનુસાર : મોદી 2014ની તુલનાએ વધારે લોકપ્રિય થયા છે. જ્યારે પ્રોફેશનલ ડિગ્રી હોલ્ડર્સમાં આવું માનનારાનો આંકડો થોડો ઓછો છે. 41.94% પ્રોફેશનલ ડિગ્રી હોલ્ડર્સ માને છે કે મોદી પહેલાંથી વધારે લોકપ્રિય થયા છે. 
   
  સરવેમાં એક મહત્વનો સવાલ : મુસ્લિમોનો વિશ્વાસ જીતવાનો હતો. દેશમાં જ્યાં 68.09% લોકો માને છે કે ત્રણ તલાક ખતમ કરીને મોદીએ મુસ્લિમ મહિલાઓનો વિશ્વાસ જીત્યો? આ સવાલના જવાબમાં સામાન્ય મહિલાઓ અને ગૃહિણીઓ વચ્ચે અંતર જોવા મળ્યું. જ્યાં 67.86% મહિલાઓ માને છે કે મોદીએ મુસ્લિમ મહિલાઓનો વિશ્વાસ જીત્યો છે ત્યાં 73.59% ગૃહિણીઓ આવું માને છે. (આ દેશની સરેરાશથી લગભગ 5% વધારે છે.
   
  મહિલાઓ જોકે મોંઘવારીથી દરરોજ સામનો કરે છે એવામાં તેમણે તેનાથી સંબંધિત સવાલમાં નારાજગી વ્યક્ત કરી. દેશમાં જ્યાં 54.12% લોકો મોંઘવારી ન ઘટવા, રોજગાર ન વધવાને સૌથી મોટી નિષ્ફળતા માને છે ત્યાં 57.67% મહિલાઓ આવું જ વિચારે છે.
   
  આવી રીતે દેશનો સૌથી મોટો સરવે કરાયો
   
  મોદી સરકાર પર ભાસ્કરનો આ ચોથો સરવે છે. સરવેનાં પરિણામ એટલા માટે મહત્વપૂર્ણ છે કેમ કે આ ચૂંટણીથી ઠીક વર્ષ પહેલાં દેશની ‘મન કી બાતને’ સામે રજૂ કરે છે. પહેલો સરવે જ્યાં યુવાઓ પર આધારિત હતો ત્યાં બીજો સરવે મહિલાઓના અભિપ્રાય પર આધારિત હતો. 2017માં ભાસ્કરે મોદી સરકારના કામકાજ પર દેશનો સૌથી મોટો સરવે કર્યો. આવી જ રીતે 29 રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશમાં આ સરવે કરાયો. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે 38% વધારે લોકોએ ભાગ લીધો. સાત દિવસ ચાલેલા સરવેમાં રેકોર્ડ 2 લાખ, 81 હજાર 292 વાચકોએ ભાગ લીધો. આ કોઈ પણ અખબાર દ્વારા કરવામાં આવેલા સરવેમાં ભાગ લેનારા લોકોની અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ