ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Hizbul Militants Hurl Grenade at Tral Police station one terrorist killed

  ત્રાલ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો, બુરખો પહેરી ભાગતા આતંકીનું મોત

  Divyabhaskar.com | Last Modified - Feb 26, 2018, 06:13 PM IST

  પુલવામામાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ પોતાનાં સાથીઓને છોડાવવા માટે ત્રાલના એક પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કર્યો છે
  • હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ પોતાનાં સાથીઓને છોડાવવા માટે ત્રાલના એક પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કર્યો (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ પોતાનાં સાથીઓને છોડાવવા માટે ત્રાલના એક પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કર્યો (ફાઈલ)

   શ્રીનગરઃ સાઉથ કાશ્મીરના પુલવામામાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીઓએ પોતાનાં સાથીઓને છોડાવવા માટે ત્રાલના એક પોલીસ સ્ટેશન પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. ત્યારે જ તકનો લાભ લેતાં લોકઅપમાં બંધ એક આતંકી બુરખો પહેરીને ભાગવા લાગ્યો હતો. એક ગ્રેનેડ તેની નજીક પણ ફુટ્યો હતો જેમાં તેનું મોત થઈ ગયું છે. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થઈ ગયો છે. ઘટનાની મેજસ્ટ્રિયલ તપાસના ઓર્ડર આપવામાં આવ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં આતંકીઓએ ત્રીજી વખત પોલીસને નિશાન બનાવી છે.

   આતંકીને છોડાવવા માટે થયો હુમલો

   - ન્યૂઝ એજન્સીએ જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર પોલીસના પ્રવક્તાએ જણાવ્યું કે, "હિઝબુલ આતંકી પ્લાન અંતર્ગત લોકઅપમાં બંધ સાથીને ભગાડવા આવ્યાં હતા. જે અંતર્ગત સોમવારે બપોરે તેઓએ પોલીસ સ્ટેશનના મેઈન ગેટ પર ગ્રેનેડ ફેંક્યો હતો."
   - ગ્રેનેડ હુમલા બાદ ભારે અફડાતફડીની વચ્ચે આતંકી મુશ્તાક અહેમદ ચોપન ભાગવા લાગ્યો હતો. જવાનોને છેતરવા માટે તેને બુરખો પહેર્યો હતો.
   - જ્યારે મુશ્તાક પોલીસ સ્ટેશનના મેઈન ગેટ પર પહોંચ્યો તો જવાનોએ તેને રોકવા માટે વોર્નિગ આપી હતી. આ વચ્ચે બહારથી ફેંકવામાં આવેલો એક ગ્રેનેડ આતંકીની નજીક ફુટ્યો અને તેનું મોત થઈ ગયું હતું.

   પોલીસને મળી હતી મુશ્તાકની કસ્ટડી

   - ડીજીપી એસ.પી.વૈધે કહ્યું કે, "આતંકી મુશ્તાક અહેમદ ત્રાલના પોલીસ સ્ટેશનમાં થયેલાં ગ્રેનેડ હુમલામાં માર્યો ગયો છે. તેના લોકઅપમાંથી ભાગવા અંગે મેજિસ્ટ્રિયલ તપાસના ઓર્ડર આપી દીધાં છે. આ હુમલામાં ઘાયલ પોલીસ કોન્સ્ટેબલ મેહરાજ દીનને આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે."
   - મુશ્તાકને ગત મહિને પોલીસે બારામૂલાના સોપોરમાંથી પકડ્યો હતો. તેને થોડાંક દિવસ પહેલાં આતંકી ઘટનાઓની તપાસ માટે ત્રાલ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.

   24 કલાકમાં પોલીસ પર ત્રીજો હુમલો

   - રવિવારે બડગામના ચરાર-એ-શરીફમાં આતંકીઓએ પોલીસ પર બે જગ્યાએ અલગ અલગ હુમલા કર્યાં હતા, જેમાં બે પોલીસ જવાન શહીદ થઈ ગયા હતા. સોમવારે શહીદ કોન્સ્ટેબલ કુલતાર સિંહની બોડી સાંબામાં તેના ઘરે પહોંચી હતી.

   ઘાટીમાં છે અનેક આતંકીઓ

   - બાંદીપોરાના હાજીન વિસ્તારમાં આતંકીઓએ સોમવારે સિક્યોરિટી ફોર્સ પર ફાયરિંગ કર્યું હતું. જે બાદ અહીં નાકાબંધી કરી સર્ચ ઓપરેશન કરાયું હતું.
   - 15 કોર્પ્સના જનરલ ઓફિસર કમાન્ડિંગ, લેફટેનન્ટ જનરલ એ.કે.ભટ્ટે કહ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં આતંકી ફેલાયેલાં છે. તેઓ લીપા ઘાટી, મંડાલ, રામપુર અને અન્ય વિસ્તારોમાં 30થી 40ના ગ્રુપમાં ફરી રહ્યાં છે. એલઓસી પર ફાયરિંગ કરી પાકિસ્તાન આતંકીઓની ઘૂસણખોરી કરાવે છે. જે કંઈપણ કુપવાડા અને તંગધારમાં થયું તે આનું જ પરિણામ છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લીક કરો

  • ગ્રેનેડ હુમલા બાદ ભારે અફડાતફડીની વચ્ચે આતંકી મુશ્તાક અહેમદ ચોપન ભાગવા જતાં માર્યો ગયો હતો (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગ્રેનેડ હુમલા બાદ ભારે અફડાતફડીની વચ્ચે આતંકી મુશ્તાક અહેમદ ચોપન ભાગવા જતાં માર્યો ગયો હતો (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Hizbul Militants Hurl Grenade at Tral Police station one terrorist killed
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top