Home » National News » Latest News » National » Dalit issue rise in last years during Modi Government

વેમુલા સુસાઇડથી ઉના કાંડઃ 4 વર્ષમાં દલિતો મુદ્દે 'મોદી રાજ' બેકફુટ પર

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 04:50 PM

ગત ચાર વર્ષોમાં એવાં અનેક મામલાઓ સામે આવ્યાં છે જેના કારણે મોદી સરકાર દલિતો સાથે જોડાયેલાં મુદ્દે બેકફુટ પર છે.

 • Dalit issue rise in last years during Modi Government
  +3બીજી સ્લાઈડ્સ જુઓ
  વડાપ્રધાન મોદી (ફાઈલ)

  નવી દિલ્હીઃ SC/ST એક્ટમાં બદલાવને લઈને સુપ્રીમ કોર્ટના ફેંસલા બાદ દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક દલિત સંગઠનોએ સોમવારે ભારત બંધનું એલાન કર્યું હતું, આ દરમિયાન દેશના અનેક ભાગમાંથી હિંસાની તસ્વીરો સામે આવી છે. મેરઠ, બાડમેર સહિત દેશના અનેક વિસ્તારોમાં બસ ફુંકવામાં આવી છે તો ક્યાંક દુકાનોને આગ લગાડવામાં આવી છે. હિંસામાં અનેક લોકો ઈજાગ્રસ્ત પણ થયાં છે. ત્યારે છેલ્લાં ઘણાં સમયથી મોદી સરકાર પ્રત્યે દલિતોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. ગત ચાર વર્ષોમાં એવાં અનેક મામલાઓ સામે આવ્યાં છે જેના કારણે મોદી સરકાર દલિતો સાથે જોડાયેલાં મુદ્દે બેકફુટ પર છે. તે પછી ઉનાનો મામલો હોય કે રોહિત વેમુલાનો મુદ્દો.

  1) પુણેમાં દલિત-મરાઠા સંઘર્ષ, સમગ્ર મહારાષ્ટ્રમાં થઈ હતી અસર


  - થોડાં દિવસો પહેલાં જ મહારાષ્ટ્રના પુણેમાં ભીમા-કોરેગાંવની ઐતિહાસિક લડાઈની 200મી વર્ષગાંઠ પર 1લી જાન્યુઆરીએ કેટલાંક દલિત જૂથ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કથિત રીતે હિંદુવાદી સંગઠનોના દ્વારા હિંસક હુમલાઓ કરાયાં હતા.
  - કાર્યક્રમમાં આવેલાં દલિતોની ગાડીઓ સળગાવવામાં આવી હતી તેમજ તેમને માર મારવામાં આવ્યો હતો જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. તો કેટલાંકના મોત પણ નિપજ્યાં હતા.
  - દલિત નેતા પ્રકાશ આંબેડકરની આગેવાનીમાં મહારાષ્ટ્ર બંધનું એલાન કરાયું હતું જેની મોટી અસર જોવા મળી હતી.
  - આ પ્રદર્શન હિંસક થયું હતું જે બાદ મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ સાથેની મુલાકાત બાદ આ આંદોલન સમેટાયું હતું.

  આગળ વાંચો દલિતોના મુદ્દે મોદી સરકારમાં ક્યારે ક્યારે બેકફુટ પર જોવા મળી?

 • Dalit issue rise in last years during Modi Government
  +2બીજી સ્લાઈડ્સ જુઓ
  ઉના કાંડ બાદ ગુજરાતમાં દલિતોના દેખાવો (ફાઈલ)

  2) ઉનામાં દલિતોને મારવાની ઘટના 


  - વડાપ્રધાન મોદીના ગૃહરાજ્ય એવાં ગુજરાતના ઉનામાં 11 જુલાઈ, 2016નાં રોજ કેટલાંક દલિત યુવકોને મૃત ગાયની ચામડી કાઢવાને કારણે ગૌરક્ષક સમિતિના સભ્ય ગણાવનારાઓએ રસ્તા પર ઢોર માર માર્યો હતો. 
  - દલિતોને માર મારવાનો વીડિયો પણ જાહેર કરાયો હતો. 
  - ઉનાની ઘટના બાદ પ્રદેશના દલિત સમાજે રસ્તા પર ઉતર્યાં હતા મરેલી ગાયોને ઉઠાવવાની મનાઈ કરી દીધી હતી.
  - ઉનાની ઘટનાને લઈને દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ આંદોલન કર્યું. જેને મુસ્લિમ સમાજનો પણ સાથ મળ્યો હતો. 
  - આ ઘટનાના પડઘા સંસદમાં પડ્યાં હતા જેના કારણે મોદી સરકાર બેકફુટ પર આવી ગઈ હતી.

   

  આગળ વાંચો રોહિત વેમુલાની આત્મહત્યા બાદ લોકોનો રોષ

 • Dalit issue rise in last years during Modi Government
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા બાદ પ્રદર્શનો (ફાઈલ)

  3) સહારનપુરમાં રાજપૂત-દલિત સંઘર્ષ


  - ઉત્તરપ્રદેશની સત્તા પર યોગી આદિત્યનાથ આવ્યાંને એક માસ બાદ જ સહારનપુરના શબ્બીરપુરમાં રાજપૂત-દલિતો વચ્ચે લોહિયાળ ઘર્ષણ થયું.
  - પહેલાં 14 એપ્રિલ, 2017નાં રોજ આંબેડકર જયંતિ દરમિયાન સહારનપુરમાં શોભાયાત્રા દરમિયાન બે જૂથો આમનેસામને આવી ગયાં હતા. 
  - જે બાદ 5 મેનાં રોજ મહારાણા પ્રતાપની જયંતિના દિવસે શબ્બીરપુર ગામના ઠાકુરોએ શોભાયાત્રા અને રેલીનું આયોજન કર્યું હતું જેનો દલિત સમાજે વિરોધ કર્યો હતો. 
  - શબ્બીરપુરમાં દલિતો અને ઠાકુરો વચ્ચેના વિરોધને કારણે બંને પક્ષ વચ્ચે પથ્થરમારો, ફાયરિંગ અને આગની ઘટનાઓ થઈ હતી. 

   

  4) રોહિત વેમુલાની આત્મહત્યા


  - હૈદરાબાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં પીએચડી કરતાં દલિત વિદ્યાર્થી રોહિત વેમુલાએ 17 જાન્યુઆરી, 2016નાં રોજ આત્મહત્યા કરી લીધી. 
  - હૈદરાબાદ વિશ્વવિદ્યાલયના કાર્યકરી પરિષદે નવેમ્બર, 2015માં પાંચ દલિત વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મુક્યા હતા. અને તેથી જ રોહિત વેમુલાએ આત્મહત્યા કરી હોવાનું જણાવાયું હતું. 
  - જે બાદ દેશભરમાં દલિત સમુદાયના લોકો અને વિદ્યાર્થીઓએ રોહિતની આત્મહત્યાને લઈને વિરોધ પ્રદર્શનો કર્યાં અને ભાજપ સરકાર પર ફરી પસ્તાળ પડી.

   

  આગળ વાંચો મોદી સરકાર પ્રત્યે માયાવતીનો શું છે રોષ?

 • Dalit issue rise in last years during Modi Government
  સહારનપુર ઘટના અંગે માયાવતીએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હતુ (ફાઈલ)

  5) હરિયાણામાં દલિતના ઘરમાં આગ

   

  - હરિયાણામાં દલિતોને પરેશાન કરવાનો સામનો વારંવાર સામે આવે છે. ફરીદાબાદના સુનપેડ ગામમાં એક દલિત પરિવારને જીવતા સળગાવવામાં આવ્યાં હતા. આ ઘટનામાં બે બાળકોના પણ મોત નિપજ્યાં હતા.

  - સુનપેડ ગામમાં લગભગ 20 ટકા વસ્તી દલિતોની છે અને 60 ટકા સુવર્ણો રહે છે.

  - પ્રાપ્ત થતી માહિતી મુજબ એક જૂની અદાવતમાં ગામના કેટલાંક સુવર્ણોએ દલિત જીતેન્દ્રના ઘરમાં દાખલ થયા હતા અને પેટ્રોલ નાંખીને પૂરાં પરિવારને જીવતાં સળગાવી દેવાયાં હતા.

   

  6) રોષે ભરાયેલાં માયાવતીએ રાજ્યસભામાંથી આપ્યું હતું રાજીનામું

   

  - ગત વર્ષે BSP સુપ્રીમો માયાવતીએ રાજ્યસભામાંથી ગુસ્સામાં આવીને રાજીનામું આપી દીધું હતું. માયાવતીનો આરોપ હતો કે ગૃહમાં તેમને બોલવા દેવામાં નથી આવતાં

  - માયાવતી તે સમયે સહારનપુર હિંસા પર બોલવા માગતા હતા.

  - જો કે રાજ્યસભામાં માયાવતીને બોલવાનો મોકો ન મળતાં 18 જુલાઈએ તેઓએ લેખિતમાં રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ