રક્ષા મંત્રાલયની વેબસાઈટ થઈ હેક, હોમ પેજ પર દેખાય છે ચીની શબ્દો

આ વેબસાઈટ શુક્રવારે સાંજે 4.30 વાગે રક્ષા મંત્રાલયની વેબસાઈટ હેક થઈ છે. વેબસાઈટ પર ચીની શબ્દો દેખાતા અલગ અલગ ક્યાસ કાઢવા

divyabhaskar.com | Updated - Apr 06, 2018, 05:47 PM
રક્ષા મંત્રાલયની વેબસાઈટ થઈ હેક| Ministry of defence website hacked

રક્ષા મંત્રાલયની વેબસાઈટ થઈ હેક, હોમ પેજ પર દેખાય છે ચીની શબ્દો.રક્ષા મંત્રાલયની વેબસાઈટ થઈ હેક, હોમ પેજ પર દેખાય છે ચીની શબ્દો.રક્ષા મંત્રાલયની વેબસાઈટ થઈ હેક, હોમ પેજ પર દેખાય છે ચીની શબ્દો.ક્ષા મંત્રાલયની વેબસાઈટ કોઈએ હેક કરી લીધી છે. વેબસાઈટના હોમ પેજ પર ચીની ભાષાના શબ્દો દેખાઈ રહ્યા છે. વેબસાઈટને ઓપન કરવામાં આવે ત્યારે તેના પર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ (અંગ્રેજીમાં) અને હિન્દીમાં રક્ષા મંત્રાલય લખેલુ દેખાઈ રહ્યું છે.

નવી દિલ્હી: રક્ષા મંત્રાલયની વેબસાઈટ કોઈએ હેક કરી લીધી છે. વેબસાઈટના હોમ પેજ પર ચીની ભાષાના શબ્દો દેખાઈ રહ્યા છે. વેબસાઈટને ઓપન કરવામાં આવે ત્યારે તેના પર મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ (અંગ્રેજીમાં) અને હિન્દીમાં રક્ષા મંત્રાલય લખેલુ દેખાઈ રહ્યું છે. આ પેજ ખુલવામાં ઘણો સમય લાગી રહ્યો છે. અને પેજ ખુલ્યા પછી એક લાઈનમાં એરર દેખાઈ રહી છે. વેબસાઈટમાં અચાનક કોઈ પ્રોબ્લેમ આવી ગયો હોય એવુ લાગી રહ્યું છે. આગળ લખેલું આવે છે, કૃપ્યા થોડી વાર પછી ફરી પ્રયત્ન કરો.

નોંધનીય છે કે, ભારતીય રક્ષા મંત્રાલયની વેબસાઈટ https://mod.gov.in છે. આ વેબસાઈટ શુક્રવારે સાંજે 4.30 વાગે રક્ષા મંત્રાલયની વેબસાઈટ હેક થઈ છે. આ વેબસાઈટ પર ચીની શબ્દો દેખાતા અલગ અલગ ક્યાસ કાઢવામાં આવી રહ્યો છે.

રક્ષા મંત્રીના ટ્વિટર હેન્ડલ ઉપરથી પણ આ વિશે માહિતી આપવામાં આવી છે. ઘટનાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જોકે હજુ સ્પષ્ટ નથી થયું કે આ વેબસાઈટ ક્યા ગ્રૂપ દ્વારા હેક કરવામાં આવી છે.

થોડા દિવસ પહેલાં એક સરકારી કોલેજની વેબસાઈટ પણ થઈ હતી હેક


- થોડા દિવસો પહેલા ગાઝીપુરમાં એક સરકારી પોસ્ટ ગ્રેજ્યુએટ મહિલા કોલેજની વેબસાઈટ પણ હેક થઈ હતી અને તે વેબસાઈટ પર પાકિસ્તાની ઝંડો લહેરાતો જોવા મળ્યો હતો. તે સાથે જ તેમાં પાકિસ્તાન ઝિંદાબાદ એવું પણ લખેલુ દેખાતુ હતું. તે સમયે વેબસાઈટ હેક કરવાની જવાબદારી બ્લેકસ્કોપ્રિયન નામના ગ્રૂપે લીધી હતી. તે સમયે હેક કરવામાં આવેલી વેબસાઈટનું લિંક- http://gwpgc.ac.in છે.

X
રક્ષા મંત્રાલયની વેબસાઈટ થઈ હેક| Ministry of defence website hacked
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App