ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Mentally sick lady begger was beaten badly in Barmer Rajasthan

  મહિલાએ માંગી હતી 2 રોટલી અને બદલામાં મળ્યો માર, વાળ-પકડીને ઘસડી

  divyabhaskar.com | Last Modified - Mar 01, 2018, 12:10 AM IST

  પેટની આગ બુઝાવવા માટે માનસિક રીતે વિકલાંગ મહિલાને બે રોટલીની માંગ કરવી ભારે પડી ગઇ
  • આ વ્યક્તિએ ન ફક્ત મહિલાના વાળ પકડ્યા પરંતુ તેને ઘસડી અને તેની સાથે મારપીટ પણ કરી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ વ્યક્તિએ ન ફક્ત મહિલાના વાળ પકડ્યા પરંતુ તેને ઘસડી અને તેની સાથે મારપીટ પણ કરી.

   જોધપુર: પેટની આગ બુઝાવવા માટે માનસિક રીતે વિકલાંગ મહિલાને બે રોટલીની માંગ કરવી ભારે પડી ગઇ. બાડમેરની જિલ્લા હોસ્પિટલમાં ચાલતી એક ભોજનશાળા પાસે એક મહિલાએ બે રોટલીની માંગ કરી. તેના બદલામાં એક વ્યક્તિએ મહિલાના વાળ પકડીને તેને ઘસડવાની સાથે લાતો મારી અને મારપીટ કરી. આ મારપીટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવાથી હોબાળો મચી ગયો છે. મહિલા સાથે મારપીટ કરનાર વ્યક્તિ માનવધર્મ સેવા ટ્રસ્ટનો સંચાલક લાજપતરાય સિંધી છે. પોલીસે તેના વિરુદ્ધ મામલો નોંધી લીધો છે.

   આ છે મામલો

   - રાજકીય હોસ્પિટલ પરિસરના એક બિલ્ડીંગમાં વર્ષોથી માનવધર્મ ટ્રસ્ટ સંસ્થા ગરીબોને સસ્તા દરે ભોજન ઉપલબ્ધ કરાવે છે.

   - માનસિક રીતે વિકલાંગ એક મહિલાએ રવિવારે ભોજન માંગ્યું તો ખુરશી પર બેઠેલા લાજપતરાય ભડકી ઉઠ્યા. મહિલાના વાળ પકડીને તેને ઘસડીને હોસ્પિટલના મુખ્ય ગેટ સુધી લઇ આવ્યા. આ દરમિયાન કેન્ટીનમાં બેઠેલા એક વ્યક્તિએ આખા મામલાનો વીડિયો ઉતારી લીધો.

   - મહિલાની સાથે અમાનવીય વ્યવહારને લઇને માનવાધિકારમાં પણ લોકોએ ફરિયાદ કરી છે. બીજી બાજુ એસપીની પાસે પહોંચેલા વીડિયો પછી કોટવાલી પોલીસ-સ્ટેશનમાં મામલો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

   - આ ટ્રસ્ટ પંદર વર્ષથી હોસ્પિટલના પરિસરમાં ગ્રામ્ય વિસ્તારમાંથી ઇલાજ કરાવવા આવતા લોકોને સસ્તા દરે ભોજન ઉપલબ્ધ કરાવે છે. લાજપતરાય પોતે ઘણા વર્ષોથી આ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે.

   - વીડિયો વાયરલ થયા પછી બેકફૂટ પર આવેલા લાજપતરાયનું કહેવું છે કે આ મહિલા ઘણા દિવસોથી તેમને સતત હેરાન કરી રહી હતી. ત્યાં આવીને ભોજન લઇને ભાગી જતી હતી. ઘણીવાર સામાન પણ ફેંકી દેતી હતી. ગઇકાલે તે એકવાર ફરી અહીંયા આવી ગઇ. આખરે થાકીને મેં તેને પકડી લીધી. તેનાથી તે જમીન પર પડી ગઇ અને આ દરમિયાન આ ઘટના ઘટી ગઇ.

  • આ રીતે મહિલાને વાળ પકડીને ઘસડવામાં આવી.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   આ રીતે મહિલાને વાળ પકડીને ઘસડવામાં આવી.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Mentally sick lady begger was beaten badly in Barmer Rajasthan
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `