હવે UPSC વગર બની શકાશે સરકારી ઓફિસર, મોદી સરકારે લીધો આ નિર્ણય

સરકારી નોકરી મેળવવા હવે UPSC નહીં અનુભવની જરૂર, મોદી સરકારે લીધો નિર્ણય

divyabhaskar.com | Updated - Jun 11, 2018, 01:43 PM
મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય
મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય

સરકારી નોકરી મેળવવા માટે હવે મોદી સરકાર નિયમોમાં ખૂબ મોટા ફેરફાર કરવા જઈ રહી છે. સામાન્ય રીતે મોટા સરકારી ઓફિસર બનવા માટે UPSCની એક્ઝામ પાસ કરવી પડતી હતી. અત્યાર સુધીની પરંપરા પ્રમાણે UPSCની એક્ઝામ પાસ કર્યા પછી જ સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરની નોકરી મળી શકતી હતી.

નવી દિલ્હી: સરકારી નોકરી મેળવવા માટે હવે મોદી સરકાર નિયમોમાં ખૂબ મોટા ફેરફાર કરવા જઈ રહી છે. સામાન્ય રીતે મોટા સરકારી ઓફિસર બનવા માટે UPSCની એક્ઝામ પાસ કરવી પડતી હતી. અત્યાર સુધીની પરંપરા પ્રમાણે UPSCની એક્ઝામ પાસ કર્યા પછી જ સેક્રેટરી, એડિશનલ સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરની નોકરી મળી શકતી હતી. પરંતુ હવે પ્રાઈવેટ કંપનીમાં કામ કરનાર સીનિયર અધિકારી પણ સરકારી નોકરી મેળવી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા આ સૂચના રજૂ કરવામાં આવી છે. મોદી સરકારે આ નવા નિયમ અંતર્ગત 10 જોઈન્ટ સેક્રેટરીની પદ માટે વેકેન્સી જાહેર કરી છે. તેમાં યોગ્ય માધ્યમ દ્વારા ઉમેદવારો અરજી કરી શકશે.

1 જુલાઈ 2018એ ઓછામાં ઓછી ઉંમર 40 વર્ષ હોવી જોઈએ


- આ પદ માટે અરજી કરનારની ઉંમર 1 જુલાઈ 2018એ ઓછામાં ઓછી 40 વર્ષ હોવી જોઈએ. ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવુ જરૂરી છે. જોકે તેનાથી વધુ ડિગ્રી મેળવેલા ઉમેદવારને વધારે પ્રાથમિકતા આપવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારે કોઈ સરકારી, પબ્લિક સેક્ટર યૂનિટ અથવા યુનિવર્સિટી સિવાય કોઈ પ્રાઈવેટ કંપનીમાં ઓછામાં ઓછા 15 વર્ષ કામનો અનુભવ હોવો જરૂરી છે. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે ઉમેદવારની પહેલાં 3 વર્ષ માટે નિમણૂક કરવામાં આવશે અને ત્યારપછી તેમના કામના પર્ફોમન્સના આધારે તેમનો કાર્યકાળ વધારવામાં આવશે.

માસિક રૂ. 20 લાખ સુધીનું પેકેજ મળી શકે છે

સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે નિમણૂક થયેલા ઉમેદવારોને મહિને રૂ. 1.44 લાખથી લઈને રૂ. 20.18 લાખ સુધીનું પેકેજ મળી શકે છે. તે ઉપરાંત કેન્દ્ર સરકારમાં જોઈન્ટ સેક્રેટરી અને અધિકારીઓને જે ભથ્થા અને સુવિધાઓ મળે છે તે આ કર્મચારીઓને પણ મળી શકશે.

આ 10 પદ માટે સરકારે બહાર પાડી છે જાહેરાત


સરકારે જે પદ માટે અરજીઓ મંગાવી છે તેમાં 10 નિમણૂક મંત્રાલયમાં થવાની છે. તેમાં ફાઈનાન્શિયલ સર્વિસ, ઈકોનોમીક અફેર્સ, એગ્રીકલ્ચર, રોડ ટ્રાન્સપોર્ટ, શિપિંગ, પર્યાવરણ અને વન, સિવિલ એવિયેશન, કોમર્સ સેક્ટરમાં છે. નોંધનીય છે કે, સરકાર તે માટે સર્વિસ રુલ્સમાં પણ જરૂરી ફેરફારો કરશે. આ પદ માટે કર્મચારીની નિમણૂક સમયે ઉમેદવારોનું ઈન્ટરવ્યું પણ કરવામાં આવશે અને કેબિનેટ સેક્રેટરીના નેતૃત્વમાં બનનારી કમિટી પણ તે ઉમેદવારનું ઈન્ટરવ્યું લેશે. આ પદ પર અરજી કરવાની છેલ્લી તારીક 30 જુલાઈ છે.

X
મોદી સરકારનો સૌથી મોટો નિર્ણયમોદી સરકારનો સૌથી મોટો નિર્ણય
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App