સરકારે વોટ્સએપને કહ્યું- ફેક ન્યૂઝ અને અશ્લીલ મેસેજ રોકવાના ઉપાય શોધો, નહીંતર દંડ થશે

ફેસબુકના માલિકી હકવાળી આ કંપનીને ભારતમાં કોર્પોરેટ ઓફિસ બનાવવા અને એક ફરિયાદ અધિકારી નિયુક્ત કરવા પણ કહેવામાં આવ્યું છે.

Divyabhaskar.com | Updated - Aug 21, 2018, 03:44 PM
ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજીના મંત્રી રવિશંકર પ્રસાદે વોટ્રસએપના સીઈઓ ક્રિસ ડેનિયલ સાથે મંગળવારે મુલાકાત કરી
ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજીના મંત્રી રવિશંકર પ્રસાદે વોટ્રસએપના સીઈઓ ક્રિસ ડેનિયલ સાથે મંગળવારે મુલાકાત કરી

ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજીના મંત્રી રવિશંકર પ્રસાદે વોટ્રસએપના સીઈઓ ક્રિસ ડેનિયલ સાથે મંગળવારે મુલાકાત કરી. તેઓએ કંપનીને મોબ લિંચિંગ, ફેક ન્યૂઝ અને બદલાની ભાવનાથી મોકલવામાં આવેલા અશ્લીલ મેસેજને રોકવા માટે ટેકનીકલ ઉપાય શોધવા કહ્યું છે.

નવી દિલ્હીઃ ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજીના મંત્રી રવિશંકર પ્રસાદે વોટ્રસએપના સીઈઓ ક્રિસ ડેનિયલ સાથે મંગળવારે મુલાકાત કરી. તેઓએ કંપનીને મોબ લિંચિંગ, ફેક ન્યૂઝ અને બદલાની ભાવનાથી મોકલવામાં આવેલા અશ્લીલ મેસેજને રોકવા માટે ટેકનીકલ ઉપાય શોધવા કહ્યું છે. પ્રસાદે કહ્યું કે, વોટ્સએપને ભારતીય કાયદાનું પાલન કરવું પડશે. એવું ન કરવા પર તેની પર દંડ ફટકારી શકાય છે.

પ્રસાદે કહ્યું કે, ફેસબુકના માલિકી હકવાળી આ કંપનીને ભારતમાં કોર્પોરેટ ઓફિસ બનાવવા અને એક ફરિયાદ અધિકારી નિયુક્ત કરવા પણ કહેવામાં આવ્યું છે. અમે નથી ઈચ્છતા કે કોઈ પણ સવાલનો જવાબ અમેરિકાથી મળે. તેઓએ કહ્યું કે વોટ્સએપથી ગંદા અને આતંક ફેલાવનારા સંદેશ વિશે તાત્કાલિક જાણકારી શેર કરવાની સિસ્ટમ બનાવવા કહેવામાં આવ્યું છે. તેમને એમ પણ માહિતી મેળવવી પડશે કે મેસેજ ક્યાંથી પબ્લિશ આવ્યો છે. વોટ્સએપને ભારતીયનો ડેટા ભારતતમાં જ રાખવો પડશે.

વોટ્સએપના કામોની પણ પ્રશંસા કરી


પ્રસાદે કહ્યું, "અમારી મુલાકાત ખૂબ જ સારી રહી. મેં વોટ્સએપના કેરળમાં રાહત, શિક્ષા અને સ્વાસ્થ્ય દેખભાઈ માટે હાથ ધરવામાં આવેલા કામોને વખાણ્યા." ગયા મહિને વોટ્સએપના સીઈઓ મેથ્યૂ ઇડેમાએ ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજીના સચિવ તથા અન્ય સરકારી અધિકારીઓ સાથે ફેક ન્યૂઝ સંબંધિત મુલાકાત કરી હતી.

X
ઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજીના મંત્રી રવિશંકર પ્રસાદે વોટ્રસએપના સીઈઓ ક્રિસ ડેનિયલ સાથે મંગળવારે મુલાકાત કરીઇન્ફર્મેશન એન્ડ ટેક્નોલોજીના મંત્રી રવિશંકર પ્રસાદે વોટ્રસએપના સીઈઓ ક્રિસ ડેનિયલ સાથે મંગળવારે મુલાકાત કરી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App