-
1.Chrome પર જાઓ » સેટિંગ » સામગ્રી સેટિંગ્સ
-
2.અહીં ક્લિક કરો સામગ્રી સેટિંગ્સ » સૂચનાઓ » અપવાદો સંચાલિત કરો ।
-
3."https://www.divyabhaskar.co.in/:443" માટે પરવાનગી આપો પસંદ કરો ।
-
4.પૃષ્ઠને તાજું કરો (રીફ્રેશ કરો) ।
DivyaBhaskar Desk | Last Modified - Mar 26, 2018, 06:40 PM IST
અમદાવાદઃ મોદી સરકારના પૂર્વ સંરક્ષણ પ્રધાન અને ગોવાના મુખ્યપ્રધાન મનોહર પારિકર આ વર્ષના ફેબ્રુઆરીથી ગંભીર બિમારીનો સામનો કરી રહ્યા છે. મુંબઇની લીલાવતી હોસ્પિટલની સલાહથી તેમને વધુ સારી સારવાર માટે યુએસ ખસેડવામાં આવ્યા છે. સોમવારથી તેમની સારવારનો બીજો તબક્કો શરૂ થયો છે. છેલ્લા બે દિવસથી સોશ્યલ મીડિયામાં તેમના નામે એક માર્મિક સંદેશો ફરી રહ્યો છે. તેના કારણે દેશભરમાં તેમની બિમારી, સારવાર અને હાલત અંગે ચર્ચા થઇ રહી છે. જોકે, સીએમઓ ગોવા ફેસબૂકના પેજમાં રવિવારે આવા મેસેજને ખોટી અફવા ગણાવીને નકારી કાઢવામાં આવ્યા હતા.
હોસ્પિટલના બિછાનેથી તેમના નામે એટલે કે `મનોહર પારિકર કા આત્મચિંતન' તરીકે ફરતા થયેલા મેસેજના અંશો નીચે મુજબ છે.
- `રાજકારણમાં સફળતાના અનેક શિખરો હું પાર કરી ચૂક્યો છું. બીજાની નજરે મારું જીવન અને યશ પર્યાય જેવા બની ગયા છે.'
- `...પરંતુ આજે જ્યારે બિમારીના કારણે પથારીમાં પડ્યો છું અને પોતાને મોતના દરવાજે ઊભેલો જોઉં છું ત્યારે જે ખ્યાતિ અને સંપત્તિ મેં પ્રાપ્ત કરી છે તે બધુ ધૂંધળું નજર લાગી રહ્યું છે અને સાથે તેની નિર્થકતા મહેસૂસ કરી રહ્યો છું.'
- `આજે મૃત્યુ પળેપળ મારી નિકટ આવી રહ્યું છે અને મારી ચારેબાજુ પ્રકાશમય મેડિકલ ઉપકરણો જોઉ છું અને તેમાંથી નિકળતા ધ્વનિ પણ સાંભળું છું ત્યારે તેની સાથે પોતાની આગોશમાં લપેટી લેવા નિકટ આવી રહેલા મૃત્યુનો પગરવ પણ મને સંભળાઇ રહ્યો છે... '
- પારિકર પોતાના રાજકીય જીવનની સફળતા અને સંપત્તિ પછી પોતે જે નથી કરી શક્યા અને કરવું જોઇએ તેનો રંજ વ્યક્ત કરતા કહે છે- `હવે મને ધ્યાનમાં આવી રહ્યું છે કે ભાવિ માટે જરૂરી મૂડી મળી જાય પછી જે વધુ મહત્ત્વનું છે એ કરવું જોઇએ, એટલે કે સંબંધોની જાળવણી કે સમાજ સેવા હોઇ શકે છે. માત્ર રાજકારણ તરફ ભાગતા રહેવાથી વ્યક્તિ અંદરથી ખોખલી બની જાય છે. '
- પારિપર ખૂબ માર્મિક પ્રશ્ન કરીને જવાબ રજૂ કરે છે કે...`દુનિયાની સૌથી મોંઘી પથારી કઇ છે ખબર છે?... બિમારીની પથારી... ગાડી ચલાવવા ડ્રાઇવર રાખી શકાય, પૈસા કમાઇને મેનેજર રાખી શકાય પરંતુ પોતાની બિમારીને સહેવા માટે આપણે કોઇને નિયુક્ત નથી કરી શકતા.'
- તેઓ વધુમાં જણાવે છે--`ખોવાઇ ગયેલી ચીજ મળી શકે છે પરંતુ એક ચીજ જો હાથથી છૂટી ગઇ તો તે ક્યારેય પાછી નથી મળી શકતી.. તે છે... પોતાનું આયુષ્ય...કાળ...'
- અંતે તેઓ લોકોને શિખામણ આપતા કહે છે કે.. `આપણા જીવનની શરૂઆત રોઇને થાય છે અને જીવનનો અંત બીજાના રોવા સાથે થાય છે.... આ બંને વચ્ચે જીવનનો જે ભાગ છે તેને ભરપૂર હસીને વિતાવવો જોઇએ...સદા આનંદમાં રહેવું જોઇએ અને બીજાઓને પણ આનંદિત રાખવા જોઇએ.'
અંતે લખ્યું છે કે (સ્વાદુપિંડના) કેન્સરની બિમારીથી પીડાઇ રહેલા હોસ્પિટલમાં ઝઝુમી રહેલા મનોહર પારિકરનું આત્મચિંતન..
એપ્પલના સ્ટીવ જોબના અંતિમ મેસેજની કોપી
ફેસબૂક અને વ્હોટસએપ સહિત સોશ્યલ મીડિયામાં ફરતો થયેલો આ મેસેજ એપ્પલના ફાઉન્ડર સ્ટીવ જોબે તેમના મૃત્યુ પહેલા આપેલા અંતિમ સંદેશા સાથે ઘણો બધો મળતો આવે છે. બિમારીના અંતિમ દિવસોમાં સ્ટીવે પોતાની જીવનભરની સફળતાને યાદ કરીને અંતિમ સમયે તેની નિરર્થકતા આવા જ શબ્દોમાં વ્યક્ત કરી હતી. આના પરથી એવું જણાય છે કે કોઇકે સ્ટીવ જોબના મેસેજમાં થોડોક ફેરફાર કરીને હાલ પોતાની બિમારી માટે ચર્ચામાં રહેલા મનોહર પારિકરના નામે આત્મચિંતનનો સંદેશો ફરતો કર્યો છે.
ગોવા સરકારે મેસેજને તોફાનીઓનું કરતૂત ગણાવ્યા
જોકે, ગોવા સરકારે આ સંદેશા સહિતના તેમના નામે ફરતા તમામ મેસેજિસને તોફાની ગણાવીને નકારી કાઢ્યા છે. રવિવારે ફેસબૂક પર CMO Goa Facebook પેજ પર પારિકરની હેલ્થને લગતા મેસેજ અને અફવાઓને બકવાસ ગણીને નકારી કાઢવામાં આવી હતી.
- તેમાં જણાવ્યું છે કે આવા મેસેજિસ સાચા નથી. તેમને લગતા તમામ સંદેશાઓ તેમના દ્વારા અથવા તેમના વેરિફાઇડ સોશ્યલ મીડિયા હેન્ડલ્સ દ્વારા જ આપવામાં આવશે.
- ગોવા વિધાનસભાના સ્પીકર પ્રમોદ સાવંતે કહ્યું કે તેમણે રવિવાર સાંજે પારિકર સાથે વાત કરી હતી અને તેમની સ્થિતિ ખૂબ સારી છે. પારિકર પર ત્રણ દિવસ ટ્રીટમેન્ટ થશે પછી તેમને બે વીક બાદ રજા આપવામાં આવશે.