અભિયાન / ચૌકીદાર ચોર હૈ... નો જવાબ-મૈં ભી ચોકીદાર... મોદીની ફરી ગુજરાત ફોર્મ્યુલા

Divyabhaskar | Updated - Mar 17, 2019, 01:00 AM
X

  • વડાપ્રધાને ‘મૈં ભી ચોકીદાર’ હેશટેગ સાથે વીડિયો ટિ્વટ કરી અભિયાન છેડ્યું  
  • ‘મૈં ભી ચોકીદાર’ હેશટેગ ટિ્વટર પર ટ્રેન્ડિંગ 
  • અગાઉ મોદીએ ઐયરના ‘ચાયવાળા’ નિવેદનનો ભરપૂર લાભ ઉઠાવ્યો હતો 

નવી દિલ્હીઃ  લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘મૈંં ચોકીદાર હૂં’ અને રાહુલ ગાંધીનું ‘ચોકીદાર ચોર હૈ’ અભિયાન મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. વડાપ્રધાન મોદીએ શનિવારે ટિ્વટર હેન્ડલ પર ‘મૈં ભી ચોકીદાર’ હેશટેગ સાથે એક વીડિયો જારી કરીને આ અભિયાન શરૂ કર્યું છે. અગાઉની લોકસભા ચૂંટણી પણ ભાજપ અને કોંગ્રેસ સોશિયલ મીડિયા પર આ પ્રકારના અભિયાન આક્રમક રીતે ચલાવી ચૂક્યા છે. 

તમારો આ ચોકીદાર દેશસેવામાં મક્કમતાથી હાજર છે
1.

વડાપ્રધાન મોદીએ શરૂ કરેલું હેશટેગ શનિવારે ટિ્વટર પર ટ્રેન્ડિંગ રહ્યું હતું. મોદીએ કહ્યું હતું કે, ‘તમારો આ ચોકીદાર દેશસેવામાં મક્કમતાથી હાજર છે, પરંતુ હું એકલો નથી. દેશમાં જે કોઈ ભ્રષ્ટાચાર, ગંદકી અને સામાજિક વિષમતાઓ સામે લડી રહ્યાં છે તે બધા લોકો પણ ચોકીદાર જ છે. ભારતની પ્રગતિ માટે પરિશ્રમ કરી રહેલા તમામ લોકો ચોકીદાર છે.

આજે દરેક ભારતીય કહી રહ્યો છે કે, તે ચોકીદાર છે.’ બીજી તરફ, કોંગ્રેસ સહિતના વિપક્ષોએ પણ વડાપ્રધાન મોદી સરકાર પર હુમલો કરવા ‘ચોકીદાર ચોર હૈ’ સૂત્ર અપનાવી લીધું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી પર સીધો હુમલો કરવાના હેતુથી જનસભાઓમાં સતત ‘ચોકીદાર ચોર હૈ’ સૂત્ર લલકારી રહ્યા છે.

2.

જોકે, વડાપ્રધાન મોદી વિપક્ષના હુમલામાંથી જ લાભ ખાટવાનો પ્રયાસ કરી રહ્યા છે. અગાઉ 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે વડાપ્રધાન મોદીને ‘ચાયવાલા’ કહીને ઉતારી પાડવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે પણ વડાપ્રધાન મોદીએ ‘એક ચાવાળો પણ આ દેશમાં વડાપ્રધાન બની શકે છે’

એ નિવેદન દોહરાવીને તેમજ ‘ચાય પે ચર્ચા’ જેવું અભિયાન છેડીને ઐયરના બફાટનો ભરપૂર રાજકીય લાભ ઉઠાવ્યો હતો. નોંધનીય છે કે હવે 31મી માર્ચે વડાપ્રધાન મોદી દેશવાસીઓને સંબોધિત કરશે. લોકસભા માટે 11મી એપ્રિલે મતદાન શરૂ થશે. સાત તબક્કામાં થનારું આ મતદાન 19મી મેએ પૂરું થશે, જ્યારે ચૂંટણીનાં પરિણામો 23મી મેએ આવશે.

કોંગ્રેસે અગાઉ ‘ચાયવાલા’, વિકાસ ગાંડો થયો એવા કેમ્પેઇન કર્યાં છે
3.

લોકસભાની ચૂંટણી વખતે ચાયવાલા પર કોંગ્રેસે ટિપ્પણી કરી હતી. 2014માં માજી મંત્રી મણિશંકર ઐય્યરે આ ટિપ્પણી કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાયવાલા કેમ્પેઇન ચલાવ્યું હતું,

આ કેમ્પેઇન પર કોંગ્રેસે ટિપ્પણી કર્યા પછી મોદીએ સ્વીકાર્યુ કે હા હું ચા વાળો છું અને ચા વાળાનું કેમ્પેઇન ચલાવીને ચૂંટણીમાં ચર્ચાસ્પદ બન્યા હતા. આવી જ રીતે વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે વિકાસ ગાંડો થયો એવું કેમ્પેઇન ચલાવ્યું હતું.

આ કેમ્પેઇનને ઊંધુ પાડવા માટે મોદીએ સ્વીકાર્યુ હતું કે, હા હું છું વિકાસ અને આ શબ્દ પણ ચર્ચાસ્પદ રહેતા ચૂંટણીમાં વિકાસ શબ્દએ મહત્વની ભુમિકા ભજવી હતી. પરિણામે કોંગ્રેસે વિકાસ ગાંડો થયો સૂત્ર પડતું મૂકવું પડ્યું હતું. આ વખતે પણ રાહુલ ગાંધીના ચૌકીદાર ચોર હૈ કેમ્પેઇન સામે મોદીએ ફરી ગુજરાત મોડલ જ અમલી બનાવ્યું છે.

સુરજેવાલાએ ટ્વિટ કરી ફરી કહ્યું- એક જ ચોકીદાર ચોર છે
4.

રાહુલ ગાંધીના ચૌકીદાર ચોર હૈની સામે મોદીએ મૈં ભી ચૌકીદાર એવું કેમ્પેઇન શરૂ કર્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રણદીપ સુરજેવાલાને આ અંગે ટ્વિટ કરીને લખ્યું છે કે 10 લાખનો શૂટ પહેરી ઠાઠ માઠ કરનારા,

ભાગેડુ નીરવ મોદી- મેહૂલ-માલ્યાને સાથ આપનારા, સરકારી ખજાનામાંથી પોતાના પ્રચાર માટે 5200 કરોડ લૂંટનાર, જનતાના પૈસે 84 વિદેશી પ્રવાસ પાછળ 2100 કરોડ રૂપિયા ઉડાવનાર, રાફેલમાં 30000 કરોડ રૂપિયાની ચોરી કરનાર એક જ ચોકીદાર ચોર છે. કોંગ્રેસ નેતા સંજય ઝાએે લખ્યું હતું કે મિસ્ટર પીએમ, ચોકીદાર સ્વરૂપે તમે માત્ર બે જ લોકોની સેવા કરી રહ્યા છો. એક, અંબાણી અને બીજા છે અદાણી. ખરેખર કહો, ચોકીદાર ચોર છે.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App