• Home
  • National
  • Modi government announce reservation for upper caste before lok sabha election

મિશન 2019 / હવે સવર્ણોને પણ 10 ટકા અનામત મળશેઃ ચૂંટણી પહેલાં સરકારનો મહત્વનો નિર્ણય, આજે લોકસભામાં બિલ લવાશે

Modi government announce reservation for upper caste before lok sabha election
Modi government announce reservation for upper caste before lok sabha election

  • જનરલ કેટેગરીના હિન્દુ-મુસ્લિમ સહિતના તમામને શિક્ષણ-નોકરીમાં અનામત

  • સોમવારે કેબિનેટની બેઠકમાં આ વ્યુહાત્મક નિર્ણયની જાહેરાત કરવામાં આવી

  • SC/ST એક્ટમાં સુધારાના કારણે નારાજ સવર્ણને મનાવવાની કવાયત

Divyabhaskar.com

Jan 08, 2019, 02:00 AM IST

નેશનલ ડેસ્કઃ કેન્દ્ર સરકારે જનરલ કેટેગરીના આર્થિક રીતે પછાત વર્ગના લોકોને શિક્ષણ અને સરકારી નોકરીમાં 10 ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. સોમવારે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ દરખાસ્તને મંજૂર કરવામાં આવી હતી. આ દરખાસ્ત અનુસાર સવર્ણો ઉપરાંત હિન્દુ, મુસ્લિમ જેવા વિવિધ ધર્મના ગરીબ લોકોને પણ આ લાભ મળશે. લોકસભા ચૂંટણી અગાઉ આ નિર્ણયથી વિવિધ વર્ગનું કુલ અનામત 49.5%થી વધુ 59.5% થઈ જશે. જો કે સુપ્રીમ કોર્ટે અનામતની મહત્તમ મર્યાદા 50% નક્કી કરેલી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર મંગળવારે શિયાળુ સત્રના છેલ્લા દિવસે બંધારણીય સુધારા બિલ રજૂ કરશે. એસસી-એસટી એક્ટમાં સુધારો કરી સુપ્રીમ કોર્ટના નિર્ણયને બદલવાથી નારાજ થયેલા સામાન્ય વર્ગને પોતાની તરફ આકર્ષવા માટે સરકારે આ પગલું ભર્યું છે. સામાન્ય રીતે કેબિનેટ બેઠક બુધવારે યોજાય છે પરંતુ શિયાળુ સત્ર પૂરું થવાનું હોવાથી સોમવારે તાકિદે આ બેઠક બોલાવાઈ હતી. ભાજપની વોટ બેન્ક ગણાતી સવર્ણ જ્ઞાતિઓ આર્થિક આધારે અનામતની માંગણી કરતી આવી છે.

આ અંગે 21 ઓગસ્ટના રોજ DivyaBhaskar.comએ આર.એસ.એસ.ની થિંકટેન્ક ગણાતા કેટલાક આગેવાનો અને આઈ.બી.ના અધિકારી પાસેથી મોદી સરકાર દ્વારા EBC લાગુ કરવાની નીતિ માટે હિલચાલ ચાલી રહી હોવાનો એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. જે સાડા ત્રણ વર્ષ બાદ સાચો ઠર્યો છે.

નિર્ણયનું અર્થઘટન

- પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં પરાજયની સમિક્ષા સંદર્ભે સવર્ણોની નારાજગી મુખ્ય હોવાના તારણો સામે આવ્યા બાદ સરકારે આ નિર્ણય લીધો છે.

- SC/ST એક્ટમાં સર્વોચ્ચ અદાલતના આદેશ સામે મોદી સરકારે વટહુકમ લાગ્યો કર્યો એથી સવર્ણ મતદારોમાં ભાજપ પ્રત્યે નારાજગી વધી હતી.

- ભાજપની કમિટેડ વોટબેન્કને ગુમાવવાનું માઠું પરિણામ ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણીમાં ભોગવ્યું હતું. આથી સવર્ણોની નારાજગી ખાળવા આ નિર્ણય લેવાયો છે.

- જોકે આ નિર્ણય સામે કાનૂની પડકારો ઊભા થઈ શકે છે. કારણ કે બંધારણમાં આ પ્રકારે અનામત આપવાની જોગવાઈ નથી. એ સંજોગોમાં સરકારે વધુ એક વટહુકમ લાવવો પડે તેવી શક્યતા પણ નકારી શકાય નહિ.

આ સવર્ણોને મળશે આરક્ષણ


- 8 લાખથી ઓછી આવક હોય
- કૃષિ ભૂમિ 5 હેકટરથી ઓછી હોય
- ઘર છે પણ 1000 સ્કેવર ફુટથી નાનું
- શહેરી વિસ્તારમાં રહેણાંક પ્લોટ છે તો 109 યાર્ડથી ઓછી જમીનમાં
- શહેરી વિસ્તારની બહાર પ્લોટ છે તો 209 યાર્ડથી ઓછી જમીન હોય.

બંધારણ નિષ્ણાંતના મતે અડચણો યથાવત્

* બંધારણ નિષ્ણાત ડૉ. આદિશચંદ્ર અગ્રવાલાએ કહ્યું કે સુપ્રીમકોર્ટે 2006માં સ્પષ્ટ કર્યું હતું કે કોઇ પણ સંજોગોમાં અનામત 50 ટકાથી વધુ હોઇ ન શકે. 2018માં પણ આ ચુકાદો યથાવત્ રાખ્યો હતો.

* લોકસભાના પૂર્વ મહાસચિવ પીડીટી આચારીએ કહ્યું કે જનરલ કેટેગરીના સંપન્ન લોકોને ઓછી તક હશે તો તેઓ કોર્ટ જઇ શકે. એવું થશે તો મામલો ફરી અટકી પડશે.

X
Modi government announce reservation for upper caste before lok sabha election
Modi government announce reservation for upper caste before lok sabha election

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી