Divya Bhaskar

Home » National News » Desh » 5 year girl molested and death, Mob Lynching With 2 Accused

બાળકીનો રેપ કરી કાપી નાખ્યું'તું માથું, ભીડે આરોપીઓની મારી-મારીને મારી નાખ્યાં

Divyabhaskar.com | Updated - Feb 21, 2018, 12:10 AM

ભીડે રેપના આરોપીઓને લોકઅપમાંથી ખેંચીને બહાર કાઢ્યા અને તેમને ચાર રસ્તે મારી મારીને મારી નાખ્યા

  • 5 year girl molested and death, Mob Lynching With 2 Accused
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ચાર રસ્તે મારી મારીને મારી નાખ્યા, પછી સળગાવી દીધા

    નેશનલ ડેસ્ક: અરુણાચલ પ્રદેશમાં બાળકીના રેપના આરોપમાં લોકઅપમાં બંધ બે યુવકોને ભીડે મારી-મારીને મારી નાખ્યા હોવાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સોમવારે અંદાજે એક હજાર લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને બંને આરોપીઓને બહાર ખેંચીને લઈ ગયા હતા. ભીડે આરોપીઓને એટલી હદે માર્યા હતા કે અંતે તેમનું મોત થઈ ગયું હતું. પછી ભીડે તેમને સળગાવી પણ દીધા હતા. નોંધનીય છે કે, 12 ફેબ્રુઆરીએ પાંચ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારપછી તે બાળકીનો નગ્ન હાલતમાં અને માથુ કપાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારપછી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

    આસામથી આરોપીની કરવામાં આવી હતી ધરપકડ


    - પોલીસના જણાવ્યા પ્રમાણે 12 ફેબ્રુઆરીએ પાંચ વર્ષની બાળકીને કિડનેપ કરી લેવામાં આવી હતી. પાંચ દિવસ પછી ચાના બગીચામાંથી તેનો નગ્ન અને માથું કપાયેલો મૃતદેહ મળ્યો હતો. ત્યારપછી પોલીસે અજાણ્યા લોકો સામે ફરિયાદ દાખલ કરીને કેસની તપાસ શરૂ કરી હતી. બાળકી સાથે રેપની ઘટના પછી સ્થાનિક લોકોમાં ખૂબ ગુસ્સો ભરાયેલો હતો. આ કેસમાં કોઈની ધરપકડપણ ન થઈ હોવાથી તે વિસ્તારમાં તણાવ વધી ગયો હતો. ખૂબ તપાસ પછી પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી. કડક પૂછ પરછ પછી એક આરોપીએ કિડનેપિંગ અને રેપની વાત સ્વીકારી હતી.

    લોકઅપમાં બંધ હતા આરોપી


    - ધરપકડ પછી રેપના બંને આરોપીને લોકઅપમાં બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે આ વિશે સ્થાનિક લોકોને ખબર પડી તો તેમણે પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. સ્થાનિક લોકોએ પોલીસવાળા સાથે પણ માર-ઝૂડ કરી હતી અને અંતે બંને આરોપીઓને તેઓ ખેંચીને બહાર લઈ ગયા હતા. આ દરમિયાન પોલીસ પણ માત્ર જોઈને તમાશો જ જોતી રહી હતી.
    - મુખ્યમંત્રી પ્રેમ ખાંડૂએ આ ઘટનાની તપાસનો આદેશ આપ્યો હતો. તેમણે બાળકીની હત્યાને નિર્દયી ગણાવી હતી અને તે સાથે જ ભીડ દ્વારા કરવામાં આવેલી આરોપીઓની હત્યાને પણ વખોડી દેવામાં આવી હતી.
    - બંને આરોપીઓની હત્યાના મામલે તેજુ પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય પોલીસ ઈન્સપેક્ટરની ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. અજાણ્યા લોકો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

    આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  • 5 year girl molested and death, Mob Lynching With 2 Accused
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભીડે આરોપીઓની કરી હત્યા
  • 5 year girl molested and death, Mob Lynching With 2 Accused
    બાળકીના રેપના હતા આરોપી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending