સભા / પુલવામાનો બદલો પૂરો, મોદીએ કહ્યું- દેશ સુરક્ષિત હાથોમાં છે તેને કોઈ કાળે ઝૂકવા નહીં દઉ

Modi addresses rally at Churu in Rajasthan

Divyabhaskar.com

Feb 26, 2019, 04:01 PM IST

ચુરુ, રાજસ્થાન: વડાપ્રધાન મોદીએ મંગળવારે રાજસ્થાનના ચુરુમાં વિજય સંકલ્પ સભાને સંબોધિ છે. આ દરમિયાન મોદીએ કહ્યું કે આજે તમારો મિજાજ અલગ લાગી રહ્યો છે. હું તમારો આ જોશ અને ઉત્સાહ સમજી શકુ છું. આ સમયે ભારતનાં વીરોને માથુ નમાવીને વંદન કરવું જોઈએ. હું ચુરુની ધરતી પરથી દેશવાસીઓને વિશ્વાસ અપાવુ છું કે દેશ સુરક્ષિત હાથોમાં છે.

મોદીએ કહ્યું 2014માં મે મારા દિલની વાત તમારા બધાની સામે મુકી હતી. મારી આત્મા કહે છે કે આજે ફરી એ વાતને વાગોળવાનો દિવસ છે. ચુરુની ધરતી પરથી ફરીથી હું ંમારા શબ્દોને વાગોળી રહ્યો છું. સોગંદ મને આ માટીનાં, હુું દેશને ઝુકવા દઈશ નહી. મારુ વચન છે ભારત માતાને, તારુ શીશ ઝુકવા દઈશ નહી. જાગી રહ્યો છે દેશ મારો દરેક ભારતવાસી જીતશે. સોગંદ મને આ માટીની દેશને ઝુકવા દઈશ નહી. આપણે ફરીથી યાદ કરવુ જોઈએ કે, ના ભટકીશું, ના અટકીશું, કંઈ પણ થાય અમે દેશને ખતમ થવા દઈશું નહી.

આપણા માટે પોતાનાથી વધારે દળ અને તેનાથી વધારે દેશ છે-મોદીઃ

  • વડાપ્રધાને કહ્યું કે , દેશથી વધારે કંઈ જ નથી હોતું. દેશનાં નિર્માણમાં જોડાયેલા દરેક વ્યક્તિને આજે આ પ્રધાનસેવક નમન કરે છે. દેશની રક્ષા કરનારા શહીદોની યાદમાં વોર મેમોરિયલ સમર્પિત કરવામાં આવી છે.
  • ચુરુ, ઝુંઝનુ,અને સીકર માટે આ ખુબ જ મહત્વનું છે કારણ કે અહીંથી ઘણા જવાનો દેશને સમર્પિત કરવામા આવ્યા છે. તમારી સેવા કરવી એ મારા માટે મહત્વપૂર્ણ કાર્ય છે.મેં શહીદોનાં પરિવારો, પૂર્વ સૈનિકોને વન રેન્ક -વન પેન્શન લાગુ કરવા માટે વાયદો કર્યો હતો. જેનો 20 લાખથી વધુ લોકોને લાભ મળી ચુક્યો છે.
  • સરકાર 35 હજાર કરોડ રૂપિયા ફૌજી પરિવારોને વિતરણ કરાઈ ચુક્યા છે. જેનો સૌથી મોટો લાભ રાજસ્થાનનાં 1 લાખ ફૌજી પરિવારોને થયો છે. તમારો આ પ્રધાનસેવક તમારા માટે આ બધુ એટલા માટે કરી રહ્યો છે કારણ કે દરેક ભારતીય માટે પોતાનાથી વધારે દળ છે, તેનાથી વધારે દેશ હોય છે.
  • જય જવાન, જય કિસાન , જ વિજ્ઞાનને લઈને આપણે આગળ વધી રહ્યા છે. એક જ દિવસ પહેલા ખેડૂતો માટે બનાવાયેલી સૌથી મોટી યોજનાઓની શરૂઆત થઈ છે. યુપીનાં ગોરખપુરથી વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત થઈ ચુકી છે. ખેડૂતોને 2000 રૂપિયાનો પહેલો હપ્તો મળી ગયો છે.

ચાર દિવસમાં રાજસ્થાનનો બીજો પ્રવાસઃ મોદીનાં ચાર દિવસોમાં રાજસ્થાનનો બીજો પ્રવાસ છે. આ પહેલા તેમને 23 ફેબ્રુઆરીમાં ટોંકમાં જનસભા કરી હતી. વડાપ્રધાન બન્યા પછી મોદી પહેલી વખત ચુરુ આવ્યા છે. આ પહેલા તેઓ અહીં 2011માં આવ્યા હતા, ત્યારે તેઓ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા.

વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અહીં 6માંથી 2 સીટો પર જીત મેળવીઃ ચુરુ લોકસભા સીટ પરથી ભાજપનાં રામસિંહ કાસવાન સાંસદ છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 6 માંથી 2 સીટો પર જીત મેળવી હતી. જેમાંથી એક સીટ ભાજપનાં દિગ્ગજ નેતા રાજેન્દ્ર રાઠોડે જીતી હતી. આ ઉમેદવારોની જીત-હારની ચાવી, ઓબીસી, એસસી-એસટી અને લઘુમતી વોટ બેન્ક પાસે છે. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની કવિતા વાંચી હતી.

X
Modi addresses rally at Churu in Rajasthan
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી