ઓફિસ ઑફ પ્રોફિટ: AAPના 20 ધારાસભ્યોનું સભ્યપદ રદ, ECની ભલામણ મંજૂર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના 20 ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ ચૂંટણીપંચની ભલામણને મંજૂરી આપી દીધી. સરકારે રવિવારે તેનું નોટિફિકેશન જાહેર કર્યું. ઉલ્લેખનીય છે કે, ગત શુક્રવારે આ 20 ધારાસભ્યોના ઓફિસ ઑફ પ્રોફિટ (લાભનું પદ) મામલે શુક્રવારે ચૂંટણીપંચે (EC) રાષ્ટ્રપતિને ભલામણ મોકલી હતી. ECએ કહ્યું હતું, "સંસદીય સચિવ હોવાને કારણે આ લોકો (AAPના ધારાસભ્યો) લાભના પદો પર હતા, એટલે દિલ્હી વિધાનસભાના ધારાસભ્યો તરીકે તેમનું સભ્યપદ રદ કરવામાં આવે." આ ભલામણ વિરુદ્ધ 7 ધારાસભ્યોએ દિલ્હી હાઇકોર્ટમાં તરત સુનાવણીની માંગ કરી હતી. સુનાવણી દરમિયાન HCએ ધારાસભ્યોને ઇન્ટરિમ રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો. 

 

AAPના ધારાસભ્યો પર શું હતો મામલો?

 

- અરવિંદ કેજરીવાલ સરકારે આ ધારાસભ્યોને સંસદીય સચિવ નિયુક્ત કર્યા હતા. દિલ્હી હાઇકોર્ટે જ 8 સપ્ટેમ્બર, 2016ના રોજ 21 ધારાસભ્યોની સંસદીય સચિવો તરીકે નિયુક્તિને રદ કરી દીધી હતી. ચૂંટણીપંચે 21 ધારાસભ્યોને નોટિસ જાહેર કરી હતી. એક ધારાસભ્ય જરનૈલ સિંહે પંજાબથી ચૂંટણી લડવા માટે દિલ્હી વિધાનસભામાંથી રાજીનામુ આપી દીધું હતું. આ કારણે કેસ 20 ધારાસભ્યો વિરુદ્ધ હતો. 

 

આ નિર્ણયની મોદી સરકાર પર શું અસર થશે?

 

આ નિર્ણયથી મોદી સરકારને કોઇ નુકસાન નહીં થાય. 20 ધારાસભ્યોનું સભ્યપદ રદ થયા પછી પણ AAP પાસે બહુમત કરતા 10 ધારાસભ્યો વધુ છે. જોકે જે ધારાસભ્યોનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે, ત્યાં હવે પેટાચૂંટણી થશે. 

 

ઓફિસ ઑફ પ્રોફિટ શું હોય છે?

 

- બંધારણના આર્ટિકલ 102 (1) (એ) હેઠળ સાંસદ અથવા ધારાસભ્ય એવા કોઇ પદ પર ન હોઇ શકે, જ્યાં અલગથી પગાર, અલાઉન્સ કે અન્ય ફાયદા મળતા હોય.

- આ ઉપરાંત આર્ટિકલ 191 (1) (એ) અને પબ્લિક રિપ્રેઝન્ટેટિવ ઍક્ટના સેક્શન 9 (એ) હેઠળ પણ ઓફિસ ઑફ પ્રોફિટમાં સાંસદો-ધારાસભ્યોને અન્ય પદ લેવાથી રોકવાની જોગવાઇ છે.

- સંવિધાનની ગરિમા હેઠળ 'લાભના પદ' પર બેઠેલું કોઇ વ્યક્તિ તે જ સમયે ધારાસભાનો હિસ્સો ન હોઇ શકે. 

 

 

અન્ય સમાચારો પણ છે...