Home » National News » Latest News » National » Against Modi and Shah numbers game opposition loose in Rajya Sabha deputy chairperson election

રાજ્યસભા ઉપસભાપતિ ચૂંટણીઃ મોદી-શાહના વ્યૂહ સામે વિપક્ષનું ગણિત કાગળ પર જ રહ્યું

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 12:53 PM

રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં વિપક્ષનું ગણિત ખોટું પાડવામાં મોદી અને શાહની મહત્વની ભૂમિકા રહી.

  • Against Modi and Shah numbers game opposition loose in Rajya Sabha deputy chairperson election
    રાજ્યસભાના ઉપસભાપતિના પદની ચૂંટણીમાં એનડીએના હરિવંશ જીતી ગયા છે. તેમની સામે કોંગ્રેસના વીકે હરિપ્રસાદ મેદાનમાં હતા (ફાઈલ)

    નવી દિલ્હીઃ રાજ્યસભાના ઉપસભાપતિના પદની ચૂંટણીમાં એનડીએના હરિવંશ જીતી ગયા છે. તેમની સામે કોંગ્રેસના વીકે હરિપ્રસાદ મેદાનમાં હતા. વોટિંગ પહેલા કોંગ્રેસનો દાવો હતો કે તેમની પૂરતું સંખ્યાબળ છે પરંતુ તેમનું ગણિત ખોટું પાડવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહની મહત્વની ભૂમિકા રહી. મોદી-શાહ ઉપરાંત જેડીયૂ અધ્યક્ષ નીતીશ કુમારે એનડીએની સહયોગી પાર્ટીઓનો સાથ મેળવવા ઉપરાંત વિપક્ષની અનેક પાર્ટીઓનું સમર્થન મેળવ્યું. હરિવંશને એનડીએમાં સામેલ ન હોય તેવી પાર્ટીઓએ સમર્થન આપવાનું નક્કી કર્યું હતું.

    રાજ્યસભામાં જીત માટેના જાદુઈ આંકડાથી એનડીએ પાછળ હતી. પરંતુ આ ચૂંટણીમાં બીજેડીના 9 સાંસદ કિંગ મેકરની ભૂમિકામાં રહ્યા. રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીની જાહેરાત બાદ મોદી અને જેડીયૂ અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે નવીન પટનાયક સાથે ફોન પર વાત કરી એનડીએના ઉમેદવાર હરિવંશ માટે સમર્થન માંગ્યું. મોદી અને નીતીશે નવીન પટનાયક સાથે વાત કરી ત્યારે વિપક્ષ પોતાના ઉમેદવારને પસંદ પણ નહોતી કરી શકી. તેનું પરિણામ એવું આવ્યું કે એનડીએ વિપક્ષી પાર્ટીઓને પોતાના તરફ આકર્ષવામાં સફળ રહી.

    સમાજવાદી પાર્ટીનું કહેવું હતું કે જો સહમતિ સધાય છે તો સારું થાત. બીજી તરફ, આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે નીતીશ કુમારે અરવિંદ કેજરીવાલને ફોન કરી એનડીએ ઉમેદવાર હરિવંશ માટે સમર્થન માંગ્યું, પરંતુ બીજેપીની સાથે હોવાના કારણે આમ આદમી પાર્ટી સમર્થન ન આપી શકી. કોંગ્રેસને સમર્થન જોઈએ તો રાહુલ ગાંધી કેજરીવાલ સાથે વાત કરે. પરંતુ રાહુલ સાથે વાત કરવાને બદલે તેઓએ વોટિંગમાંથી બહાર રહેવાનું પસંદ કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સેવાનિવૃત્ત થયેલા ઉપસભાપતિ પી જે કુરિયનનો કાર્યકાળ જુલાઈમાં સમાપ્ત થઈ ગયો હતો. 245 સભ્યોની રાજ્યસભામાં હાલમાં 244 સભ્ય છે જ્યારે 1 સીટ ખાલી છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ