'તમાશા પબ'માં થયો આવો તમાશો, યુવાનોમાં ફેલાઇ ગયો આતંક

મામલાની ગંભીરતા જોઇને પોલીસે તેમાં દરમિયાનગીરી કરી અને મામલાની ફરિયાદ પણ નોંધી

divyabhaskar.com | Updated - Mar 27, 2018, 08:00 AM
તમાશા પબમાં એવો બનાવ બન્યો કે પબનો જ સારો એવો તમાશો બની ગયો.
તમાશા પબમાં એવો બનાવ બન્યો કે પબનો જ સારો એવો તમાશો બની ગયો.

દક્ષિણ મુંબઈમાં આવેલા તમાશા પબ, કે જ્યાં અનેક યુવાનો મોજ-મસ્તી માટે જતા હોય છે, ત્યાં શનિવાર રાતે એવો બનાવ બની ગયો કે પબનો જ સારો એવો તમાશો બની ગયો. લોકોના ચહેરા પર આતંક છવાઇ ગયો. મામલાની ગંભીરતા જોઇને પોલીસે તેમાં દરમિયાનગીરી કરી અને મામલાની ફરિયાદ પણ નોંધી. આ પબ કમલા મિલમાં જ આવેલું છે. આ એ જ કમલા મિલ છે જ્યાં ગયા વર્ષે લાગેલી આગે એવું તાંડવ મચાવ્યું કે 14 લોકો તેમાં મૃત્યુ પામ્યા હતા.

મુંબઈ: દક્ષિણ મુંબઈમાં આવેલા તમાશા પબ, કે જ્યાં અનેક યુવાનો મોજ-મસ્તી માટે જતા હોય છે, ત્યાં શનિવાર રાતે એવો બનાવ બની ગયો કે પબનો જ સારો એવો તમાશો બની ગયો. લોકોના ચહેરા પર આતંક છવાઇ ગયો. મામલાની ગંભીરતા જોઇને પોલીસે તેમાં દરમિયાનગીરી કરી અને મામલાની ફરિયાદ પણ નોંધી. આ પબ કમલા મિલમાં જ આવેલું છે. આ એ જ કમલા મિલ છે જ્યાં ગયા વર્ષે લાગેલી આગે એવું તાંડવ મચાવ્યું કે 14 લોકો તેમાં મૃત્યુ પામ્યા હતા.

શું છે મામલો

- શનિવારની રાતે તમાશા પબમાં આવેલા તમામ ગ્રાહકો જ્યારે ડીજેની ધૂનમાં મસ્ત થઇને નાચી રહ્યા હતા, ત્યારે અચાનક તમામ લોકોની આંખો બળવા લાગી. બધાના માથા ચકરાવા લાગ્યા અને તમામ લોકો ખાંસવા લાગ્યા. ઉતાવળે પબના સ્ટાફે એસી બંધ કર્યું અને બધા લોકોને પબની એક તરફથી બહાર કાઢવામાં આવ્યા. પબની તમામ બારીઓ અને દરવાજા ખોલી નાખવામાં આવ્યા.

- શરૂઆતમાં એવી આશંકા દર્શાવવામાં આવી કે પબના રસોડામાં કંઇક મસાલેદાર વાનગી રાંધવામાં આવી રહી હશે, જેની લોકોને ઝાળ લાગી હશે. પરંતુ જ્યારે રસોડું ચેક કરવામાં આવ્યું તો ત્યાં કંઇપણ મસાલેદાર ચીજ રંધાઇ રહી હોવાના પુરાવા ન મળ્યા.
- લગભગ 20 મિનિટ પછી 'તમાશા' પબ ફરી શરૂ કરવામાં આવ્યું. પબના માલિકો દ્વારા એન.એમ. જોશી માર્ગ પોલીસ-સ્ટેશન પર ફરિયાદ નોંધવામાં આવી.
- પોલીસે પબમાં લગાવેલી સીસીટીવી ફૂટેજને પોતાના કબ્જામાં લઇ લીધી છે અને આગળની તપાસ શરૂ કરી દીધી છે. આશંકા દર્શાવવામાં આવી છે કે કોઇએ મજાકમાં એસીની સામે પેપર સ્પ્રે છાંટી દીધું હશે અને તે ત્યાંની હવામાં ફેલાઇ ગયું. જેનાથી લોકોની આંખો બળવા લાગી.

પોલીસે શું કહ્યું

- એન.એમ. જોશી માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર અહમદ પઠાણે જણાવ્યું કે, "અમને તમાશા પબ તરફથી ફરિયાદ મળી છે અને અમે આ બાબતે ફાયર ડિપાર્ટમેન્ટને તપાસ કરવા જણાવ્યું છે. આ દરમિયાન અમે લોકો કોઇ કડી મળે તે માટે પબના સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યા છીએ."

- તમાશા પબે હવે એન્ટ્રસન્સ પાસે મેટલ ડિટેક્ટર લગાવી દીધા છે અને આ સાથે મહિલા અને પુરુષ બાઉન્સર પણ ઊભા કરી દીધા છે.
- પબના માલિક જણાવે છે કે, "શરૂઆતમાં અમને લાગ્યું કે પબની એક્ઝોસ્ટ સિસ્ટમ બગડી ગઇ છે, પરંતુ રસોડાનું તાપમાન એકદમ નોર્મલ હતું. પણ પછી અમને ખ્યાલ આવ્યો કે કોઇ બદમાશે પેપર સ્પ્રે છાંટી દીધું હતું. અમારા ગ્રાહકો તો બહાર નીકળી જ ગયા પણ અમારો સ્ટાફ પણ તેમાં કામ કરી શકતો ન હતો. પરિસ્થિતિ સામાન્ય કરતા અમને 20 મિનિટ લાગી."
- તેમણે કહ્યું, "અમે આ મામલે તપાસ કરી રહ્યા છે અને અમારા સીસીટીવીની મદદથી તે બદમાશને શોધી રહ્યા છીએ. અમારી પોલિસી પ્રમાણે અમે નક્કી કર્યું છે કે દરેક પાસે પેપર સ્પ્રે છે કે નહીં તે ચેક કરવું અને અમારા પ્રિમાઇસીસમાં પેપર સ્પ્રે લાવવાની પરવાનગી નથી."

આગળની સ્લાઇડ્સમાં જુઓ ઘટનાની તસવીરો

અચાનક તમામ લોકોની આંખો બળવા લાગી. બધાના માથા ચકરાવા લાગ્યા અને તમામ લોકો ખાંસવા લાગ્યા. (સીસીટીવી ફૂટેજના દ્રશ્યો)
અચાનક તમામ લોકોની આંખો બળવા લાગી. બધાના માથા ચકરાવા લાગ્યા અને તમામ લોકો ખાંસવા લાગ્યા. (સીસીટીવી ફૂટેજના દ્રશ્યો)
પબના માલિકો દ્વારા એન.એમ. જોશી માર્ગ પોલીસ-સ્ટેશન પર ફરિયાદ નોંધવામાં આવી. (સીસીટીવી ફૂટેજના દ્રશ્યો)
પબના માલિકો દ્વારા એન.એમ. જોશી માર્ગ પોલીસ-સ્ટેશન પર ફરિયાદ નોંધવામાં આવી. (સીસીટીવી ફૂટેજના દ્રશ્યો)
તમાશા પબે હવે એન્ટ્રસન્સ પાસે મેટલ ડિટેક્ટર લગાવી દીધા છે અને આ સાથે મહિલા અને પુરુષ બાઉન્સર પણ ઊભા કરી દીધા છે.
તમાશા પબે હવે એન્ટ્રસન્સ પાસે મેટલ ડિટેક્ટર લગાવી દીધા છે અને આ સાથે મહિલા અને પુરુષ બાઉન્સર પણ ઊભા કરી દીધા છે.
X
તમાશા પબમાં એવો બનાવ બન્યો કે પબનો જ સારો એવો તમાશો બની ગયો.તમાશા પબમાં એવો બનાવ બન્યો કે પબનો જ સારો એવો તમાશો બની ગયો.
અચાનક તમામ લોકોની આંખો બળવા લાગી. બધાના માથા ચકરાવા લાગ્યા અને તમામ લોકો ખાંસવા લાગ્યા. (સીસીટીવી ફૂટેજના દ્રશ્યો)અચાનક તમામ લોકોની આંખો બળવા લાગી. બધાના માથા ચકરાવા લાગ્યા અને તમામ લોકો ખાંસવા લાગ્યા. (સીસીટીવી ફૂટેજના દ્રશ્યો)
પબના માલિકો દ્વારા એન.એમ. જોશી માર્ગ પોલીસ-સ્ટેશન પર ફરિયાદ નોંધવામાં આવી. (સીસીટીવી ફૂટેજના દ્રશ્યો)પબના માલિકો દ્વારા એન.એમ. જોશી માર્ગ પોલીસ-સ્ટેશન પર ફરિયાદ નોંધવામાં આવી. (સીસીટીવી ફૂટેજના દ્રશ્યો)
તમાશા પબે હવે એન્ટ્રસન્સ પાસે મેટલ ડિટેક્ટર લગાવી દીધા છે અને આ સાથે મહિલા અને પુરુષ બાઉન્સર પણ ઊભા કરી દીધા છે.તમાશા પબે હવે એન્ટ્રસન્સ પાસે મેટલ ડિટેક્ટર લગાવી દીધા છે અને આ સાથે મહિલા અને પુરુષ બાઉન્સર પણ ઊભા કરી દીધા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App