તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરાને લાગતું હતું કે ફેશન ડિઝાઈનર માને મારવાથી નીકળી જશે પિતાનો આત્મા, અંધવિશ્વાસમાં કરી હત્યા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોડલ દીકરાએ કરી પોતાની ફેશન ડિઝાઈનર માની હત્યા. - Divya Bhaskar
મોડલ દીકરાએ કરી પોતાની ફેશન ડિઝાઈનર માની હત્યા.

પાનીપત: મુંબઈમાં ફેશન ડિઝાઇનર સુનીતા સિંહની હત્યામાં ધરપકડ કરાયેલ દીકરા લક્ષ્યએ દરેક જણને ચોંકાવી દે તેવો ખુલાસો કર્યો છે. મોડલ લક્ષ્યએ પોલીસને જણાવ્યું કેતે જાણીજોઈને પોતાની માની હત્યા કરવા નહોતો માંગતો. તે તો પોતાના પિતાની આત્માને માની અંદરથી બહાર કાઢવા માંગતો હતો જે તેની અંદર સમાઈ ગઈ હતી. સુનીતાની હત્યા 4 ઓક્ટોબરના રોજ મુંબઈના લોખંડવાલામાં આવેલા ફ્લેટમાં કરવામાં આવી હતી. 49 વર્ષની સુનીતા મૂળે અહીંના અસંધ રોડ અગ્રસેન કોલોનીની રહેવાસી હતી. 49 વર્ષીય સુનીતા એક ફેશન ડિઝાઈનર હતી અને તે પહેલેથી જ ડ્રગ્સના પ્રભાવમાં રહેતી હતી. 

 

દીકરાએ માને બાથરૂમમાં બંધ કરી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો

 

લક્ષ્ય 4 ઓક્ટોબર બપોરે સાડા 3 વાગે પોતાના દોસ્ત નિખિલ રાય અને પોતાની ફિયાન્સી એશપ્રિયા બેનર્જીની સાથે અંધેરી વેસ્ટમાં લોખંડવાલા સ્થિત પોતાના ફ્લેટ પર પહોંચ્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે, તેની ફિયાન્સીને પણ ડ્રગ્સની આદત હતી. પોતાની માની સાથે કોઇ વાતે ઝઘડો થઈ ગયા પછી લક્ષ્યએ તેને બાથરૂમની અંદર બંધ કરી દીધી અને ત્યાંથી ચાલ્યો ગયો. ઓશિવારા પોલીસે જણાવ્યું કે લક્ષ્ય તે દિવસે એક પંડિતને મળવા માટે ગયો હતો, જેથી તેમની મદદથી તે માની અંદર ઘૂસેલી પિતાની આત્માને બહાર કાઢી શકે.

 

આરોપીએ બાથરૂમમાં બંધ કરતા પહેલા માને ઘણો માર માર્યો હતો

 

પોસ્ટમોર્ટમમાં જાણ થઈ છે કે સુનીતાના ચહેરા અને ગરદન પર ગંભીર ઈજાઓ થઈ છે, જેના કારણે તેનું મોત થયું. પોલીસે જણાવ્યું કે લક્ષ્યએ આ વાત કબૂલી છે કે તેણે ક્રોસગેટ બિલ્ડીંગના ત્રીજા ફ્લોરના પોતાના ફ્લેટ પર પોતાની માને બાથરૂમમાં બંધ કરતા પહેલા ઘણો માર માર્યો હતો. જ્યારે લક્ષ્ય સાંજે સાડા 8 વાગે ઘરે પાછો આવ્યો તો જોયું તે તેની મા બાથરૂમની ફરસ પર બેભાન પડી હતી. તે પછી ડરીને તેણે પોતાના દોસ્તને કોલ કર્યો અને આ વિશે જણાવ્યું. તેણે જ તેને પોલીસને સૂચના આપવા જણાવ્યું. લક્ષ્યએ તરત જ માને હોસ્પિટલ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ બોલાવી પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. એસપી મનોજ શર્માએ આ આખા મામલાની પુષ્ટિ કરી છે. 

 

સુનીતા સિંહની હત્યાથી પાનીપતના લોકો પણ આઘાતમાં

 

ક્યારેક ગ્લેમર જગતની ખ્યાતનામ હસ્તી રહેલી ફેશન ડિઝાઈનર સુનીતા સિંહની હત્યાથી પાનીપતના લોકો પણ આઘાતમાં છે. તેમના પિતા રોહતાશ ઢાંડા અને ભાઈ દેવેન્દ્ર ઢાંડા અહીંયા અસંધ રોડ પર અગ્રસેન કોલોનીમાં રહે છે. ભાઈ દેવેન્દ્રએ જણાવ્યુંકે તેની બે બહેનો હતી. સુનીતાના લગ્ન કરનાલમાં થયા હતા. તેમને મોડેલિંગ અને ફેશન ડિઝાઇનિંગનો શોખ હતો, એટલે તે લગભગ 18 વર્ષ પહેલા મુંબઈમાં શિફ્ટ થઈ હતી. સુનીતાને એક દીકરી અને એક દીકરો લક્ષ્ય છે. ફેશન ડિઝાઇનિંગમાં સુનીતા સિંહ મોટું નામ છે. 23 વર્ષીય દીકરો લક્ષ્ય મોડેલિંગમાં સંઘર્ષ કરી રહ્યો હતો.