Home » National News » Latest News » National » #MeToo campaign after Akshay Kumar tweet Sajid khan steps down director of Housefull 4

#MeToo: એકશનમાં આવી મોદી સરકાર, મેનકા ગાંધીએ તપાસ કમિટી બનાવવાની કરી જાહેરાત

Divyabhaskar.com | Updated - Oct 12, 2018, 06:08 PM

મી ટૂ અભિયાન અંતર્ગત નાના પાટેકર સહિત 4 લોકો વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

 • #MeToo campaign after Akshay Kumar tweet Sajid khan steps down director of Housefull 4
  અક્ષય કુમારે ટ્વિટ કરી પોતાની નારાજગી વ્યક્ત કરી

  નવી દિલ્હી/મુંબઈઃ કેન્દ્ર સરકાર મી ટૂ કેમ્પેન અંતર્ગત સામે આવી રહેલા મામલાઓની સુનાવણી માટે ચાર રિટાયર્ડ જજોની કમિટી બનાવશે. કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી મેનકા ગાંધીએ શુક્રવારે આ વાત કરી. તેઓએ કહ્યું કે મને ઉત્પીડનની ફરિયાદ કરનારી મહિલાઓ પર વિશ્વાસ છે. તેમના દર્દનો અનુભવ પણ છે. અમે કમિટી બનાવવાનો પ્રસ્તાવ મંત્રીમંડળની સામે રાખીશું. મેનકાનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે સરકારના જ મંત્રી એમજે અકબર વિરૂદ્ધ નવ મહિલાઓએ યૌન શોષણના આરોપ લગાવ્યાં છે. હાલ અકબર નાઈજિરીયામાં છે. તેઓ રવિવાર સુધી પરત ફરે તેવી શક્યતા છે. તો ભાજપના નેતા સુબ્રમણિયમ સ્વામીએ મી ટૂ અભિયાનું સમર્થન કર્યું છે. તેઓએ કહ્યું કે, "મહિલાઓએ આટલાં દિવસો પછી બોલવું ખોટું નથી. એમજે અકબર વિરૂદ્ધ અનેક મહિલાઓએ આરોપ લગાવ્યાં છે, પીએમએ આ મુદ્દે બોલવું જોઈએ."

  તનુશ્રી દત્તા દ્વારા નાના પાટેકર પર લગાવવામાં આવેલા યૌન શોષણની ફરિયાદ બાદ #MeToo કેમ્પેનનો મામલો જોર પકડી રહ્યો છે. અત્યાર સુધીમાં અનેક મહિલાઓ સામે આવીને આરોપ લગાવી ચુકી છે. નાના પાટેકર, સાજિદ ખાન, વિવેક અગ્નિહોત્રી, વિકાસ બહલ, પીષુષ મિશ્રા, આલોક નાથ, રજત કપૂર અને વરૂણ ગ્રોવર જેવાં અનેક નામો પર આંગળી ચીંધાઈ છે. ત્યારે સાજિદ ખાને હાઉસફુલ 4 ફિલ્મ છોડી દીધી છે. મી ટૂ અભિયાન અંતર્ગત નાના પાટેકર સહિત 4 લોકો વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. નાના અને આલોક નાથને કારણ દર્શાવો નોટિસ મોકલવામાં આવી છે. નાનાને સિંટાએ જ્યારે આલોક નાથને FWICEએ નોટિસ મોકલી છે.

  મારા પરિવાર માટે મુશ્કેલીનો સમય- ફરાહ ખાન


  - સાજિદ ખાન પર લાગેલાં આરોપ પછી તેની બહેન ફરાહ ખાને ટ્વીટ કરી પોતાના વિચાર વ્યક્ત કર્યાં છે. ફરાહએ લખ્યું કે, "આ મારા પરિવાર માટે મુશ્કેલીનો સમય છે. આપણે ઘણાં મુદ્દાઓ પર કામ કરવાની જરૂર છે. જો મારા ભાઈએ આવું વર્તન કર્યું છે તો તેને આનું પરિણામ ભોગવવું પડશે. હું કોઈ પણ રીતે આ પ્રકારનાં વર્તનનું સમર્થન નથી કરતી અને હું આવી મહિલાઓની સાથે જ છું."

  અક્ષય કુમારે શું કહ્યું હતું?


  - હાઉસફુલ 4ને લઈને અક્ષય કુમારે પણ ટ્વીટ કર્યું છે. તેને લખ્યું કે, "હું ગત રાત્રે જ દેશ પરત ફર્યો છું અને મેં અનેક સમાચારો વાંચ્યા જે પરેશાન કરનારા છે. મેં હાઉસફુલ 4ના ડાયરેક્ટરોને કેસની તપાસ થવા સુધી આગળનું શૂટિંગ કેન્સલ કરવાનો અનુરોધ કર્યો છે."

  સાજિદે ટ્વીટ કરી પોતાની વાત રાખી


  - સમગ્ર મામલે સાજિદ ખાને પણ ટ્વીટ કરી પોતાનો પક્ષ રાખ્યો છે. તેને લખ્યું કે, "મારા વિરૂદ્ધ આરોપ લગાવવામાં આવ્યાં છે. મારો પરિવાર, ફિલ્મ હાઉસફુલ-4ના પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટ પર દબાણ બનાવવામાં આવી રહ્યું છે. હું નૈતિક જવાબદારી લેતાં હાઉસફુલના ડાયરેકટર તરીકેની જવાબદારી છોડું છું. હું મારા પરના આરોપો અંગે સત્ય સામે લાવશી. હું મારા મીડિયાના મિત્રોને કહેવા માંગીશ કે સત્ય જાણ્યા વિના ચુકાદો ન આપો."

  સાજિદ ખાન પર શારીરિક દુર્વ્યવહારનો આરોપ


  - #MeToo અભિયાનમાં વધુ એક નામ સામે આવ્યું છે. ફિલ્મમેકર સાજિદ ખાન પર તેની એક્સ આસિસ્ટન્ટ ડાયરેકટર સલોની ચોપડાએ ગંભીર આરોપ લગાવ્યાં છે.
  - સલોનીએ એક વેબસાઈટમાં લાંબી પોસ્ટ લખી પોતાની આપવિતી સંભળાવી છે. તેને ટ્વીટ પણ કર્યું છે.
  - સલોનીએ સાજિદ પર હેરેસમેન્ટ અને શારીરિક દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો છે.
  - સલોનીએ કહ્યું કે સાજિદ તેની પાસે અશ્લિલ ફોટો મંગાવતો હતો અને વલ્ગર વાતો કરતો હતો.

  નાના પાટેકરની ધરપકડની માંગ


  - તનુશ્રી દત્તા અને નાના પાટેકર વચ્ચે મામલો મહારાષ્ટ્રમાં રાજકીય રૂપથી પણ તુલ પકડી રહ્યો છે. તનુશ્રીની FIR પછી મુંબઈ મહિલા કોંગ્રેસે નાના પાટેકરની ધરપકડની માગ કરી છે.

  હાઉસફુલનું શૂટિંગ રોકાયું, સાજિદ ખાને ફિલ્મ છોડી
  - હાઉસફુલ 4નું શૂટિંગ બંધ થઈ ગયું છે. આ ફિલ્મના ડાયરેક્ટર સાજિદ ખાન કરી રહ્યો હતો. જોકે #MeToo અભિયાનમાં તેનું નામ સામે આવતાં તેને આ ફિલ્મ છોડી દીધી છે. સાજિદ ખાન પર પણ ત્રણ મહિલાઓએ યૌન શોષણનો ગંભીર આરોપ લગાવ્યાં છે. ગત દિવસે તનુશ્રીના આરોપો પછી ફરાહ ખાને નાના પાટેકરે ટીમની એક ફોટો શેર કરી હતી. જે બાદ તે ટ્રોલ થઈ હતી.

  રાહુલ ગાંધીએ કહ્યું, આ શિખવાનો સમય


  - રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, "આ શિખવાનો સમય આવી ગયો છે કે મહિલાઓને કઈ રીતે માન અને સન્માન આપવામાં આવે. હું ખુશ છું કે તે લોકોને હવે રસ્તો મળી રહ્યો છે, જેના માટે પહેલાં બધું જ બંધ હતું. સત્યને જોરશોરથી બતાવવાની જરૂર છે અને બદલાવ માટે ચીજોને યોગ્ય ક્રમે લાવવા પડશે."

  સુભાષ ઘાઈએ કેમ્પેન અંતર્ગત લાગી રહેલાં આરોપોને ફેશન ગણાવ્યાં


  - મહિમા કુકરેજા નામની એક લેખિકાએ એક મહિલા (જેને પોતાનું નામ નથી જણાવ્યું)ના મેસેજ શેર કર્યાં છે. જેમાં તેને સુભાષ ઘાઈ પર શરાબમાં ડ્રગ્સ મિલાવીને રેપ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાનો દાવો છે કે તે ઘાઈની સાથે કામ કરતી હતી.
  - શો મેન સુભાષ ઘાઈ (73)એ પોતાના પર લાગેલાં આરોપોને નકારતાં ટ્વીટ કર્યું કે નસીબ જ તમારો સારો અને ખરાબ સમય નક્કી કરે છે. આ કેમ્પેનમાં ફસાવવાથી ઘણો જ દુઃખી છું.
  - તેઓએ કહ્યું કે હું તે લોકોને ધન્યવાદ આપુ છું, જેઓ જાણે છે કે આ બનાવટી દુનિયામાં હું મહિલાઓનું કેટલું સન્માન કરું છું. ઘાઈએ મી ટૂ કેમ્પેન અંતર્ગત લાગી રહેલાં રેપના આરોપોને ફેશન ગણાવ્યાં છે.

  ભાજપ મહિલા વિંગની અધ્યક્ષનું વિવાદીત નિવેદન


  - યૌન શોષણના આરોપોમાં ઘેરાયેલાં કેન્દ્રીય મંત્રી એમજે અકબરના બચાવમાં મધ્યપ્રદેશ ભાજપ મહિલા વિંગની અધ્યક્ષા લતા કેલકર ઉતરી છે.
  - કેલકરે કહ્યું કે, "હું મી ટૂ કેમ્પેનનું સ્વાગત કરું છું. જો કે મને નથી લાગતું કે મહિલા પત્રકાર એટલી નાદાન હોય છે કે કોઈ તેનો ખોટો ઉપયોગ કરી શકે."

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ