PNB કૌભાંડ: મેહુલ ચોક્સીએ જાહેર કર્યો વીડિયો, કહ્યું- 'ED અને CBI મને ફસાવી રહ્યા છે'

મેહુલ ચોક્સીએ તેના પરના તમામ આરોપોને રદિયો આપી દીધો છે

divyabhaskar.com | Updated - Sep 11, 2018, 04:14 PM

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ મંગળવારે એક વીડિયો દ્વારા પોતાનું નિવેદન જાહેર કર્યું છે. મેહુલ ચોક્સીએ તમામ આરોપોને રદિયો આપી દીધો છે. તેણે કહ્યું કે, ઇડી અને સીબીઆઇ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો આધારહીન છે.

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીએ મંગળવારે એક વીડિયો દ્વારા પોતાનું નિવેદન જાહેર કર્યું છે. આ વીડિયો એન્ટિગુઆથી જાહેર થયો છે જેમાં મેહુલ ચોક્સીએ તમામ આરોપોને રદિયો આપી દીધો છે. તેણે કહ્યું કે, 'ઇડી અને સીબીઆઇ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો આધારહીન છે.'

ચોક્સીએ કહ્યું- મારા પાસપોર્ટ પર રોક લગાવવામાં આવી

- મેહુલ ચોક્સીએ કહ્યું કે તેના પાસપોર્ટ પર રોક લગાવવામાં આવી છે. પાસપોર્ટ ઓફિસે પાસપોર્ટ સસ્પેન્ડ કરવાનો ઇ-મેઇલ પણ ચોક્સીને મોકલ્યો. ફેબ્રુઆરી મહિનામાં તેણે મુંબઈના ક્ષેત્રીય પાસપોર્ટની ઓફિસને તેના પાસપોર્ટ પરથી પ્રતિબંધ હટાવવા માટે ઇ-મેઇલ કર્યો. તેનો પાસપોર્ટ ઓફિસે કોઇ જવાબ ન આપ્યો. તેણે કહ્યું કે મુંબઈની પાસપોર્ટ ઓફિસે આ વાતનો જવાબ ન આપ્યો કે પાસપોર્ટ કેમ રદ કરવામાં આવ્યો.

- ઉલ્લેખનીય છે કે મેહુલ ચોક્સી અને નીરવ મોદી પર 13,000 કરોડનું પંજાબ નેશનલ બેંકના કૌભાંડ કરવાનો આરોપ છે.

EDએ રેડ કોર્નર નોટિસ માટે ઇન્ટરપોલને મોકલ્યું હતું રિમાઇન્ડર

- ઉલ્લેખનીય છે કે પીએનબી કૌભાંડ મુદ્દે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મેહુલ ચોક્સી વિરુદ્ધ રેડ કોર્નર નોટિસની માંગ કરતી પોતાની અરજી અંગે ઇન્ટરપોલને એક રિમાઇન્ડર મોકલ્યું છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી.

- અધિકારીઓએ જણાવ્યું કે મુંબઈની એક કોર્ટમાં ચોક્સી વિરુદ્ધ ઇડી દ્વારા એક આરોપપત્ર દાખલ કર્યા પછી તેના વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા એક ધરપકડનો વોરંટ જાહેર કરવા માટે એક વિસ્તૃત અનુરોધ જૂનમાં મોકલવામાં આવ્યો હતો.
- તેમણે જણાવ્યું કે ઇન્ટરપોલે ફરી ચોક્સી વિરુદ્ધ નોંધાયેલા ગુનાઇત મામલે વધુ જાણકારી માંગી હતી. તેનો જવાબ આપી દેવામાં આવ્યો અને હવે ભારતમાં ઇન્ટરપોલના રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યુરો મારફતે ધ્યાન આકર્ષિત કરવાની વાતને લઇને એક રિમાઇન્ડર મોકલવામાં આવ્યું.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App