માસ્ટરસ્ટ્રોક / સવર્ણ અનામત બાદ ટેક્સ અને હોમલોનમાં ઘટાડાથી મધ્યમ વર્ગને પણ સાધવાની તૈયારી

Divyabhaskar

Jan 09, 2019, 12:33 PM IST
narendra modi planning tax soaps in interim budget for middle class
X
narendra modi planning tax soaps in interim budget for middle class

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પહેલા સવર્ણોને  ટકા અનામત આપવાની જાહેરાત કર્યા પછી મોદી સરકાર સવર્ણોનાં મતો મેળવવા માટે મહત્વની જાહેરાત કરી શકે છે. સૂત્રો પ્રમાણે અનામત બાદ હવે મોદી સરકાર મધ્યમ વર્ગને ઈનકમ ટેક્સમાં છૂટ આપવાની સાથો સાથ હોમ લોનમાં પણ રાહત આપવાની તૈયારી કરી રહી છે. 

આગામી 2019નાં અંતરિમ બજેટમાં જાહેરાત થઈ શકે છે
1.કેન્દ્ર સરકાર આ જાહેરાત અગામી 2019નાં બજેટમાં કરી શકે છે. મહત્વનું છે કે આશરે ત્રણ સપ્તાહ બાદ કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલી બજેટ રજુ કરશે. નાણા મંત્રી ઈનકમ ટેક્સ એક્ટનાં સેક્શન 80સી હેઠળ સ્લેબમાં ફેરફાર કરવાની જાહેરાત કરી શકે છે. આ સાથે જ કેન્દ્ર સરકાર પેન્શનધારકો માટે મહત્તમ ટેક્સની છૂટ સાથે હોમ લોનમાં ઘટાડાની  જાહેરાત પણ કરી શકે છે. 
ગ્રાહકો સહિત વેપારીઓને ફાયદો થશે
2.મહત્વનું છે કે આ ભેટને આધારે મોદી સરકાર આવનારી ચૂંટણીમાં મધ્યમ વર્ગોનાં મતોને આવરી લેવાનું કામ કરશે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે  નાણા મંત્રી ઉત્પાદકોની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરી ગ્રાહકો સહિત  વેપારીઓને પણ ફાયદો પહોંચાડવાનો નિર્ણય લઈ શકે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી