રેપિસ્ટની હત્યા કરવાની મહિલાને છૂટ, કાયદામાં ફેરફારનો વાયરલ મેસેજ ફેક

આ મેસેજ અંતર્ગત કોઈપણ બળાત્કારી કે રેપનો પ્રયાસ કરનારની તે યુવતી હત્યા કરી શકે છે.

Divyabhaskar.com | Updated - Apr 16, 2018, 02:44 PM
દેશભરમાં રેપની ઘટના વધી રહી છે ત્યારે લોકો બળાત્કારીઓને કડકમાં કડક સજા થાય તેવી જ માગ કરવામાં આવી રહી છે (સિમ્બોલિક ઈમેજ)
દેશભરમાં રેપની ઘટના વધી રહી છે ત્યારે લોકો બળાત્કારીઓને કડકમાં કડક સજા થાય તેવી જ માગ કરવામાં આવી રહી છે (સિમ્બોલિક ઈમેજ)

જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની આસિફા સાથે થયેલી દરિંદગી અને હત્યાના મામલે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે દોષિતોને મોતની સજા મળે તેવી માગ બળવતર બની છે. ત્યારે વ્હોટસ એપ પર રેપના કાયદામાં ફેરફાર થયાં હોવાના મેસેજ ફરી રહ્યાં છે.

નેશનલ ડેસ્કઃ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની આસિફા સાથે થયેલી દરિંદગી અને હત્યાના મામલે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે દોષિતોને મોતની સજા મળે તેવી માગ બળવતર બની છે. ત્યારે વ્હોટસ એપ પર રેપના કાયદામાં ફેરફાર થયાં હોવાના મેસેજ ફરી રહ્યાં છે. આ મેસેજ અંતર્ગત કોઈપણ બળાત્કારી કે રેપનો પ્રયાસ કરનારની તે યુવતી હત્યા કરી શકે છે. જો કે આ મેસેજની હકિકત શું છે? મોદી સરકારે રેપના કાયદામાં કોઈ ફેરફાર કર્યા છે કે નહીં?

વ્હોટસ એપમાં શું વાયરલ થઈ રહ્યું છે?


- દેશભરમાં રેપની ઘટના વધી રહી છે ત્યારે લોકો બળાત્કારીઓને કડકમાં કડક સજા થાય તેવી જ માગ કરવામાં આવી રહી છે.
- હાલ વ્હોટસ એપ પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, "અંતે નવો કાયદો મોદી સરકારે આજે પસાર કરી દીધો છે. ભારતીય દંડ સંહિતા 233 મુજબ જો કોઈ યુવતી બળાત્કારનો ભોગ બની હોય કે તેવો પ્રયાસ થયો હોય, તો તેને તે વ્યક્તિની હત્યા કરવાનો અધિકાર છે. અથવા તેને ગંભીર રીતે નુકસાન પહોંચાડી શકે છે, જે અંતર્ગત યુવતી પર મર્ડરનો આરોપ નહીં લગાડવામાં આવે."

વાયરલ થઈ રહેલો મેસેજ ફેક


- વ્હોટસ એપ પર વાયરલ થઈ રહેલો આ મેસેજ સદંતર ખોટો છે, જેને સાબિત કરવાના બે કારણો છે.
- પહેલો એ કે આ મેસેજ સૌપ્રથમ વખત જાન્યુઆરી, 2017માં વાયરલ થયો હતો.
- અને બીજું એ કે IPC સેકશન 233 નકલી ચલણી નોટના વિરોધમાં છે. જેમાં નકલી કરન્સી કોઈ ખરીદે, વ્હેંચે કે નાશ કરે કે નકલી કોઈન બનાવવાનું સાહિત્ય મળી આવે છે તેને દંડ અને સજાની જોગવાઈ છે.

મોતની સજા અંગે કરી હતી તરફેણ


- શુક્રવારે કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ બાળકો સાથે થતી ક્રુરતાને ધ્યાનમાં રાખીને કાયદામાં ફેરફાર કરવામાં આવશે તેવી ભલામણ કરી હતી. સાથે જ દોષિતોને મોતની સજા મળે તેવી તરફેણ કરી હતી.
- તો આ પહેલાં જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ સગીર વયના લોકો સાથે થતાં બળાત્કારના કાયદામાં બદલાવ અને દોષિતોને ફાંસીની સજા મળે તેવું નિવેદન આપ્યું હતું.

સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો

વ્હોટ એપ પર મોદી સરકારે મહિલાને લગતાં કાયદામાં ફેરફાર થયાં હોવાના મેસેજ વાયરલ થયાં છે
વ્હોટ એપ પર મોદી સરકારે મહિલાને લગતાં કાયદામાં ફેરફાર થયાં હોવાના મેસેજ વાયરલ થયાં છે
વ્હોટસ એપ પર ફરતાં મેસેજ હકિકતમાં ખોટાં છે
વ્હોટસ એપ પર ફરતાં મેસેજ હકિકતમાં ખોટાં છે
X
દેશભરમાં રેપની ઘટના વધી રહી છે ત્યારે લોકો બળાત્કારીઓને કડકમાં કડક સજા થાય તેવી જ માગ કરવામાં આવી રહી છે (સિમ્બોલિક ઈમેજ)દેશભરમાં રેપની ઘટના વધી રહી છે ત્યારે લોકો બળાત્કારીઓને કડકમાં કડક સજા થાય તેવી જ માગ કરવામાં આવી રહી છે (સિમ્બોલિક ઈમેજ)
વ્હોટ એપ પર મોદી સરકારે મહિલાને લગતાં કાયદામાં ફેરફાર થયાં હોવાના મેસેજ વાયરલ થયાં છેવ્હોટ એપ પર મોદી સરકારે મહિલાને લગતાં કાયદામાં ફેરફાર થયાં હોવાના મેસેજ વાયરલ થયાં છે
વ્હોટસ એપ પર ફરતાં મેસેજ હકિકતમાં ખોટાં છેવ્હોટસ એપ પર ફરતાં મેસેજ હકિકતમાં ખોટાં છે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App