Home » National News » Latest News » National » આજે સુપ્રીમમાં બે મહત્ત્વપૂર્ણ સુનાવણી | Modi made the countrys condition Pakistan-Rahul Gandhi

મોદીએ દેશની હાલત પાકિસ્તાન જેવી કરી: રાહુલ ગાંધી

Divyabhaskar.com | Updated - May 18, 2018, 01:09 AM

આજે સુપ્રીમમાં બે મહત્ત્વપૂર્ણ સુનાવણી, યેદ્દિના શપથ, MLAને કેરળ કે પંજાબ લઈ જવાની તૈયારી

 • આજે સુપ્રીમમાં બે મહત્ત્વપૂર્ણ સુનાવણી | Modi made the countrys condition Pakistan-Rahul Gandhi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  ગોવા, બિહાર સહિત 4 રાજ્યોના વિપક્ષી નેતાઓનો સરકાર રચવાનો દાવો- ફાઈલ

  બેંગ્લુરુ, નવી દિલ્હી: કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરુવારે પાકિસ્તાન સાથે ભારતની સરખામણી કરીને સનસનાટી મચાવી દીધી છે. છત્તીસગઢમાં એક રેલીને સંબોધન કરતાં તેમણે કહ્યું કે, 70 વર્ષમાં પહેલીવાર ન્યાયાધીશે લોકો સમક્ષ આવી કહેવું પડે છે કે, તેમને ધમકાવવામાં આવે છે. તેમને કામ કરતા અટકાવવામાં આવે છે. આવું સરમુખત્યારશાહીમાં થતું હોય છે. પાકિસ્તાન અને આફ્રિકા
  જેવા દેશમાં આ શક્ય છે. ભારતમાં પહેલીવાર થઈ રહ્યું છે. બીજીબાજુ સુપ્રીમ કોર્ટમાં બુધવારે રાતભર ચાલેલા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ગુરુવારે સવારે કર્ણાટકના મુખ્યમંત્રીપદે બી.એસ.યેદ્દિયુરપ્પાએ શપથ લીધા હતા.

  કર્ણાટક મોડલ પર હવે ચાર રાજ્યોમાં નાટક

  પરંતુ સૌથી મોટા પક્ષને સરકાર રચવાની તક આપવાની સાથે કર્ણાટકની ફોર્મ્યુલાના આધારે અન્ય ચાર રાજ્યોમાં પણ નાટક શરૂ થઈ ગયું હતું. બિહાર, ગોવા, મણીપુર અને મેઘાલયમાં સૌથી મોટા પક્ષ તરીકે વિપક્ષમાં બેઠેલા પક્ષોએ દાવો રજૂ કર્યો છે. બિહારમાં આરજેડીના તેજસ્વી યાદવ વિધાનસભામાં ધારાસભ્યોની પરેડ કરાવશે. ગોવામાં સૌથી મોટા પક્ષ તરીકે કોંગ્રેસ દાવો રજૂ કરશે. મણિપુરના માજી સીએમ ઈબોબી સિંહ અને મેઘાલયના માજી સીએમ મુકુલ સંગ્માએ પણ રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો છે.બીજીબાજુ શપથ લેવાની સાથે યેદ્દિયુરપ્પાએ હજી બે અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનું છે.

  કોંગ્રેસ અને જેડીએસના નેતાઓએ ગાંધીજીની પ્રતિમા સમક્ષ ધરણાં

  સુપ્રીમ કોર્ટ શુક્રવારે સવારે 10:30 વાગ્યે યેદ્દિના બંને પત્રો જોશે કે જેના આધારે રાજ્યપાલ વજુભાઈ વાળાએ તેમને સરકાર રચવા આમંત્રણ આપ્યું હતું. રાજ્યપાલના આમંત્રણ બાદ કોંગ્રેસ અને જેડીએસ બુધવારે રાત્રે જ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને સુપ્રીમ કોર્ટમાં શરૂ થયેલી સુનાવણી રાત્રે બે વાગ્યાથી વહેલી સવારે પાંચ વાગ્યા સુધી ચાલી હતી. જોકે, કોર્ટે કોઈ સ્ટે આપ્યો નહોતો. બીજીબાજુ શપથના વિરોધમાં બેંગ્લુરુમાં વિધાનસભાની બહાર કોંગ્રેસ અને જેડીએસના નેતાઓએ ગાંધીજીની પ્રતિમા સમક્ષ ધરણાં કર્યા હતા. ઈગલટન રિસોર્ટમાં રખાયેલા ધારાસભ્યોને પણ થોડા સમય માટે અહીં લાવવામાં આવ્યા હતા.

  યક્ષ પ્રશ્ન: બહુમતી કઈ રીતે મળશે?

  - કુલ 222 બેઠકો છે. કુમારસ્વામી બે બેઠક પરથી જીત્યા છે. આથી તેમનો એક જ મત રહેશે. ફ્લોર ટેસ્ટમાં એક MLA પ્રોટેમ સ્પીકર બનશે. આથી 220 મત બચશે અને બહુમતી માટે 111 સભ્યો જોઈશે.
  - ભાજપ ઓછામાં ઓછા 7 ધારાસભ્યનો ટેકો મેળવે. આ માટે તેણે કોંગ્રેસ અને જેડીએસમાંથી ગાબડા પાડવા પડે. જો તેમ થાય તો પક્ષપલટા વિરોધી કાયદા હેઠળ તેમનું સભ્યપદ રદ્દ થઈ જશે.
  - કોંગ્રેસ-જેડીએસના ઓછામાં ઓછા 13 સભ્યો ગેરહાજર રહે. આથી ગૃહ 207 સભ્યોનું થઈ જશે. બહુમતી 104ની થશે. જો ધારાસભ્યો શપથ વિના ગેરહાજર રહે તો વ્હીપ હેઠળ આવતા નથી.
  - આ 13 MLAને ભાજપ રાજીનામું અપાવી શકે છે.

  સુુપ્રીમ કોર્ટમાં બે અરજી


  1. 10 મહિના અગાઉ વકીલાતમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરનાર વરિષ્ઠ એડવોકેટ રામ જેઠમલાણીએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની બેન્ચ સમક્ષ વ્યક્તિગત રૂપે રાજ્યપાલના નિર્ણયને પડકાર્યો છે. ચીફ જસ્ટિસે તેમને આ અંગે સુનાવણી કરી રહેલી જસ્ટિસ સીક્રિની બેન્ચ સમક્ષ જવા કહ્યું છે.


  2. રાજ્યપાલ દ્વારા વીનિસા નેરોને વિધાનસભામાં એંગ્લો ઈન્ડિયન સભ્ય તરીકે નિમવા સામે પણ કોંગ્રેસ અને જેડીએસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરાઈ છે. તેમણે કહ્યું છે કે, યેદ્દિ વિધાનસભામાં બહુમતી પુરવાર કરે તે અગાઉ તેમની નિમણૂક રોકવામાં આવે.

  આગળ વાંચો: કર્ણાટક સિવાય બધે મોરચાને આમંત્રણ: વિપક્ષી નેતાઓએ ચારે ય રાજ્યપાલ પાસે સમય માંગ્યો

 • આજે સુપ્રીમમાં બે મહત્ત્વપૂર્ણ સુનાવણી | Modi made the countrys condition Pakistan-Rahul Gandhi
  કર્ણાટક સિવાય બધે મોરચાને આમંત્રણ

  કર્ણાટક સિવાય બધે મોરચાને આમંત્રણ: વિપક્ષી નેતાઓએ ચારે ય રાજ્યપાલ પાસે સમય માંગ્યો

   

  બિહાર:મોટો પક્ષ રાજદ, સત્તા BJP-JDU

  રાજદ-80, જદયુ-71, ભાજપ-53, કોંગ્રેસ-27

   

  મણિપુર: મોટો પક્ષ કોંગ્રેસ, સત્તા BJP

  કોંગ્રેસ-28,ભાજપ-21, NPP-04, NPF-04

   

  ગોવા: મોટો પક્ષ કોંગ્રેસ સત્તા BJP

  કોંગ્રેસ-17,ભાજપ-13, અન્ય-07, અપક્ષ-03

   

  મેઘાલય: મોટો પક્ષ કોંગ્રેસ, સત્તા NPP

  કોંગ્રેસ-21,NPP-19, ભાજપ-02, અન્ય-18

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ