ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» સગીરાનું અપહરણ કરી 18 દિવસ સુધી કર્યો ગેંગરેપ| Minor girl kidnaped and molested in Hamirpur

  બજાર ગયેલી છોકરીનું કર્યું અપહરણ, 18 દિવસ સુધી કરતા રહ્યા ગેંગરેપ

  divyabhaskar.com | Last Modified - May 10, 2018, 02:29 PM IST

  20 એપ્રિલે છોકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું, 9મીમે એ જાતે જ ઘરે પાછી આવી
  • બજાર ગયેલી છોકરીનું કર્યું અપહરણ, 18 દિવસ સુધી કરતા રહ્યા ગેંગરેપ
   બજાર ગયેલી છોકરીનું કર્યું અપહરણ, 18 દિવસ સુધી કરતા રહ્યા ગેંગરેપ

   હમીરપુર: ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લાના રાઠ કસ્બામાં એક સગીર છોકરીનું અપહરણ કરીને તેને બંધક બનાવીને તેની સાથે 18 દિવસ સુધી ગેંગરેપ કરતા હોવાની ઘટના સામે આવી છે. અંદાજે 20 દિવસ પહલાં કારમાં આવેલા ત્રણ યુવકો બજારમાં ગયેલી છોકરીનું અપહરણ કરીને તેને લઈ ગયા હતા. અપહરણની માહિતી મળતાં જ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી.

   જાણો શું છે સમગ્ર ઘટના


   - પોલીસ અધિકારી દિનેશ કુમારના જણાવ્યા પ્રમાણે 20 એપ્રિલે રાઠ કસ્બામાં રહેતી સગીર છોકરી બજાર ગઈ હતી. પરંતુ ત્યારપછી તે ઘરે પરત ફરી નહતી. પીડિત છોકરીએ પિતાએ રાઠ પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. 4થીમેના રોજ છોકરી જાતે તેના ઘરે પહોંચી ગઈ હતી. તેણે પોતાના પરિવારજનોને વાત કરતાં તેઓ ચોંકી ગયા હતા.

   અપહરણ કરી બંધક બનાવી, કર્યો ગેંગરેપ


   - પીડિતાએ જણાવ્યું કે, કારમાં આવેલા ત્રણ અજાણ્યા યુવકો તેનું અપહરણ કરીને તેને લઈ ગયા હતા. આરોપીએ તેને18 દિવસ સુધી બંધક બનાવીને તેની સાથે ગેંગરેપ કર્યો હતો. પરિવારજનો પીડિતાને લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પીડિતાના નિવેદનના આધારે પોલીસે આઈપીસી કલમ 376 અંતર્ગત ફરિયાદ નોંધી લીધી છે. ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
   - એસપીએ જણાવ્યું કે, ખબર નહીં આ છોકરીનું અપહરણ કોણે કર્યું અને તેને ક્યાં બંધક બનાવવામાં આવી હતી. આ કેસનો ઉકેલ લાવવા માટે પોલીસે સ્પેશિયલ ટીમ બનાવી છે. આરોપીઓની ટૂંક સમયમાં જ ધરપકડ કરી લેવામાં આવશે.

   આજ વિસ્તારમાં એક બાળકી સાછે 3 વર્ષ સુધી થયો હતો ગેંગરેપ


   - નોંધનીય છે કે, આ જ વિસ્તારની એક બાળકી સાથે ત્રણ વર્ષ સુધી ગેંગરેપ થતો હોવાની ઘટના સામે આવી છે. આરોપીઓએ તે સગીર છોકરીનો વીડિયો ઉતારીને પણ વાયરલ કરી દીધો હતો. આ વાયરલ વીડિયો જ્યારે પીડિતાના પરિવારજનો સુધી પહોંચ્યો ત્યારે સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો.
   - આરોપીએ પીડિતાનો આ વીડિયો ઘણાં સમય પહેલાં બનાવી દીધો હતો અને તેને વાયરલ કરવાની ધમકી આપી આપીને 3 વર્ષ સુધી તેની સાથે રેપ કરતા રહ્યા હતા.
   - ત્રણ યુવકોએ બારમાં ધોરણની એક્ઝામ આપી ચૂકેલી આ સગીર છોકરી સાથે 3 ડિસેમ્બર 2016ના રોજ પહેલી વખત પોલીટેક્નિક કોલેજ પાસે ગેંગરેપ કરીને અશ્લીલ વીડિયો બનાવી દીધો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: સગીરાનું અપહરણ કરી 18 દિવસ સુધી કર્યો ગેંગરેપ| Minor girl kidnaped and molested in Hamirpur
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top