હાજીપુર (બિહાર). માતાની સામે જ તેના દીકરાની હત્યા કરવાના મામલે કોર્ટે 3 આરોપીઓને દોષી કરાર કર્યા. 7 વર્ષ સુધી ચાલેલી કાયદાકિય પ્રક્રિયા બાદ કોર્ટે ત્રણેયને દોષિત જાહેર કર્યા. ત્રણ આરોપીએ સરાય પોલીસ સ્ટેશન હદના ઇનાયતપુરમાં એક માતાની સામે જ તેના નવયુવાન દીકરાની મારી-મારીને હત્યા કરી દીધી હતી. ત્રણેય પહેલા મહિલાની સાથે ગાળાગાળી તથા મારપીટ કરી રહ્યા હતા. કોઈએ દીકરાને જાણ કરી તો માતાને બચાવવા દોડીને આરોપીઓના ઘરે પહોંચ્યો હતો. માતાને તો તેણે બચાવી લીધી પરંતુ તે ખૂબ ન બચી શક્યો.
કપડાં ધોવાના પૈસા માંગવા માટે મહિલાને આરોપીઓએ પહેલા ગાળો આપી પછી કરી
મારપીટ, માતાને બચાવવા ગયો તો મારી-મારીને હત્યા કરી
માતા પ્રેમશીલા દેવીના નિવેદન પર સરાય પોલીસ સ્ટેશનમાં તેના પુત્ર ગુડ્ડુ રજકની હત્યાનો મામલો નોંધવામાં આવ્યો હતો. એડીજે વન તથા વિશેષ ન્યાયાધીશ કન્હૈયા રામની કોર્ટે બુધવારે પોતાનો ચુકાદો સંભળાવતા 3 વ્યક્તિઓને દોષી કરાર કર્યા. કોર્ટ 19 સપ્ટેમ્બરે દોષિતોને સજા સંભળાવશે. ત્રણેય આરોપી સરાય પોલીસ સ્ટેશન હદના ઇનાયતપુરના રહેવાસી મનોજ સિંહ, અખિલેશ સિંહ તથા મિથિલેશ સિંહ છે. ઘટના 7 ડિસેમ્બર 2011ની છે જ્યારે પ્રેમશીલ દેવી આરોપીઓના ઘરે તેમના કપડા ધોઈને ઇસ્ત્રી કરીને લઈ ગઈ હતી. તેના પેસા માંગતા વિવાદ ઊભો થયો હતો. આરોપીઓએ બહાનુ કરીને પૈસા આપવાનો ઇન્કાર કરવાની સાથોસાથ અનેક પ્રકારના આરોપ પણ લગાવ્યા હતા. જ્યારે પ્રેમશીલા દેવીએ કહ્યું કે તેમને પૈસાની ખૂબ જ જરૂર છે, તે બાકી રૂપિયા લઈને જ ત્યાંથી જશે તો આરોપીઓ ઉગ્ર થઈ ગયા. પહેલા ગાળાગાળી કરી પછી મારઝૂડ કરવા લાગ્યા. કોઈક રીતે આ વાતની જાણકારી પ્રેમશીલાના દીકરા ગુડ્ડૂ નથુની રજકને થઈ તો તે પોતાની માતાને બચાવવા તેમના ઘરે પહોંચ્યો. આ દરમિયાન જ દુર્ઘટના થઈ.
પબ્લિક પ્રોસિક્યૂટરે કહ્યું- વધુમાં વધુ સજાની અપીલ કરીશું
એસ/એસટી એક્ટના સ્પેશન પબ્લિક પ્રોસિક્યૂટર રામનાથ રામે કહ્યું કે સાક્ષીઓ અને પુરાવાના આધારે કોર્ટે આરોપીઓને દોષી કરાર કર્યા છે. સજાના મુદ્દે સુનાવણી દરમિયાન તેઓ કોર્ટને દોષિતોને વધુમાં વધુ સજા કરવાની અપીલ કરશે.