Home » National News » Latest News » National » Modi Cabinet opens new list of schemes

નવી દિલ્હી: મોદી કેબિનેટે નવી યોજનાઓનો પટારો ખોલ્યો

Divyabhaskar.com | Updated - May 03, 2018, 03:49 AM

દેશમાં 20 નવી એઈમ્સ ખૂલશે, ગુજરાતનો કોઈ ઉલ્લેખ નહીં

  • Modi Cabinet opens new list of schemes

    નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં અનેક મોટા નિર્ણયો લેવામાં આવ્યા. જેમાં ખેડૂતો, વૃદ્ધો અને આરોગ્ય અંગેના નિર્ણયોનો સમાવેશ થાય છે. 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા ‘હરિત ક્રાંતિ કૃષિ ઉન્નતિ’ યોજનાને મંજૂરી આપી. વરિષ્ઠ નાગરિકોના પેન્શન માટેની ‘વડાપ્રધાન વય વંદન યોજના’ ( પીએમવીવીવાય)માં રોકાણની મર્યાદા 7.5 લાખથી વધારી 15 લાખ કરવામાં આવી છે. જ્યારે દેશમાં 20 નવી એમ્સ ખૂલશે, જેમાં 60,000 નવી નોકરીની તકોનો દાવો કરાયો છે. જાેકે આ અેમ્સમાં ગુજરાતમાં આવી કોઇ હોસ્પિટલ ખૂલશે કે નહીં તેનો ઉલ્લેખ કરાયો નથી.

    કેબિનેટના નિર્ણયો અને તેની અસર

    નિર્ણય: વડાપ્રધાન વય વંદન યોજનામાં રોકાણની મર્યાદા 7.5 લાખથી વધારી 15 લાખ કરાઇ. રોકાણની મુદત 4 મે, 2018થી 2020 કરાઇ.
    અસર: રોકાણકારને દર મહિને રૂ.10,000 સુધીનું પેન્શન મળશે. તેમાં 10 વર્ષના રોકાણ પર પેન્શન તરીકે ફિક્સ્ડ 8 ટકા રિટર્ન મળે છે. માર્ચ 2018 સુધી 2.23 લાખ નાગરિકોએ લાભ લીધો.
    નિર્ણય: 20 નવી એઈમ્સ, 73 મેડિ.કોલેજ અપગ્રેડ.
    અસર: 2003માં જાહેર યોજના હેઠળ 20માંથી 6 એઈમ્સ બની ગઈ નવી અેઈમ્સમાં આરોગ્ય શિક્ષણે તાલીમમાં સુધારો થશે. 3-3 હજાર અેટલે કે 60 હજાર નવી નોકરી સર્જવાનો દાવો કરાયો છે.
    નિર્ણય: કૃષિ મંત્રાલયની 11 યોજનાનું ‘હરિત ક્રાંતિ કૃષિ ઉન્નતિ યોજના’માં વિલય. વર્ષમાં રૂ.33269.97 કરોડ ખર્ચ થશે.
    અસર: વૈજ્ઞાનિક ઢબે ખેતી અને તેની સાથે સંકળાયેલી યોજનાઓનો સમાવેશ. પાક. વધારવા, પાકનું સારું વળતર, આવક વધારવાની આશા.
    નિર્ણય: લઘુમતી કાર્યક્રમનું નામ બદલવાને મંજૂરી
    અસર: કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું- કેબિનેટે લઘુમતી સમુદાયના લાભ માટે દૂરગામી ફેરફારોને મંજૂરી આપી છે. તેમને સારી સુવિધાઓ મળશે. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય અને સ્કિલ ડેવલોપમેન્ટનો સમાવેશ થયો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending