ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Modi Government want special team for social media and emails

  ઇમેલ અને પોસ્ટ મેસેજ સુધી નજર રાખશે મોદી સરકાર, તૈયાર કરે છે ટીમ

  Divyabhaskar.com | Last Modified - May 30, 2018, 07:09 PM IST

  મોદી સરકાર એક એવી કંપની શોધી રહ્યાં છે જે સોશિયલ મીડિયા પર શેર થતી તમામ વાત પર નજર રાખી શકે, તેનું વિશ્લેષણ કરી શકે.
  • મોદી સરકાર હવે દેશની સારી છબીના નિર્માણ માટે તાકાતવર સોફ્ટવેરની સાથે સાથે એક મજબૂત ટીમનો ઉપયોગ કરવા માગે છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   મોદી સરકાર હવે દેશની સારી છબીના નિર્માણ માટે તાકાતવર સોફ્ટવેરની સાથે સાથે એક મજબૂત ટીમનો ઉપયોગ કરવા માગે છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ 2014ના ઈલેકશનથી દેશમાં સોશિયલ મીડિયાથી પ્રચાર-પ્રસાર વધ્યો છે. આ ઉપરાંત સરકાર, વિપક્ષ કે કોઈપણને પોતાની વાત સીધી રીતે પહોંચાડવા માટે સોશિયલ મીડિયા અસરકારક છે. ત્યારે મોદી સરકાર એક એવી કંપની શોધી રહ્યાં છે જે સોશિયલ મીડિયા પર શેર થતી તમામ વાત પર નજર રાખી શકે, તેનું વિશ્લેષણ કરી શકે. સાથે જ કેન્દ્ર સરકારની મદદથી દેશમાં રાષ્ટ્રીયતાની ભાવનાનો વિસ્તાર કરવા અને દેશ વિરોધ દુષ્પ્રચારને રોકવામાં મદદ કરે.

   સોશિયલ મીડિયા પર નજર રાખવા જોઈએ છે ટીમ

   - ઈન્ટરનેશનલ મીડિયાની માહિતી મુજબ સુચના અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ટેન્ડર જાહેર કરી એક એવી કંપનીનું આવેદન માંગ્યું છે જે સોશિયલ મીડિયા પર નજર રાખી શકે.
   - આ ઉપરાંત સોશિયલ મીડિયા પર નજર રાખવા એક સોફ્ટવેર સહિત ઓછામાં ઓછા 20 લોકોની વિશેષ ટીમની સાથે સરકારને એક રિયલ ટાઈમ ન્યૂ મીડિયા કમાન્ડ રૂમની સુવિધા આપી શકે.
   - મંત્રાલયની જાહેરાત મુજબ ઉક્ત કંપનીને ટ્વિટર, યૂ ટયુબ, લિંક્ડઈન સહિત તમામ ઈન્ટરનેટ ફોરમ અને ઇમેઈલ મોનિટરિંગ કરતાં આ પ્લેટફોર્મ પર સંવેદનશીલ પોસ્ટ્સની ઓળખ કરવાની છે.
   - આ સાથે જ કંપનીને ફેક ન્યૂઝની ઓળખ કરતાં કેન્દ્ર સરકારના નામથી પોસ્ટ્સ અને મેસેજનો સંચાર કરવાનો છે.
   - કેન્દ્ર સરકારનો દાવો છે કે તેઓ સંવેદનશીલ અને ફેક કંટેન્ટને રોકવાની સાથે સાથે એવી પોસ્ટ સંચાર કરાવશે જેનાથી દેશની સારી છબિ બનાવવામાં મદદ મળે.

   સોશિયલ મીડિયાનો સહારો લેવા વધુ એક ડગ

   - છેલ્લાં 4 વર્ષ દરમિયાન મોદી સરકારના કાર્યકાળમાં PMO સહિત સરકારના તમામ મંત્રાલય અને કેબિનેટ મંત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
   - સોશિયલ મીડિયાનો સહારો લઈ મોટા ભાગના મંત્રીઓ પોતાની નવી નીતિઓનો પ્રચાર કરવા અને નાગરિકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાના પ્રયાસો કરે છે. ત્યારે કેન્દ્ર સરકાર એક ડગલું આગળ જવા માગે છે.

   ચૂંટણી પહેલાં મોદી સરકાર મજબૂત ટીમ બનાવવા માગે છે

   - કેન્દ્ર તરફથી આ નવી પહેલથી એવું સ્પષ્ટ છે કે મોદી સરકાર હવે દેશની સારી છબીના નિર્માણ માટે તાકાતવર સોફ્ટવેરની સાથે સાથે એક મજબૂત ટીમનો ઉપયોગ કરવા માગે છે.
   - કેન્દ્ર સરકારની દલીલ છે કે 2019ની સામાન્ય ચૂંટણી અને તે પહેલાં કેટલાંક મહત્વના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર દેશમાં રાષ્ટ્રીયતાની ભાવનાનું સંચાર કરતા દેશની સકારાત્મક ચભિનો પ્રચાર કરવા માગે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • છેલ્લાં 4 વર્ષ દરમિયાન મોદી સરકારના કાર્યકાળમાં PMO સહિત સરકારના તમામ મંત્રાલય અને કેબિનેટ મંત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   છેલ્લાં 4 વર્ષ દરમિયાન મોદી સરકારના કાર્યકાળમાં PMO સહિત સરકારના તમામ મંત્રાલય અને કેબિનેટ મંત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

   નેશનલ ડેસ્કઃ 2014ના ઈલેકશનથી દેશમાં સોશિયલ મીડિયાથી પ્રચાર-પ્રસાર વધ્યો છે. આ ઉપરાંત સરકાર, વિપક્ષ કે કોઈપણને પોતાની વાત સીધી રીતે પહોંચાડવા માટે સોશિયલ મીડિયા અસરકારક છે. ત્યારે મોદી સરકાર એક એવી કંપની શોધી રહ્યાં છે જે સોશિયલ મીડિયા પર શેર થતી તમામ વાત પર નજર રાખી શકે, તેનું વિશ્લેષણ કરી શકે. સાથે જ કેન્દ્ર સરકારની મદદથી દેશમાં રાષ્ટ્રીયતાની ભાવનાનો વિસ્તાર કરવા અને દેશ વિરોધ દુષ્પ્રચારને રોકવામાં મદદ કરે.

   સોશિયલ મીડિયા પર નજર રાખવા જોઈએ છે ટીમ

   - ઈન્ટરનેશનલ મીડિયાની માહિતી મુજબ સુચના અને પ્રસારણ મંત્રાલયે ઓનલાઈન ટેન્ડર જાહેર કરી એક એવી કંપનીનું આવેદન માંગ્યું છે જે સોશિયલ મીડિયા પર નજર રાખી શકે.
   - આ ઉપરાંત સોશિયલ મીડિયા પર નજર રાખવા એક સોફ્ટવેર સહિત ઓછામાં ઓછા 20 લોકોની વિશેષ ટીમની સાથે સરકારને એક રિયલ ટાઈમ ન્યૂ મીડિયા કમાન્ડ રૂમની સુવિધા આપી શકે.
   - મંત્રાલયની જાહેરાત મુજબ ઉક્ત કંપનીને ટ્વિટર, યૂ ટયુબ, લિંક્ડઈન સહિત તમામ ઈન્ટરનેટ ફોરમ અને ઇમેઈલ મોનિટરિંગ કરતાં આ પ્લેટફોર્મ પર સંવેદનશીલ પોસ્ટ્સની ઓળખ કરવાની છે.
   - આ સાથે જ કંપનીને ફેક ન્યૂઝની ઓળખ કરતાં કેન્દ્ર સરકારના નામથી પોસ્ટ્સ અને મેસેજનો સંચાર કરવાનો છે.
   - કેન્દ્ર સરકારનો દાવો છે કે તેઓ સંવેદનશીલ અને ફેક કંટેન્ટને રોકવાની સાથે સાથે એવી પોસ્ટ સંચાર કરાવશે જેનાથી દેશની સારી છબિ બનાવવામાં મદદ મળે.

   સોશિયલ મીડિયાનો સહારો લેવા વધુ એક ડગ

   - છેલ્લાં 4 વર્ષ દરમિયાન મોદી સરકારના કાર્યકાળમાં PMO સહિત સરકારના તમામ મંત્રાલય અને કેબિનેટ મંત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
   - સોશિયલ મીડિયાનો સહારો લઈ મોટા ભાગના મંત્રીઓ પોતાની નવી નીતિઓનો પ્રચાર કરવા અને નાગરિકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાના પ્રયાસો કરે છે. ત્યારે કેન્દ્ર સરકાર એક ડગલું આગળ જવા માગે છે.

   ચૂંટણી પહેલાં મોદી સરકાર મજબૂત ટીમ બનાવવા માગે છે

   - કેન્દ્ર તરફથી આ નવી પહેલથી એવું સ્પષ્ટ છે કે મોદી સરકાર હવે દેશની સારી છબીના નિર્માણ માટે તાકાતવર સોફ્ટવેરની સાથે સાથે એક મજબૂત ટીમનો ઉપયોગ કરવા માગે છે.
   - કેન્દ્ર સરકારની દલીલ છે કે 2019ની સામાન્ય ચૂંટણી અને તે પહેલાં કેટલાંક મહત્વના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકાર દેશમાં રાષ્ટ્રીયતાની ભાવનાનું સંચાર કરતા દેશની સકારાત્મક ચભિનો પ્રચાર કરવા માગે છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Modi Government want special team for social media and emails
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `