Divya Bhaskar

Home » National News » Desh » Minor girl dushkarma by her minor friend and other 2 guys

BFને ખુશી ખુશી મળવા ગઈ હતી, ત્યાં પહોંચતા જ પોતાના સાચા રંગમાં આવી ગયો પ્રેમી, કહ્યું- જે બોલું તે ચૂપચાપ કરે નહીંતર વધુ 10 યુવકોને બોલાવીશ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 12:15 PM

સગીર યુવક ઉપરાંત હેમ સિંહ અને નવકિશોર નામના બે નરાધમો સામેલ છે. આ સંબંધે પોક્સો એક્ટ અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે.

  • Minor girl dushkarma by her minor friend and other 2 guys
    નામ અને મોબાઈલ નંબરના આધારે પોલીસે ટીમ બનાવી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી

    રાંચી/બુંડુઃ જમશેદપુરની સગીર વયની છોકરી સાથે રાંચી જિલ્લાના અનગડામાં રહેતાં સગીર અને તેના બે મિત્રોએ ગેંગરેપ કર્યો છે. મહિલા પોલીસ સ્ટેશન રાંચીમાં પીડિતા દ્વારા આપવામાં આવેલા નિવેદનના આધારે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં સગીર યુવક ઉપરાંત હેમ સિંહ અને નવકિશોર નામના બે નરાધમો સામેલ છે. આ સંબંધે પોક્સો એક્ટ અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે.

    ખોટો નંબર ડાયલ કરી 5 મહિના પહેલાં થઈ હતી મિત્રતા, પછી પ્રેમ


    - બુંડૂના એસડીપીઓ અશોક રવિદાસે જણાવ્યું કે મામલો બુધવારનો છે. પાંચ મહિના પહેલાં અનગડાના સગીર યુવાનથી ખોટો મોબાઈલ નંબર ડાયલ થઈ ગયો. કોલ જમશેદપુરમાં રહેતી સગીર યુવતીને લાગી ગયો હતો. વાતચીત દરમિયાન બંનેમાં મિત્રતા થઈ ગઈ, જે બાદમાં પ્રેમમાં પરીણમી હતી. ત્રણ મહિના પહેલાં સગીર પોતાની સગીરાને મળવા જમશેદપુર પહોંચ્યો હતો.

    વિરોધ કરવા અંગે કહ્યું- વાત નહીં માને તો વધુ 10 છોકરાને બોલાવી લઈશ
    - એસડીપીઓએ જણાવ્યું કે, 12 સપ્ટેમ્બરે તેને ફોન કરીને પ્રેમિકાને મળવા માટે રાંચી બોલાવી. પ્રેમિકા સાંજે 4-30 વાગ્યે પહોંચી ગઈ. આ વચ્ચે સગીર યુવક પણ ત્યાં પહોંચ્યો અને પોતાના મિત્ર હેમ સિંહ મહતોને ફોન કરીને બોલાવ્યો. જે બાદ બંને તેને બાઈક પર બેસાડીને બુંડૂ લઈ ગયા, જ્યાં તે બે ઉપરાંત તેનો વધુ એક મિત્ર નવકિશોર હાજર હતો. જે બધાએ મળીને સગીરા પર ગેંગરેપ કર્યો. નવકિશોરે તેને ધમકી આપી કે જો વાત નહીં માને તો વધુ 10 છોકરાઓને બોલાવી લેશે.

    આરોપી બોલ્યો નહીં માને તો મારી નાંખીશ


    - પીડિતાએ જણાવ્યું કે તેના પ્રેમી અને હેમ સિંહ તેને લઈને સાંજે સાડા વાગ્યે બુંડૂ પહોંચ્યા. તેને ઘરમાં લઈ ગયા, જ્યાં હેમ સિંહ ભાડે રહે છે. જે બાદ ધમકી આપી કે વાત નહીં માને તો તેઓ તેની હત્યા કરી નાંખશે. જે બાદ બંનેએ ગેંગરેપ કર્યો. જે બાદ તેને એક જગ્યાએ લઈ ગયા જ્યાં નવકિશોરને બોલાવીને તેની સાથે ફરી એક વખત ગેંગરેપ કર્યો.

    સવાર થતાં આરોપીઓએ રાંચની બસમાં બેસાડી દીધી


    - પીડિતાએ જણાવ્યું કે સવાર થતાં તેના પ્રેમી અને હેમ સિંહે તેને રાંચી જતી બસમાં બેસાડી દીધી. બસમાં બેઠા બાદ તેને 100 નંબર ડાયલ કર્યો અને કહ્યું કે તે મુસીબતમાં છે. જે બાદ પીસીઆર-6એ તેનો સંપર્ક કર્યો. તેને બસમાંથી ઉતારી અને પૂછપરછ કરી તો તેને પૂરી ઘટના જણાવી દીધી. જે બાદ તેને મહિલા પોલીસ સ્ટેશન રાંચી લઈ જવામાં આવી. ત્યાં નિવેદન નોંધવામાં આવ્યાં બાદ તેને સદર હોસ્પિટલ લઈ જવાઈ જ્યાં તેનું મેડિકલ ટેસ્ટ કરાવાયું. તો બીજી તરફ પોલીસે પીડિતાએ જણાવેલાં નામ અને મોબાઈલ નંબરના આધારે પોલીસ ટીમ બનાવી. બુંડૂ પોલીસ સ્ટેશન સંચનમ તમાંગના નેતૃત્વમાં બુંડૂ અને તમામ જગ્યાએ દરોડા પાડી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

    વાંચોઃ સાડી અને બ્લાઉઝ પહેરીને પોલીસ સ્ટેશન પહોંચ્યો યુવક, બોલ્યો- સાહેબ મારા નાક-કાન જુઓ, હું શું હતો અને શું બનાવી દીધો

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending