• Home
  • National News
  • Latest News
  • National
  • મોદી સરકારે 4 વર્ષની સિદ્ધિઓ વેબસાઇટ પર મૂકી, ખામી એક પણ નહિ | Modi Government shows its achievement of 4 years rule on website

મોદી સરકારે 4 વર્ષની સિદ્ધિઓ વેબસાઇટ પર મૂકી, ખામી એક પણ નહિ

નરેન્દ્ર મોદી સરકારે તેના ચાર વર્ષના શાસનની સિદ્ધિઓ બતાવવા 48months.mygov.in વેબસાઇટ તૈયાર કરી.

Bhaskar News | Updated - May 30, 2018, 04:45 PM
વેબસાઇટ પર મે 2014થી લઇને અત્યાર સુધી સરકારની તમામ સિદ્ધિઓના લેખાં-જોખાં છે.
વેબસાઇટ પર મે 2014થી લઇને અત્યાર સુધી સરકારની તમામ સિદ્ધિઓના લેખાં-જોખાં છે.

નવી દિલ્હીઃ પોતાના શાસનના ચાર વર્ષ પૂરા થવા પર નરેન્દ્ર મોદી સરકારે 48months.mygov.in વેબસાઇટ તૈયાર કરી છે. તેના પર મે 2014થી લઇને અત્યાર સુધી સરકારની તમામ સિદ્ધિઓના લેખાં-જોખાં છે. ચોથી વર્ષગાંઠ પર સરકારની સિદ્ધિઓની જાણકારી લોકો સુધી પહોંચાડવાનો આ ડિજિટલ માર્ગ છે.

વેબસાઇટની ખાસિયત છે તેના ઇન્ફોગ્રાફિક્સ. જ્યારે તેના પરફોર્મન્સ ડેશબોર્ડ પર અલગ-અલગ સ્કીમના એચીવમેન્ટ નંબર બતાવવામાં આવ્યા છે. જેમકે 48 મહિનામાં દેશના 3 લાખ 71,000 ગામો જાહેરમાં શૌચથી મુક્ત બન્યા છે. જ્યારે 77 કરોડ ઘરોમાં સ્વચ્છ ભારત મિશન હેઠળ ટોયલેટ બનાવવામાં આવ્યા છે. 1,71,393 કિલોમીટરની સડકો પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવવામાં આવી છે અને 134,546,471 મુદ્રા સ્વાસ્થ્ય કાર્ડ બહાર પાડવામાં આવ્યા છે. તે ઉપરાંત ઉજજવલા યોજના અને ઉજાલા સ્કીમની ડીટેલ્સ તથા બધા ગામોમાં વીજળી પહોંચાડી હોવાની જાણકારી પણ વેબસાઇટના પરફોર્મન્સ ડેશબોર્ડ પર મૂકવામાં આવી છે.

વેબસાઇટ પર સરકારના મંત્રીઓના બ્લોગ પણ છે અને સરકારી સ્કીમના ફાયદા લેનારા લોકોના અનુભવો પણ. વિકાસ, યુવાશક્તિ, સ્વાસ્થ્ય, સામાજિક ન્યાય, ખેડૂત જેવા મુદ્દાઓ પર સરકારના પક્ષ અને પહેલની જાણકારી ફોકસ એરીયા સેક્શનનો હિસ્સો બન્યા છે. જોકે, સરકાર આ વેબસાઇટ પર ખામીઓ કે ઊણપોના કોઇ સેક્શન નથી બનાવ્યા. 48 મહિનાને તસવીરો મારફત બતાવવામાં આવ્યા છે અને પોસ્ટર, ફોટો, વીડિયો ડાઉનલોડ કરવાના ઓપ્શન પણ આપવામાં આવ્યા છે. હાલ ગવર્નન્સ ક્વિઝની લિન્ક કામ નથી કરી રહી અને તેની રાહ
જોવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે વેબસાઇટ સરકારની યુટિલિટી વેબસાઇટ www.mygov.inના જ ડોમેનનો ઉપયોગ કરી રહી છે.

ચોથી વર્ષગાંઠ પર સરકારે સિદ્ધિઓની જાણકારી લોકો સુધી પહોંચાડવા ડિજિટલ માર્ગ અપનાવ્યો છે.
ચોથી વર્ષગાંઠ પર સરકારે સિદ્ધિઓની જાણકારી લોકો સુધી પહોંચાડવા ડિજિટલ માર્ગ અપનાવ્યો છે.
વેબસાઇટના પરફોર્મન્સ ડેશબોર્ડ પર અલગ-અલગ સ્કીમના એચીવમેન્ટ નંબર બતાવવામાં આવ્યા છે.
વેબસાઇટના પરફોર્મન્સ ડેશબોર્ડ પર અલગ-અલગ સ્કીમના એચીવમેન્ટ નંબર બતાવવામાં આવ્યા છે.
X
વેબસાઇટ પર મે 2014થી લઇને અત્યાર સુધી સરકારની તમામ સિદ્ધિઓના લેખાં-જોખાં છે.વેબસાઇટ પર મે 2014થી લઇને અત્યાર સુધી સરકારની તમામ સિદ્ધિઓના લેખાં-જોખાં છે.
ચોથી વર્ષગાંઠ પર સરકારે સિદ્ધિઓની જાણકારી લોકો સુધી પહોંચાડવા ડિજિટલ માર્ગ અપનાવ્યો છે.ચોથી વર્ષગાંઠ પર સરકારે સિદ્ધિઓની જાણકારી લોકો સુધી પહોંચાડવા ડિજિટલ માર્ગ અપનાવ્યો છે.
વેબસાઇટના પરફોર્મન્સ ડેશબોર્ડ પર અલગ-અલગ સ્કીમના એચીવમેન્ટ નંબર બતાવવામાં આવ્યા છે.વેબસાઇટના પરફોર્મન્સ ડેશબોર્ડ પર અલગ-અલગ સ્કીમના એચીવમેન્ટ નંબર બતાવવામાં આવ્યા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App