• Home
  • National News
  • Latest News
  • National
  • મોદી સરકારને 4 વર્ષ પૂરાં થતા ભાજપ પ્રમુખે પત્રકાર પરિષદ સંબોધી | BJP President Amit Shah Press Conference on 4 Years of Modi Government

વિપક્ષ મોદીને હટાવવા એક થયા, અમારું લક્ષ્ય ગરીબી-ભ્રષ્ટાચાર હટાવવાનો- શાહ

સમગ્ર વિપક્ષ મોદીજીને હટાવવામાં લાગ્યાં છે, જ્યારે કે સરકારનો એજન્ડા ગરીબી-ભ્રષ્ટાચાર હટાવવાનો છે- અમિત શાહ

Divyabhaskar.com | Updated - May 26, 2018, 01:36 PM
દેશને એક દિવસમાં 18 કલાક કામ કરનાર વડાપ્રધાન મળ્યા છે. આપણે વિશ્વને સૌથી લોકપ્રિય જનનેતા આપવાનું કામ કર્યું છે- અમિત શાહ
દેશને એક દિવસમાં 18 કલાક કામ કરનાર વડાપ્રધાન મળ્યા છે. આપણે વિશ્વને સૌથી લોકપ્રિય જનનેતા આપવાનું કામ કર્યું છે- અમિત શાહ

મોદી સરકારના 4 વર્ષ પૂરાં થતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રસંગે તેઓએ કહ્યું કે જ્યારે મોદીજીને NDAના સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા ત્યારે તેઓએ અનેક વાત કરી હતી. ત્યારે મોદીજી આ વાયદાને પૂરાં કરવામાં ખરા ઉતર્યા છે.

નવી દિલ્હીઃ મોદી સરકારના 4 વર્ષ પૂરાં થતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રસંગે તેઓએ કહ્યું કે જ્યારે મોદીજીને NDAના સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા ત્યારે તેઓએ અનેક વાત કરી હતી. ત્યારે મોદીજી આ વાયદાને પૂરાં કરવામાં ખરા ઉતર્યા છે. સમગ્ર વિપક્ષ મોદીજીને હટાવવામાં લાગ્યાં છે, જ્યારે કે સરકારનો એજન્ડા ગરીબી-ભ્રષ્ટાચાર હટાવવાનો છે.

દેશને 18 કલાક કરામ કરતા વડાપ્રધાન મળ્યાં


- અમિત શાહે કહ્યું કે, "હું પાર્ટી તરફથી મોદીજીને ખુબ ખુબ શુભેચ્છા પાઠવું છું. તેમની સરકારના સભ્યોને પણ અભિનંદન આપુ છું."
- "2014માં મળેલા જનાદેશ અનેક બાબતોમાં ઐતિહાસિક હતો. 30 વર્ષની અસ્થિરતા પછી દેશે મોદીજીની સ્થિર સરકારને ચૂંટી. આઝાદી પછી પહેલી વખત પૂર્ણ જનાદેશથી ગેર-કોંગ્રેસી સરકાર બની."
- "જ્યારે મોદીજીને NDAના સંસદીય દળના નેતા ચૂંટવામાં આવ્યાં ત્યારે તેઓએ અનેક વાત કરી હતી. જેમાં એક એવી કે- આ સરકાર ગામડાં, પછાત, ગરીબોની સમર્પિત સરકાર છે. બીજી વાત એ કે- આપણે દેશને ઉપર લઈ જવાનું કામ કરીશું. મોદીજી તેમને કરેલાં આ વાયદાઓમાં ખરા ઉતર્યાં છે."
- "દેશને એક દિવસમાં 18 કલાક કામ કરનાર વડાપ્રધાન મળ્યા છે. આપણે વિશ્વને સૌથી લોકપ્રિય જનનેતા આપવાનું કામ કર્યું છે."

આ સરકારે અનેક શકત પગલાંઓ લીધા


- અમિત શાહે કહ્યું કે, "અમે કડક નિર્ણયો કરનારી, ગરીબોના હિત કરનારી સરકાર આપી છે. ભાજપની મોદી સરકાર બનતાં જ સવાલ ઊભો થયો કે ગરીબોની સરકાર છે કે ઉદ્યોગો માટે સમર્પતિ સરકાર છે. અમારી સરકારે ખેડૂતોની સાથે ઉદ્યોગો માટે પણ કામ કર્યું. મોદી સરકારે સિદ્ધ કરી દીધું કે ગ્રામીણ વિકાસ માટે કામ કરવાની સાથે શહેરો માટે પણ કામ કરી શકાય છે."
- "મોદી સરકારે આ દ્વંદ્વને ખતમ કર્યું કે વિશ્વમાં તમામ દેશો સાથે સાથે મિત્રતા કેળવી શકાય છે અને પોતાના રક્ષા હિતોને સર્વોપરી રાખી શકાય છે. સરકારે તે દ્વંદ્વ પણ ખતમ કર્યું કે સરકાર અધિકારી ચલાવશે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ."

દેશના 70% ભૂભાગ અને 65% વસ્તી પર ભાજપ-સહયોગીઓની સરકાર


- શાહે કહ્યું કે, "એક સમયમાં અખબારમાં 12 લાખ કરોડના ભ્રષ્ટાચારના હેડિંગ જોવા મળતા, આજે વિકાસના હેડિંગ જોવા મળે છે. અમે રાજનીતિમાં સ્થિરતા લાવવાની સાથે સરકારમાં પણ સ્થિરતા લાવવાનો પ્રયાસ કર્યો છે."
- "દેશના ગૌરવ વધારવામાં અગ્રેસર મોદીની સફળતા છે કે દેશના 70% ભૂભાગ અને 65% આબાદી પર ભાજપ-સહયોગીઓની સરકાર છે. જેને મોદીના કામ પર જનતાની મોહર કહી શકાય છે."
- "રોજગારીના મામલે સ્વરોજગારી લાવવામાં મોદી સરકારે કામ કર્યું છે. સરકારે કરોડો લોકોને રોજગારી દેવાનું કામ કર્યું છે. 9 કરોડ લોકોને રોજગારી આપવાનું કામ કર્યું. 7 કરોડ મહિલાઓને સન્માનથી જીવવાની તક આપી. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત 53 હજાર કિલોમીટર રાજમાર્ગ બનાવવાનું કામ પૂરું થયું."
- "આસામમાં ઢોલા-સાદિયાનો સૌથી લાંબો પુલ અમારી સરકારે બનાવ્યો છે. સરકાર દેશમાં પહેલી વખત બુલેટ ટ્રેન લાવી રહી છે. નમો હેલ્થ કેરમાં 10 કરોડ પરિવારોને સ્વાસ્થ્ય વીમાનો લાભ મળ્યો છે."

નોટબંધી-GST અર્થવ્યવસ્થામાં બદલાવ લાવનારા નિર્ણયો


- શાહે કહ્યું કે, "નોટબંધી-GST દેશની અર્થવ્યવસ્થામાં બદલાવ લાવનારા ફેંસલા હતા. POKમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈક સરકારની ઈચ્છાશક્તિ દેખાડે છે."
- "પીએમના કહેવાથી 1.5 કરોડ લોકોએ સબસિડી છોડી. સરકારે વન રેન્ક-વન પેન્શનની સમસ્યાનો ઉકેલ કાઢ્યો. સોઇલ હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા. નીમકોટેડ યુરિયાની કર ચોરી રોકવામાં આવી."
- "આપણે વિશ્વની સૌથી તેજીથી વધનારી અર્થવ્યવસ્થામાં સામેલ થઈ ગયા છીએ. વિદેશી મુદ્રા ભંડાર વધીને 417 મિલિયન ડોલર થઈ ગયું છે. અમે પોલિસી પેરાલિસિસને દૂર કરી છે."
- "હવે રૂપિયા ડેબિટ જ નહીં, ક્રેડિટ કાર્ડ પણ શરૂ થી ગયા છે. અમે એક કરોડ લોકોને ઘર આપવાનું કામ કર્યું છે."
- "મોદી સરકારે મેટરનિટી લીવને 26 અઠવાડીયા સુધી કરવાનું કામ કર્યું છે. અમારી સરકારે ટ્રિપલ તલાકમાંથી મુક્તિ અપાવવાનું પણ કામ કર્યું છે. વૈશ્વિક સ્તરે પણ ભારતનું સન્માન વધ્યું છે."
- "પેલેસ્ટાઈન, અફઘાનિસ્તાન અને સાઉદી આરબના સર્વોચ્ચ સન્માન મોદીજીને મળ્યાં છે. તેઓએ જેને 125 કરોડ જનતાનું સન્માન ગણાવ્યું હતું."

મોદીજીને હટાવવા એકજૂટ થયું વિપક્ષ


- શાહે કહ્યું કે, "દેશની રાજનીતિમાં હવે વારંવાર ખોટું બોલવું, જૂઠને જોરજોરથી બોલવું અને સાર્વજનિક રૂપથી બોલવામાં આવે છે. વિપક્ષ નરેન્દ્ર મોદીને હટાવવા માગે છે. ભાજપ અને નરેન્દ્ર મોદીનો એજન્ડા છે- અવ્યવસ્થા, ગરીબી અને ભ્રષ્ટાચારને હટાવવું."
- "ઈમરજન્સીમાં એક લાખ લોકોને જેલમાં નાખનારા લોકો અમારા પર કટાક્ષ કરે છે. મીડિયા પર લગામ મુકનારા લોકો અમને મીડિયા પર અંકુશ મુકનારા ગણાવે છે."
- "હજુ સરકારને એક વર્ષ બાકી છે. હજુ પણ ઘણું બધું કરવાનું છે. અમને વિશ્વાસ છે કે દેશની જનતા 2019માં નરેન્દ્ર મોદીને એક વખત ફરી સરકાર બનાવવાની તક આપશે."

આગળની સ્લાઈડ પર જવા અહીં ક્લિક કરો

દેશના ગૌરવ વધારવામાં અગ્રેસર મોદીની સફળતા છે કે દેશના 70% ભૂભાગ અને 65% આબાદી પર ભાજપ-સહયોગીઓની સરકાર છે- અમિત શાહ
દેશના ગૌરવ વધારવામાં અગ્રેસર મોદીની સફળતા છે કે દેશના 70% ભૂભાગ અને 65% આબાદી પર ભાજપ-સહયોગીઓની સરકાર છે- અમિત શાહ
X
દેશને એક દિવસમાં 18 કલાક કામ કરનાર વડાપ્રધાન મળ્યા છે. આપણે વિશ્વને સૌથી લોકપ્રિય જનનેતા આપવાનું કામ કર્યું છે- અમિત શાહદેશને એક દિવસમાં 18 કલાક કામ કરનાર વડાપ્રધાન મળ્યા છે. આપણે વિશ્વને સૌથી લોકપ્રિય જનનેતા આપવાનું કામ કર્યું છે- અમિત શાહ
દેશના ગૌરવ વધારવામાં અગ્રેસર મોદીની સફળતા છે કે દેશના 70% ભૂભાગ અને 65% આબાદી પર ભાજપ-સહયોગીઓની સરકાર છે- અમિત શાહદેશના ગૌરવ વધારવામાં અગ્રેસર મોદીની સફળતા છે કે દેશના 70% ભૂભાગ અને 65% આબાદી પર ભાજપ-સહયોગીઓની સરકાર છે- અમિત શાહ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App