તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોડલ દીકરાએ ફેશન ડિઝાઈનર માની કરી હત્યા, આખી રાત બાથરૂમમાં રાખી બંધ, સવારે દરવાજો ખોલ્યો તો સામે હતી લાશ, જાતને બચાવવા બનાવ્યો પ્લાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માએ રાતે મોડલ દીકરા અને તેની ગર્લફ્રેન્ડ સાથે કરી હતી ડ્રગ્સ પાર્ટી - Divya Bhaskar
માએ રાતે મોડલ દીકરા અને તેની ગર્લફ્રેન્ડ સાથે કરી હતી ડ્રગ્સ પાર્ટી

મુંબઈ: શુક્રવારે મોડી રાતે લોખંડવાલામાં એક મોડેલ દીકરાની પોતાની ફેશન ડિઝાઇનર માની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેના પર બદઇરાદાથી હત્યા (કલમ 304A)નો કેસ નોંધવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મા-દીકરાને ડ્રગ્સની આદત હતી અને બુધવારે રાતે બંનેની વચ્ચે પૈસા અને ડ્રગ્સને લઈને ઝઘડો થયો હતો. 

 

બાથરૂમમાં ધક્કો મારીને આખી રાત રાખ્યો બંધ

 

મુંબઈની ફેશન ડિઝાઈનર સુનીતા સિંહ પોતાના દીકરા લક્ષ્યની સાથે લોખંડવાલા વિસ્તારની ક્રોસ ગેટ સોસાયટીમાં રહેતી હતી. તેમની સાથે લક્ષ્યની ગર્લફ્રેન્ડ પણ રહેતી હતી. મળતી માહિતી પ્રમાણે, પૈસાને લઈને મા-દીકરામાં ઘણીવાર ઝઘડા થતા હતા. બુધવારે પણ બંને વચ્ચે આ જ વાતને લઈને ઝઘડો થયો હતો અને નારાજ લક્ષ્યએ સુનીતાને બાથરૂમમાં ધક્કો મારીને તેને બંધ કરી દીધી. ત્યાં તેને ઇજા પહોંચી. સવારે જ્યારે તેણે દરવાજો ખોલ્યો તો તેને માની લાશ પડેલી જોવા મળી.

 

પહેલા મામલાને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો

 

માની લાશ જોઇને લક્ષ્ય ગભરાઈ ગયો અને તેણે એમ્બ્યુલન્સને બોલાવી પરંતુ તેમણે લાશને લઈ જવાની ના પાડી દીધી. પછી તેણે પોલીસને બોલાવી અને માના મોતને કુદરતી મોત બતાવવા લાગ્યો. મામલાની તપાસમાં લાગેલી પોલીસને જાણવા મળ્યું કે આ હત્યાનો મામલો છે. ત્યારબાદ લક્ષ્યએ પણ પોતાનો ગુનો કબૂલી લીધો. ત્યારબાદ શુક્રવારે પોલીસે તેની ધરપકડ કરી લીધી.